ઝારખંડમાં કેમ ભડક્યા છે વિદ્યાર્થીઓ? JPSC-JSSC ભરતી વિવાદે પકડ્યું જોર
ઝારખંડમાં છેલ્લા કેટલાક દિવસોથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. રાજધાની રાંચીમાં ઉમેદવારો સતત ધરણા, વિરોધ પ્રદર્શન અને ભૂખ હડતાળ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનો આક્રોશ માત્ર એક પરીક્ષા કે એક ભરતી પ્રક્રિયા સુધી મર્યાદિત નથી, પરંતુ તેઓ રાજ્યની ભરતી વ્યવસ્થામાં પારદર્શિતા, નિષ્પક્ષતા અને જવાબદારીની માંગ કરી રહ્યા છે. ઝારખંડમાં વિરોધનું મુખ્ય કેન્દ્ર ઝારખંડ લોક સેવા આયોગ (JPSC) અને ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન (JSSC) દ્વારા લેવાતી ભરતી પરીક્ષાઓ છે. ઉમેદવારોનો આરોપ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભરતી પરીક્ષાઓમાં પેપર લીક, ગેરરીતિઓ અને પરિણામોમાં અનિયમિતતા જેવી અનેક ઘટનાઓ સામે આવી છે, જેના કારણે લાખો યુવાનોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. ઝારખંડમાં શું છે JPSC વિવાદ? ઝારખંડમાં તાજેતરમાં 14મી JPSC સંયુક્ત સિવિલ સેવા પ્રારંભિક પરીક્ષાનું…
ફરિયાદ કરો, તપાસ થશે! જાણો AMC વિજિલન્સની કામગીરી
પંકજ મકવાણા – અમદાવાદ: ફરિયાદથી ફેક્ટ સુધી: અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અથવા ગેરવર્તણૂક અંગે કોઈપણ નાગરિક પાસે વિશ્વસનીય માહિતી કે પુરાવા હોય તો તેની તપાસ માટે AMCનું વિજિલન્સ ખાતું સત્તાવાર વ્યવસ્થા ધરાવે છે. મ્યુનિસિપલ કમિશનર તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વિજિલન્સ)ની સીધી દેખરેખ હેઠળ કાર્યરત આ વિભાગ ફરિયાદોની તપાસ કરીને સક્ષમ સત્તાને અહેવાલ મોકલે છે તેમજ વહીવટી પ્રક્રિયામાં ગુણવત્તા સુધારવા માટે પણ સમીક્ષા અને સેમ્પલ ટેસ્ટિંગ જેવી કામગીરી કરે છે. ઉપરોક્ત માહિતી AMC Diary 2026ના પેજ નં. 58માં પ્રકાશિત વિગતોના આધારે તૈયાર કરવામાં આવી છે. લાંચ-ભ્રષ્ટાચાર સામે સત્તાવાર વ્યવસ્થા AMCના વિજિલન્સ વિભાગની મુખ્ય જવાબદારી માત્ર ફરિયાદ નોંધવાની નથી, પરંતુ વહીવટી અને ટેકનિકલ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ સામે મળતી લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને ગેરવર્તણૂક…
NEET પેપર લીક વિવાદ વચ્ચે કિરણ બેદીનું નિવેદન ચર્ચામાં, કહ્યું- ‘વિદ્યાર્થીઓ રસ્તા પર આવે એ પહેલાં સિસ્ટમને સાંભળવું પડશે’
NEET પેપર લીક વિવાદને લઈને દેશભરમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે પૂર્વ IPS અધિકારી અને પુડુચેરીના પૂર્વ ઉપરાજ્યપાલ કિરણ બેદીનું નિવેદન ચર્ચામાં આવ્યું છે. જંતર-મંતરથી શરૂ થયેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના આંદોલન અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે કિરણ બેદીએ શાસન વ્યવસ્થા, શિક્ષણ સંસ્થાઓ અને જવાબદારીના મુદ્દે પોતાની વાત રજૂ કરી છે. કિરણ બેદીએ કહ્યું કે જ્યારે કોઈ મુદ્દાને લઈને વિદ્યાર્થીઓ અને પોલીસ સામસામે આવી જાય છે ત્યારે તે માત્ર કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન નથી રહેતો, પરંતુ તે તંત્રની કાર્યપદ્ધતિ અને સંવાદ વ્યવસ્થાની ખામી દર્શાવે છે. તેમણે ભાર મૂક્યો કે કોઈપણ આંદોલનની પાછળ રહેલા મૂળ કારણો સમજવા જરૂરી છે. મીડિયા નેરેટિવ નહીં, જવાબદારીનો મુદ્દો મહત્વનો કિરણ બેદીએ મીડિયા અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચા અંગે પણ સવાલો…
NTAના 47 અધિકારીઓ બરતરફ: શિક્ષણ મંત્રાલયની મોટી કાર્યવાહી
દેશની પરીક્ષા વ્યવસ્થાને વધુ પારદર્શક અને વિશ્વસનીય બનાવવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા મોટું વહીવટી પગલું લેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. શિક્ષણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, NTAએ પોતાના 47 અધિકારીઓને તાત્કાલિક અસરથી સેવામાંથી બરતરફ કરી દીધા છે. આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે દિલ્હીના જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા શિક્ષણ અને પરીક્ષા પ્રણાલીમાં સુધારાની માંગ સાથે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ, માત્ર વહીવટી કાર્યવાહી સુધી જ મામલો સીમિત રાખવામાં આવ્યો નથી. બરતરફ કરાયેલા કેટલાક અધિકારીઓ સામે કાનૂની તેમજ ફોજદારી કાર્યવાહી કરવાની પણ તૈયારી ચાલી રહી છે. પરીક્ષાઓના આયોજનમાં પારદર્શિતા જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે કડક સંદેશ જાય તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં…
NEET પેપર લીક વિવાદ પર સરકારનો સ્પષ્ટ સંદેશ: ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું નહીં થાય
NEET પેપર લીક વિવાદને લઈને દેશભરમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે કેન્દ્ર સરકારે મોટો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ વચ્ચે સરકારના સૂત્રોએ જણાવ્યું છે કે ધર્મેન્દ્ર પ્રધાન પોતાના પદ પરથી રાજીનામું આપશે નહીં. સરકારનું માનવું છે કે માત્ર મંત્રી બદલવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે, પરંતુ પરીક્ષા વ્યવસ્થામાં રહેલી ખામીઓને દૂર કરવી વધુ જરૂરી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારનું ધ્યાન હાલમાં NEET સહિતની રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓને વધુ પારદર્શક, સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવાના પ્રયાસો પર છે. સૂત્રોએ જણાવ્યું કે જનતાએ સરકારને જવાબદારી સોંપી છે અને સરકાર આ જવાબદારી નિભાવતા પરીક્ષા પ્રણાલીમાં જરૂરી સુધારા કરશે. સાથે જ સરકાર અને શાસક પક્ષ બંને ધર્મેન્દ્ર પ્રધાનના સમર્થનમાં હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. રાજીનામું નહીં,…
ગુજરાતમાં ‘ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમ’નો પ્રારંભ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સરપંચોને જવાબદારીપૂર્વક કાર્ય કરવા આહ્વાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ પંચાયતોના સરપંચોને ગ્રામીણ સ્તરે વધુ પારદર્શિતા, ગુણવત્તા અને જવાબદારી સાથે વિકસિત ભારત માટે વિકસિત ગ્રામનું કર્તવ્ય નિભાવવા આહવાન કર્યુ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ વર્ષનું કેન્દ્ર સરકારનું બજેટ પણ કર્તવ્યને મુખ્ય આધાર લઈને બનાવવામાં આવ્યું છે એટલું જ નહિ, આ બજેટમાં ગ્રામ વિકાસ પર વિશેષ ઝોંક આપવામાં આવ્યો છે. આ સંદર્ભમાં તેમણે દેશના વિકાસમાં ગામડાઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે તેમ જણાવતા સરપંચોને પણ ગામના વડા તરીકેનું કર્તવ્ય જવાબદારી પૂર્વક અદા કરીને વિકસિત ભારતના નિર્માણમાં સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી જનશક્તિને જોડવાનું પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ ગુજરાત વિધાનસભા ખાતે ગણેશ વાસુદેવ માવળંકર સંસદિય અભ્યાસ અને તાલીમ બ્યૂરોના ઉપક્રમે ‘ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમનો વિધાનસભા…











