આવતી કાલે વિશ્વ કેન્સર દિવસ, જાણો આ વર્ષની થીમ

દર વર્ષે 04 ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં ‘વિશ્વ કેન્સર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ નાગરિકોમાં કેન્સર વિશે જાગૃતિ વધારવાનો અને આ રોગ સામે લડવા માટે વૈશ્વિક સ્તરે પ્રયાસોને વધુ મજબૂત બનાવાનો છે. કેન્સર આજે વિશ્વભરમાં મૃત્યુના મુખ્ય કારણોમાં એક છે. નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ મુજબ, દેશમાં વર્ષ-2025માં કેન્સરના અંદાજિત 14 લાખથી વધુ કેસ નોંધાયા હતા. દરેક વ્યક્તિની કેન્સર સામેની લડત વ્યક્તિગત, અલગ અને અનન્ય હોય છે. આ વર્ષે વિશ્વ કેન્સર દિવસની થીમ “United by Unique” છે. જે વ્યક્તિ કેન્દ્રિત કેન્સર સંભાળના મહત્વ પર ભાર મૂકે છે, જે દર્શાવે છે કે, કેન્સરથી પીડિત દરેક વ્યક્તિને સંવેદનશીલ, સમાન અને કરુણાસભર સારવાર મળવી આવશ્યક છે. છેલ્લા ચાર વર્ષમાં 30 વર્ષથી વધુ ઉમરના 3 કરોડથી વધુ…