Ankleshwarમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ઝૈનબ પાર્ક ખાતે સફાઈ અભિયાન Infrastructure Growth 2026
Ankleshwarમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ઝૈનબ પાર્ક ખાતે સફાઈ અભિયાન Ankleshwar, 29 સપ્ટેમ્બર: Ankleshwar શહેરમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકાના સહયોગથી ઝૈનબ પાર્ક ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, નગરપાલિકાના હોદ્દેદારો અને કાર્યકરોએ શ્રમદાન કરીને સફાઈ કરી હતી. ઝૈનબ પાર્ક વિસ્તારમાં યોજાયેલા આ સફાઈ અભિયાન દરમિયાન ભાજપના આગેવાનો અને કાર્યકરોએ હાથમાં ઝાડુ લઈને આસપાસના વિસ્તારમાં સફાઈ કરી હતી. જાહેર સ્થળો સ્વચ્છ રહે અને નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા જાળવવા તથા આસપાસનો વિસ્તાર કચરામુક્ત રાખવા અંગે પણ સંદેશ આપવામાં આવ્યો હતો. -> ઝૈનબ પાર્ક ખાતે સફાઈ અભિયાન : Ankleshwar શહેરના વિવિધ…






