ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, નવસારી-વલસાડમાં રેડ એલર્ટ જાહેર

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય બન્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે એલર્ટ જાહેર કર્યા છે. ગુજરાત હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ બંને જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે, તેમજ નદીઓ અને નાળાઓમાં પાણીના સ્તરમાં વધારો થવાની શક્યતા છે. સ્થાનિક વહીવટી તંત્રને પણ સાવચેતી રાખવા અને જરૂરી વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતના સુરત, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં…

ગુજરાતની મહાનગરપાલિકાઓમાં હવે વહિવટદાર શાસન, વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ

ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ થવાના કારણે હવે ત્યાં વહિવટદારો દ્વારા વહીવટ સંભાળવામાં આવશે. આગામી દિવસોમાં જ્યાં સુધી નવું બોર્ડ રચાશે નહીં ત્યાં સુધી મહાનગરપાલિકાઓનો દૈનિક વહીવટ સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા વહિવટદારો સંભાળશે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ વિવિધ શહેરોની મહાનગરપાલિકાઓ માટે વહિવટદારોની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં અગ્ર સચિવ મુકેશ કુમારને વહિવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકામાં શાલિની અગ્રવાલને ચાર્જ સોંપવામાં આવ્યો છે, જ્યારે સુરત મહાનગરપાલિકામાં શિક્ષણ સચિવ મિલિંદ તોરવણેની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકામાં હર્ષદ પટેલને વહિવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ થવાની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. ભાવનગર અને અમદાવાદ મહાનગરપાલિકામાં 9 માર્ચે બોર્ડની મુદત પૂર્ણ થશે. જામનગર…

લુપ્ત થવાની કગારે પહોંચેલી જરીકલાને 120 વર્ષથી જીવંત રાખતો સુરતનો જરીવાલા પરિવાર, યુવા પેઢીની પસંદ બની જરી સાડીઓ

ભારત પોતાની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર અને પરંપરાગત હસ્તકળાઓ માટે વિશ્વવિખ્યાત છે. એમાં પણ ગુજરાત અને ખાસ કરીને સુરતની જરીકલા આગવી ઓળખ ધરાવે છે. ગ્રીક વિદ્વાન મેગેસ્થનીઝના ગ્રંથોમાં ઉલ્લેખિત થયેલી અને આજે GI ટેગ ધરાવતી સુરતની જરીકલા, જરી-જરદોશી વર્ક પ્રાચીન સમયથી ચાલતી આવતી એક અમૂલ્ય પરંપરા છે. આવી જ પરંપરાને સુરતના સગરામપુરાનો જરીવાલા પરિવાર છેલ્લા 120 વર્ષથી વધુ સમયથી જીવંત રાખી રહ્યો છે. સુરતની ઓળખ માત્ર ખાણીપીણી કે ઉદ્યોગોથી નહીં, પરંતુ જરી ઉદ્યોગ જેવી પરંપરાગત કલાઓથી પણ બનેલી છે. સુરતના સગરામપુરાના એક જ પરિવાર દ્વારા પેઢી દર પેઢી સંવર્ધિત થતા પરંપરાગત જરી ઉદ્યોગની શરૂઆત જેકીશનદાસ ચપડીયા દ્વારા કરવામાં આવી હતી. સમય બદલાતો ગયો તેમ પેઢીઓ બદલાતી ગઈ, પરંતુ જરીનો વારસો યથાવત રહ્યો. આજે આ પરિવારની નવી પેઢી…

સ્માર્ટ સિટી સુરતનું સ્માર્ટ મોડેલ… હવે ‘ડાયમંડ સિટી’ બનશે ‘ઝીરો વેસ્ટ સિટી ;જાણો વિગત

એક સમયે માત્ર હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જાણીતું સુરત શહેર આજે પર્યાવરણ જાળવણી અને કચરાના નિકાલ માટે સમગ્ર દેશમાં પથદર્શક બની રહ્યું છે. સુરત હવે માત્ર ‘ડાયમંડ સિટી’ તરીકે નહીં, પણ ‘ઝીરો વેસ્ટ સિટી’ તરફ આગળ વધી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ‘અર્બન ડેવલપમેન્ટ વર્ષ’ – શહેરી વિકાસ વર્ષની ઉજવણીના અવસરે સુરત મહાનગરપાલિકાએ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ‘ગ્રીન ગ્રોથ’ને પણ પ્રાથમિકતા આપી છે. વિકાસની હરણફાળ ભરી રહેલું સુરત શહેર હવે પર્યાવરણની જાળવણીમાં પણ દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. મહાનગરપાલિકાએ આગામી બે વર્ષમાં શહેરમાંથી નીકળતા ઘન બાંધકામ કચરા (C&D Waste)ના 100 ટકા રિસાયકલિંગનું લક્ષ્ય રાખ્યું છે. એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે કે શહેરનો કોઈપણ બાંધકામ કચરો ડમ્પિંગ સાઈટ સુધી પહોંચવાને બદલે સ્થળ પર જ…

સુરત: કોબ્રા સાપના ઝેરનું મોટા પાયે સ્મગલિંગ નેટવર્ક પકડાયું, 7 આરોપીઓ ઝડપાયા

સુરત પોલીસ દ્વારા ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત પ્રતિબંધિત કોબ્રા સાપના ઝેરનો મોટા પાયે સ્મગલિંગ નેટવર્ક પકડાયું છે. આ કાર્યવાહી દરમ્યાન કુલ 6.5 મિલીલીટર કોબ્રા ઝેર જપ્ત કરવામાં આવ્યું છે, જેના આંતરરાષ્ટ્રીય બજાર મૂલ્યનો અંદાજ 5.85 કરોડ રૂપિયા છે. પોલીસે 7 આરોપીઓને ધરપકડ કરી છે, જેમાં મનસુખ ધીનૈયા અને ચીમન ભૂવા સુરતના રહેવાસી છે અને અન્ય 5 વડોદરાના રહેવાસી છે. આરોપીઓએ આ ઝેરને 9 કરોડ રૂપિયામાં વેચવાની ડીલ ફાઈનલ કરી હતી. જપ્ત કરાયેલ ઝેર વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ સંપૂર્ણ પ્રતિબંધિત છે. ઝેરનો ગેરકાયદેસર ઉપયોગ વિવિધ હેતુઓ માટે થાય છે, જેમ કે: – બ્લડ પ્રેશર અને હાર્ટ એટેક માટેની દવા – લોહી ગંઠાવાની દવા – એન્ટી વેનોમ – કેન્સર ઉપચાર માટેની દવા – કેટલીક વખત રેવ પાર્ટીમાં નશાના…

શું રેલવે ગેરરીતિનો અડ્ડો..?? | GUJARATI NEWS BULLETIN

ભારતીય રેલવે બન્યો ગેરરીતિનો અડ્ડો ભારતીય રેલ્વેમાં સુરક્ષાનો ભંગ માલગાડીમાંથી ખુલ્લેઆમ અનાજની ચોરી જાગૃત નાગરિકે ચોરીનો બનાવ્યો વિડિયો દારૂ અને માદક પદાર્થોની રેલવેમાં હેરાફેરીનો આક્ષેપ ZRUCCના પૂર્વ સભ્યનો તંત્રને લેટર બુટલેગરોની યાદી સાથે રેલ્વે પોલીસને જાણ કરાઈ સ્ટેશન પર ખુલ્લેઆમ દારૂ, અફીણ, ચરસની હેરાફેરીનો આક્ષેપ રેલવે પોલીસની હદમાં અનેક કાંડ છતાં તંત્રની નિષ્ક્રિયતા સુરક્ષા તંત્ર આંખ મીંચીને બેઠું છે કે અસમર્થ? Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

સુરતમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, 57 વર્ષના શખ્સની ધરપકડ

સુરતના સરથાણા વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને નિંદનીય ઘટના સામે આવી છે, જેમાં 57 વર્ષના આધેડે 6 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ પોતાની દુકાનમાં બાળકી સાથે આ કૃત્ય કર્યું હતું. સરથાણા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તા. 11 જાન્યુઆરી 2026ના રોજ સાંજના આશરે 7 વાગ્યે એક વૃદ્ધ દાદા પોતાના પૌત્ર અને પૌત્રીને ઘરની બહાર રમાડવા લઈ ગયા હતા. આ દરમિયાન પૌત્ર રડવા લાગતા દાદા તેને ઘરે મુકવા ગયા હતા. તે સમયે સરથાણામાં આયુર્વેદિક શેમ્પૂ અને દવાઓની દુકાન ચલાવતા વિનોદ મોહનભાઈ અણઘણ (ઉંમર 57, મૂળ રહેવાસી હડમતીયા ગામ, પાલીતાણા, જી. ભાવનગર) એ દાદાને પોતાની વાતોમાં ભોળવી પૌત્રીને દુકાનમાં બેસાડવાની વિનંતી કરી હતી. દાદા પૌત્રને ઘરે મુકવા ગયા…

DJના તાલે 2026ના વધામણાં, ગુજરાતમાં તો વરસાદી માહોલ વચ્ચે યુવાધન હિલોળે ચડ્યું

દુનિયાભરના લોકો માટે નવા વર્ષની રાત્રિ હંમેશા ખાસ હોય છે, અને 2026નું સ્વાગત પણ એ જ ઉત્સાહ સાથે થઈ રહ્યું છે. સમય ઝોન પ્રમાણે ધરતીના અલગ-અલગ ખૂણાઓમાં નવા વર્ષની શરૂઆત થઈ રહી છે. સૌથી પહેલા પ્રશાંત મહાસાગરમાં આવેલા નાનકડા દ્વીપીય દેશ કિરિબાતીના કિરિટીમાટી આઇલેન્ડ પર 2026ની પહેલી સવાર ઉગતી જોવા મળી, જ્યાં લોકોએ પરંપરાગત ઉત્સવો અને ખુશીના માહોલ સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું. ન્યૂઝીલેન્ડના ચાથમ આઇલેન્ડ અને ઓકલેન્ડમાં પણ નવાં વર્ષની ઉજવણી ઉત્સાહથી ભરી હતી. સ્કાય ટાવર આસપાસ હજારો લોકો ભેગા થયા અને રોશની, સંગીત અને આનંદ સાથે નવા વર્ષને વંદન કર્યું. એશિયામાં ચીન અને સિંગાપુર જેવા શહેરોમાં કાઉન્ટડાઉન અને ભવ્ય આતશબાજી સાથે ઉજવણી જોવા મળી. જાપાનમાં 31 ડિસેમ્બરના રોજ બૌદ્ધ મંદિરોમાં 108 ઘંટની પરંપરા મુજબ…

70 લાખથી વધુ આબાદી ધરાવતું દેશનું પ્રથમ સ્લમ ફ્રી શહેર બનવાની દિશામાં સુરત અગ્રેસર, હાંસલ થઈ શકે છે અનોખી સિદ્ધિ

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ બેઠકમાં ચર્ચાયેલા મુદ્દા અને મુખ્યમંત્રીએ આપેલા નિર્દેશો અંગે પ્રેસ-મીડિયાના મિત્રોને માહિતગાર કર્યા હતા. મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાજ્યના નગરો-મહાનગરોને સ્લમ ફ્રી એટલે કે, ઝૂંપડપટ્ટી મુક્ત શહેરો બનાવવા માટે એક મહત્વકાંક્ષી પહેલ કરી હતી. વર્ષ 2006માં સુરતની લગભગ 38 ટકા આબાદી ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતી હતી. ઝૂપડપટ્ટીમાં વસવાટ કરતા આ નાગરિકોનું જીવન ધોરણ ઊંચું લાવીને શહેરમાં સ્લમ વિસ્તાર ઘટાડવા વડાપ્રધાન એ છેલ્લા બે દાયકામાં અનેકવિધ પ્રયાસો કર્યા છે. જેના પરિણામ સ્વરૂપે આજે સુરતમાં ઝુપડપટ્ટીમાં વસવાટ કરતા નાગરિકોની સંખ્યા ઘટીને 5 ટકા સુધી પહોંચી છે. જેથી સુરતમાં સ્લમ વિસ્તાર લગભગ નહિવત થવાના આરે છે અને…

રાજ્યના TET ઉમેદવારો માટે સારા સમાચાર: 2 વર્ષના વિલંબ પછી 133 કેન્દ્ર પર TET પરીક્ષાની જાહેરાત

રાજ્યના શિક્ષક બનવા ઈચ્છતા TET (Teacher Eligibility Test) ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા છે. 2 વર્ષના લાંબા વિરામ બાદ રાજ્યમાં TET પરીક્ષા યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ પગલાથી વિદ્યાર્થીઓની લાંબી રાહત અને આતુરતાનો અંત આવ્યો છે. પરીક્ષા વિગતો કુલ ઉમેદવારો: રાજ્યભરમાંથી અંદાજે 1 લાખથી વધુ અમદાવાદમાં ઉમેદવારો: 26,381 પરીક્ષા કેન્દ્ર: 133 અવધિમાં વધારો: પરીક્ષાના સમયમાં 30 મિનિટનો વધારો શહેરો: અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ આયોજન અને સંચાલન રાજ્યના મુખ્ય શહેરોમાં પરીક્ષા સજ્જ રીતે આયોજન કરવામાં આવી રહી છે. 133 કેન્દ્રો પર પરીક્ષાનું સંચાલન કરીને વિદ્યાર્થીઓને સરળતાથી ભાગ લેવા સુવિધા આપવામાં આવશે. આ વર્ષના TET પરીક્ષા આયોજનને લઈને ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER :…