સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો, સોનું ₹1,62,000ને સ્પર્શ્યું
બુધવારે રાત્રે એમસીએક્સ (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે યુદ્ધના તણાવ અને આર્થિક અનિશ્ચિતતાને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણની દિશા તરફ વળ્યા છે, જેના પરિણામે કિંમતી ધાતુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો ચાંદીના ભાવમાં એક જ દિવસમાં ₹31,000નો ઉછાળો નોંધાયો. તેની સાથે ચાંદીનો ભાવ ₹3,75,000 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. બજારના નિષ્ણાતો જણાવે છે કે આ તેજી અત્યંત અપ્રતિમ છે અને આગામી સમયમાં ચાંદી ₹૪ લાખની સપાટી પણ સ્પર્શી શકે છે. સોનામાં 5% જેટલો જંગી ઉછાળો સોનામાં એક જ સેશનમાં ₹8,000નો વધારો જોવા મળ્યો, જે ટકાવારી પ્રમાણે લગભગ 5% જેટલો છે. આ ઉછાળાના કારણે સોનું 10 ગ્રામ માટે ₹1,62,000 ની સપાટી સુધી પહોંચી ગયું છે. આ તેજી પાછળના…
ચાંદીમાં એક જ દિવસમાં ₹17,000નો ભારે ઉછાળો, સોનાના ભાવમાં પણ જોરદાર વધારો
સોના અને ચાંદીના ભાવ હાલ રોકાણકારોને ચોંકાવી રહ્યા છે. કિંમતી ધાતુઓના ભાવમાં દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે અને બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. રિટેલ રોકાણકારોથી લઈને મોટા રોકાણકારો સુધી સોના-ચાંદીમાં ભારે ખરીદી કરી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે આ તેજી ટૂંકા ગાળાની નહીં પરંતુ લાંબા ગાળાની હોઈ શકે છે. ચાંદીના ભાવમાં એક જ દિવસે ₹17,000થી વધુનો ઉછાળો શુક્રવારે MCX પર ચાંદીના ભાવમાં અચાનક વિસ્ફોટક વધારો નોંધાયો હતો. 5 માર્ચના વાયદા માર્કેટમાં 1 કિલો ચાંદીની કિંમત એક જ દિવસે ₹17,145 વધીને ₹2,40,935 સુધી પહોંચી હતી. ટ્રેડિંગ દરમિયાન ચાંદીનો ભાવ લગભગ ₹19,000 વધીને ₹2,42,000 પ્રતિ કિલો સુધી પહોંચ્યો હતો. સોનામાં પણ તેજી બીજી તરફ સોનાના ભાવમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો. MCX પર 5…











