પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે PM મોદીનો રશિયાનો પ્રવાસ રદ્દ, વિક્ટ્રી ડે પરેડમાં આપવાના હતા હાજરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રશિયા પ્રવાસ મુલતવી રાખવામાં આવ્યો છે. તેઓ રશિયામાં વિક્ટ્રી ડે ની પરેડમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ જોડાવાના હતા પરંતુ તેમનો કાર્યક્રમ હવે મુલતવી રાખવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે પહેલગામ આતંકવાદી હુમલા અને ત્યારબાદ પાકિસ્તાન સાથેના તણાવને કારણે આ પ્રવાસ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય, ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે પણ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી 9 મેના રોજ મોસ્કોમાં વિક્ટ્રી ડે પરેડમાં હાજરી આપવાના હતા. બંને દેશોમાં આ અંગે ઉત્સાહ હતો, પરંતુ થોડા દિવસો પહેલા જ તેને મુલતવી રાખવાની માહિતી આવી હતી. જાણો કેમ કરવામાં આવે છે વિક્ટ્રી ડે પરેડ બીજા વિશ્વયુદ્ધમાં નાઝી જર્મની પર સોવિયેત યુનિયનના વિજયની વર્ષગાંઠ નિમિત્તે…







