સુનિતા વિલિયમ્સનું પૃથ્વીપર પરત ફરવાનું કાઉન્ટ ડાઉન શરૂ, કેપ્સ્યુલ ખોલ્યા પછી સ્ટ્રેચર પર લેવાશે
અમેરિકન અવકાશ એજન્સી નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 19 તારીખે સવારે 3 વાગ્યેને 27 મિનિટે પૃથ્વી પર પાછા ફરશે. બંને અવકાશયાત્રીઓ સ્પેસએક્સ ક્રૂ કેપ્સ્યુલમાં સમુદ્રમાં ઉતરશે. આ કેપ્સ્યુલ ખોલ્યા પછી, અવકાશયાત્રીઓને સ્ટ્રેચર પર લાવવામાં આવશે. એવું નથી કે તે બીમાર હોવાથી તેમને સ્ટ્રેચર પર લાવવામાં આવશે,પરંતુ આ એટલા માટે છે કારણ કે તે અવકાશયાત્રીઓ માટે સલામતી પ્રોટોકોલનો એક ભાગ છે. અવકાશમાં મહિનાઓ વિતાવ્યા પછી, અવકાશયાત્રીઓ અચાનક ચાલી શકતા નથી. તેમના શરીરમાં પણ ઘણા ફેરફારો થાય છે, જે તેમના સંતુલન અને સ્નાયુઓને અસર કરે છે. ખરેખર, પૃથ્વી પર, ગુરુત્વાકર્ષણ આપણા શરીરને નિયંત્રણમાં રાખે છે, પરંતુ અવકાશમાં આવું થતું નથી. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પૃથ્વી તરફ સતત મુક્ત રીતે ધસી રહ્યું છે. આનાથી અવકાશયાત્રીઓ વજનહીન અનુભવે…
સુનિતા વિલિયમ્સ મંગળવારે સાંજે તેમના સાથીબૂચ વિલ્મોર સાથે પૃથ્વી પર પરત ફરશે, પરત યાત્રાનું થશે લાઇવ ટેલિકાસ્ટ
અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ જેઓ 9 મહિનાથી વધુ સમયથી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર તેમના સાથી બૂચ વિલ્મોર સાથે અટવાયેલા છે તેમને લઇને એક સારા સમાચાર આવ્યા છે, . આંતરરાષ્ટ્રીય અવકાશ એજન્સી નાસાએ રવિવારેજણાવ્યું હતું કે સુનિતા વિલિયમ્સ મંગળવાર સાંજે તેમના સાથીબૂચ વિલ્મોર સાથે પૃથ્વી પર પરત ફરશે. તેઓ તેમના સમયપત્રકના એક દિવસ પહેલા પૃથ્વી પર પરત ફરી રહ્યા છે. નાસા અને સ્પેસએક્સે એજન્સીના ક્રૂ-10 મિશનની વાપસી માટે ફ્લોરિડાના દરિયાકાંઠે હવામાન અને સ્પ્લેશડાઉન પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરવા માટે એક બેઠક પણ યોજી હતી સુનિતા વિલિયમ્સ ભારતીય સમય મુજબ સવારે 3:30 વાગ્યે પરત ફરશે :- નાસાએ રવિવારે એક નિવેદન જારી કરીને કહ્યું, “અવકાશયાત્રીઓ મંગળવારે સાંજે આશરે 5.57 વાગ્યે (2157 GMT) ઉતરાણ કરશે.” ભારતીય સમય મુજબ, સુનિતા વિલિયમ્સ સવારે 3:30 વાગ્યે…








