સુનિતા વિલિયમ્સ મંગળવારે સાંજે તેમના સાથીબૂચ વિલ્મોર સાથે પૃથ્વી પર પરત ફરશે, પરત યાત્રાનું થશે લાઇવ ટેલિકાસ્ટ

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ જેઓ 9 મહિનાથી વધુ સમયથી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર તેમના સાથી બૂચ વિલ્મોર સાથે અટવાયેલા છે તેમને લઇને એક સારા સમાચાર આવ્યા છે, . આંતરરાષ્ટ્રીય અવકાશ એજન્સી નાસાએ રવિવારેજણાવ્યું હતું કે સુનિતા વિલિયમ્સ મંગળવાર સાંજે તેમના સાથીબૂચ વિલ્મોર સાથે પૃથ્વી પર પરત ફરશે. તેઓ તેમના સમયપત્રકના એક દિવસ પહેલા પૃથ્વી પર પરત ફરી રહ્યા છે. નાસા અને સ્પેસએક્સે એજન્સીના ક્રૂ-10 મિશનની વાપસી માટે ફ્લોરિડાના દરિયાકાંઠે હવામાન અને સ્પ્લેશડાઉન પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરવા માટે એક બેઠક પણ યોજી હતી

સુનિતા વિલિયમ્સ ભારતીય સમય મુજબ સવારે 3:30 વાગ્યે પરત ફરશે :- નાસાએ રવિવારે એક નિવેદન જારી કરીને કહ્યું, “અવકાશયાત્રીઓ મંગળવારે સાંજે આશરે 5.57 વાગ્યે (2157 GMT) ઉતરાણ કરશે.” ભારતીય સમય મુજબ, સુનિતા વિલિયમ્સ સવારે 3:30 વાગ્યે પૃથ્વી પર ઉતરશે. અગાઉ, તેમની ઉતરાણ તારીખ બુધવાર માટે નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવામાન અનુકૂળ બન્યા પછી, તે વહેલી નક્કી કરવામાં આવી હતી. નાસા સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

લેન્ડિંગનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે :- નાસાએ એવી પણ જાહેરાત કરી છે કે તેઓ ક્રૂ-૧૦ ના વાપસીનું લાઈવ પ્રદર્શન કરશે અને અપડેટેડ શેડ્યૂલ તેમની વેબસાઇટ પર શેર કરશે. અવકાશયાત્રી નિક હેગ અને રોસકોસ્મોસ અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ, જેઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પાછા લાવવા ગયા હતા, તેઓ પણ ડ્રેગન કેપ્સ્યુલ પર પાછા ફરશે. સોમવારે સાંજે હેચ બંધ કરવાની તૈયારીઓ સાથે પરત યાત્રાનું લાઇવ ટેલિકાસ્ટ શરૂ થશે.

તે 7 દિવસ માટે ગઈ હતી પણ 9 મહિના પછી પાછી આવી રહી છે :- સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર માટે, નવ મહિનાનો અણધાર્યો રોકાણ સમાપ્ત થવાનો છે. બંને ગયા વર્ષે જૂન 2024માં બોઇંગના સ્ટારલાઇનર દ્વારા ISS પર પહોંચ્યા હતા. આ મિશન સાત દિવસ માટે નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ સ્ટારલાઇનરમાં ટેકનિકલ સમસ્યાઓના કારણે તેઓ ત્યાં જ અટવાઈ ગયા, ત્યારબાદ નાસાએ હવે તેમને લાવવા માટે બીજી ટીમ ISS મોકલી.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Ranpurમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી: વિશાળ એકતા રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

બોટાદ જિલ્લાના રાણપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. Ranpur ગ્રામ પંચાયત દ્વારા રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ભાઈચારાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાના હેતુથી વિશાળ એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, હોમગાર્ડ તથા GRD જવાનો ઉપરાંત ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાયેલી આ રેલીને કારણે Ranpurમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો. રેલી દરમિયાન ઉપસ્થિત લોકો દ્વારા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રાણપુર પોલીસ સ્ટેશનથી ગ્રામ પંચાયત સુધી યોજાઈ એકતા રેલી Ranpur ગ્રામ પંચાયત દ્વારા આયોજિત વિશાળ એકતા રેલીની શરૂઆત Ranpur પોલીસ સ્ટેશન ખાતેથી કરવામાં આવી હતી.…

social mediaમાં મોટી મોટી વાતો, પરિણામ શૂન્ય! ઋત્વિજ મકવાણાની વાયરલ પોસ્ટ બની ચર્ચાનો વિષય…..

સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસના નેતા અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિજ મકવાણાની એક social media પોસ્ટ ચર્ચાનો વિષય બની છે. મકવાણાએ થોડા દિવસો અગાઉ સોશિયલ મીડિયા પર એવો મોટો રાજકીય દાવો કર્યો હતો કે ભાજપ અને આમ આદમી પાર્ટીના કુલ પાંચ આગેવાનો કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે. આ જાહેરાત બાદ સુરેન્દ્રનગરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. જોકે, હવે આ દાવાને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં હજુ સુધી એક પણ આગેવાન કોંગ્રેસમાં જોડાયો હોવાની સત્તાવાર જાહેરાત સામે આવી નથી. આ સ્થિતિને કારણે હવે ઋત્વિજ મકવાણાની તે વાયરલ પોસ્ટ સામે જ સવાલો ઊભા થઈ રહ્યા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે જો પાંચ આગેવાનો ખરેખર કોંગ્રેસમાં જોડાવાના હતા તો તેમના પક્ષ પ્રવેશ અંગે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *