બિહાર : ભાગલપુરમાં ગંગા નદીમાં 21 શ્રમિકો સાથે બોટ પલટી : 19નો બચાવ, 2 લાપતા
બિહારના ભાગલપુર જિલ્લામાં બુધવારે ગંગા નદીમાં એક મોટી બોટ દુર્ઘટના સર્જાતા ખળભળાટ મચી ગયો હતો. નવગછિયા વિસ્તારમાં પૂર રાહત અને બચાવ કામગીરી માટે જઈ રહેલા 21 શ્રમિકોને લઈને જળ સંસાધન વિભાગની બોટ અચાનક તેજ પ્રવાહમાં પલટી ગઈ હતી. દુર્ઘટના બાદ રાહત અને બચાવ ટીમો તાત્કાલિક સક્રિય થઈ હતી. અત્યાર સુધીમાં 19 શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે બે શ્રમિકો હજુ પણ લાપતા છે. SDRFના ગોતાખોરો દ્વારા બંને લાપતા શ્રમિકોની શોધખોળ માટે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બપોરે 2:30 વાગ્યે બની બોટ દુર્ઘટના મળતી માહિતી પ્રમાણે, નવગછિયાના રાઘોપુર વિસ્તારમાં પાળ તૂટ્યા બાદ પૂર રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી માટે જળ સંસાધન વિભાગ સાથે જોડાયેલા શ્રમિકો બોટ મારફતે અસરગ્રસ્ત વિસ્તારમાં જઈ…
વિશાખાપટ્ટનમના સિંહાચલમ મંદિરમાં મોટી દુર્ઘટના, દિવાલ ધરાશાયી થતાં 8 લોકોના મોત, 3 ઘાયલ
બુધવારે વહેલી સવારે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં સિંહાચલમ ખાતે શ્રી વરાહલક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરમાં ચંદનોત્સવ દરમિયાન એક દુ:ખદ ઘટના બની. ભારે વરસાદ અને ભારે પવનને કારણે, મંદિર સંકુલમાં તાજેતરમાં બનાવેલી દિવાલ ધરાશાયી થઈ, જેમાં 8 લોકો માર્યા ગયા અને 3 અન્ય ઘાયલ થયા. મૃતકોમાં 5 પુરુષો અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઘટનાથી મંદિરમાં હાજર ભક્તોમાં ગભરાટ ફેલાઈ ગયો. NDRF અને SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રાહત અને બચાવ કામગીરી સંભાળી અને ઘણા લોકોને બચાવ્યા. ભારે વરસાદ બાદ ભારે પવન ફૂંકાતા સિંહાચલમ ટેકરી પર રાત્રે લગભગ 2:15 વાગ્યે આ અકસ્માત થયો. આ દરમિયાન, 300 રૂપિયાની ટિકિટ માટે કતારમાં ઉભા રહેવા માટે બનાવેલી નવી દિવાલનો એક ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો. દિવાલના કાટમાળ નીચે દટાઈ જવાથી સાત…
પાકિસ્તાનમાં હાઇજેક કરાયેલી ટ્રેનના 104 બંધકોને મુક્ત કરાવાયા, 100થી વધુ હજુ બાનમાં
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં હાઇજેક થયેલી ટ્રેનમાં બંધક બનાવવામાં આવેલા 100 થી વધુ લોકોના જીવ હજુ પણ જોખમમાં છે. ટ્રેનનું અપહરણ થયાને 24 કલાકથી વધુ સમય વીતી ગયો છે. બંધકોને મુક્ત કરાવવા માટે પાકિસ્તાન સુરક્ષા દળોનું બચાવ કાર્ય સતત ચાલુ છે. દરમિયાન, બલુચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદે બચાવ કામગીરીમાં અત્યાર સુધી મળેલી સફળતા વિશે માહિતી આપી છે. શાહિદ રિંદના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 80 બંધકોને બચાવી લેવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં ૧૦૪ બંધકોને મુક્ત કરવામાં આવ્યાનો ખુલાસો થયો છે :- મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું બહાર આવ્યું છે કે અત્યાર સુધીમાં અપહરણ કરાયેલી ટ્રેનમાંથી 100 થી વધુ બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, ૧૦૪ બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે. આ દરમિયાન, બલુચિસ્તાન ટ્રેન હાઇજેકિંગ પર પાકિસ્તાનના વડા પ્રધાન…
બિહારના કટિહારમાં ગંગા નદીમાં બોટ પલટી જતાં 3ના મોત, અનેક લોકો લાપતા
-> બિહારના કટિહાર જિલ્લામાં એક મોટી બોટ દુર્ઘટના સામે આવી છે.. કટિહારમાં ગંગા નદીમાં બોટ પલટી જતાં અનેક લોકો ડૂબી ગયા. બોટમાં કુલ 17 લોકો સવાર હતા જેમાંથી ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે : -> ઘણા લોકોનો કોઇ પત્તો નથી :- હજુ પણ ઘણા લોકો ગુમ હોવાના અહેવાલ છે.ચાર લોકોએ તરીને પોતાનો જીવ બચાવ્યો હતો. તમામ લોકો દક્ષિણ કરીમુલ્લાપુરના મેઘુ ઘાટથી બોટમાં સવાર થઈને ગદ્દાઈ ડાયરા જઈ રહ્યા હતા. બોટ દુર્ઘટનાની માહિતી મળતાં જ SDRF અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે. ઘટનાસ્થળે ગ્રામજનોની પણ મોટી ભીડ ઉમટી પડી છે. જે ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે તેમાં 60 વર્ષીય પવન કુમાર, 70 વર્ષીય સુધીર મંડલ અને…












