નવા ઇરાની સુપ્રીમ લીડરની પસંદગી વચ્ચે ઇઝરાયલનો હુમલો, એસેમ્બલી ઑફ એક્સપર્ટ્સની બિલ્ડિંગ નિશાન પર

ઇરાનમાં નવા સુપ્રીમ લીડરની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ઇઝરાયલે કોમ શહેરમાં હવાઈ હુમલો કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. માહિતી મુજબ ‘એસેમ્બલી ઑફ એક્સપર્ટ્સ’ની તે ઇમારતને નિશાન બનાવવામાં આવી, જ્યાં વરિષ્ઠ ધર્મગુરુઓ બેઠક માટે એકત્રિત થયા હતા. ‘એસેમ્બલી ઑફ એક્સપર્ટ્સ’માં 88 સભ્યો હોય છે, જેઓ દેશના સુપ્રીમ લીડરની પસંદગી માટે જવાબદાર છે. હુમલામાં ઇમારતને ભારે નુકસાન થયું હોવાનું જણાવાયું છે, પરંતુ તે સમયે અંદર કેટલા લોકો હાજર હતા તેની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. જંગના પહેલા દિવસે અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હુમલામાં ઇરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારથી સુપ્રીમ લીડરનું પદ ખાલી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ચાર દિવસમાં ભારે જાનહાનિ ઇરાની રેડ ક્રેસન્ટ સોસાયટીના…