રાજસ્થાનના બીકાનેરમાં ગમખ્વાર અકસ્માત: પતિ-પત્ની સહિત 3નાં મોત, એક ગંભીર

રાજસ્થાનના બીકાનેર જિલ્લામાં સોમવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં પતિ-પત્ની સહિત ત્રણ લોકોનાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. નોંખાથી માડપુરા ગામ તરફ જઈ રહેલી કારને ખીંવસર-માડપુરા માર્ગ પર સામેથી રોંગ સાઈડમાં આવેલા ડમ્પરે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કારનો સંપૂર્ણ કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જોધપુર રિફર કરવામાં આવ્યો છે. પરિવાર સાથે ગામ તરફ જઈ રહ્યા હતા રાજસ્થાનના બીકાનેર જિલ્લામાં મળતી માહિતી મુજબ, સુગનારામ ડૂડી પોતાના પરિવાર સાથે નોંખાથી માડપુરા ગામ તરફ પરત ફરી રહ્યા હતા. પરિવાર કારમાં મુસાફરી કરી રહ્યો હતો. દરમિયાન ખીંવસર-માડપુરા માર્ગ પર સામેથી પૂરપાટ ઝડપે ડમ્પર આવ્યું હતું.…

કેરળ, ગુજરાત, હિમાચલ અને રાજસ્થાનમાં ક્યાંક પૂર તો ક્યાંક ભૂસ્ખલન, વરસાદે મચાવ્યો કહેર

કેરળ સાથે દેશભરમાં ચોમાસાએ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. એક તરફ કેરળમાં સતત ધોધમાર વરસાદ અને ભૂસ્ખલનના બનાવોએ ભારે જાનહાનિ સર્જી છે, તો બીજી તરફ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનને કારણે માર્ગ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે, જ્યારે રાજસ્થાન, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને દિલ્હી-એનસીઆર સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ અને ગાજવીજનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરતા લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. કેરળમાં ભારે વરસાદથી આફત, 8 લોકોના મોત કેરળમાં શનિવારથી શરૂ થયેલા ભારે વરસાદે અનેક જિલ્લાઓમાં વિનાશ વેર્યો છે. સતત વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 8 લોકો ગુમ હોવાનું…

IMDની ચેતવણી : દેશના વાતાવરણમાં મોટો ફેરફાર, અનેક રાજ્યોમાં એલર્ટ

દેશના હવામાનમાં આવનારા દિવસોમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ IMD જણાવ્યું છે કે ઉત્તર ભારતમાં ગરમીનું મોજું વધુ તીવ્ર બનશે, જ્યારે દક્ષિણ અને પૂર્વી રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને તેજ પવનની સ્થિતિ સર્જાઈ શકે છે. ઉત્તર ભારતમાં વધશે ગરમી આગામી અઠવાડિયામાં ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારો થવાની ધારણા છે. રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ માં તાપમાન 35 થી 37 ડિગ્રી સુધી પહોંચી શકે છે. દિલ્હી -NCR વિસ્તારમાં હવામાન શુષ્ક રહેશે, જ્યારે હવા ગુણવત્તા સૂચકાંક (AQI) ‘ખરાબ’ શ્રેણીમાં 203 આસપાસ રહેવાની શક્યતા છે. પર્વતીય વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા 23 ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અથવા હિમવર્ષાની શક્યતા છે. 23 થી 24 ફેબ્રુઆરી દરમિયાન…

કીર્તિ પટેલની ધરપકડ: રાજસ્થાનથી જુનાગઢ લાવવામાં આવી, 3 ગુનાઓનો મામલો નોંધાયો

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલને રાજસ્થાનમાંથી ઝડપી લઈને જુનાગઢ પોલીસે લાવ્યો છે. તેના જુનાગઢમાં ત્રણ અલગ-અલગ ગુનાઓના આધારે કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસ ટીમ કીર્તિ પટેલને સીધી જુનાગઢ સિવિલ હોસ્પિટલ લઇ ગઈ હતી અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન મીડિયાને દૂર રાખવામાં આવ્યું હતું. કેસની પૃષ્ઠભૂમિ મામલો મહાશિવરાત્રી મેળા દરમિયાન મૃગીકુંડમાં સ્નાન કરવા મુદ્દે ઊભેલા વિવાદથી શરૂ થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવાથી ચર્ચા તેજ થઈ. જુનાગઢના યુ-ટ્યુબર અબજલ સીદાએ લાઈવ સ્ટ્રીમમાં આ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત આરોપ છે કે યુવાનને ધમકીઓ આપવામાં આવી હતી અને તેની પાસેથી 20 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. આ દબાણને સહન ન કરી યુવાને ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ તેની સારવાર હોસ્પિટલમાં ચાલી…

પ્રખ્યાત સાધ્વી પ્રેમ બૈસાનું શંકાસ્પદ પરિસ્થિતિઓમાં મૃત્યુ, ઉઠયા અનેક સવાલો

રાજસ્થાનના જોધપુરથી એક સનસનાટીભરી અને ભાવનાત્મક ઘટના સામે આવી છે. સનાતન ધર્મના પ્રચારક સાધ્વી પ્રેમ બૈસાનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુના લગભગ ચાર કલાક પછી, તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી સોશિયલ મીડિયા પર એક કથિત સુસાઇડ નોટ પોસ્ટ કરવામાં આવી હતી, જેનાથી આ મામલો સામે આવ્યો હતો. આ પોસ્ટે સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ, બ્લેકમેઇલિંગ અને માનસિક ત્રાસ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સાધ્વી પ્રેમ બૈસા છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય હતી, અને તેના વીડિયો વાયરલ થયા હતા. તેણીએ આ વીડિયોના સંદર્ભમાં એક પુરુષ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. સાધ્વીએ જણાવ્યું હતું કે વાયરલ વીડિયોમાં તેના પિતાનો સમાવેશ થાય છે, જે એડિટ કરીને ખોટી રીતે પ્રસારિત કરવામાં આવ્યો હતો. તેણીએ બ્લેકમેલ…

રાજસ્થાન: હાઈવે પર ઊંટ કારની છત તોડી અંદર ઘૂસ્યો, ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત

રાજસ્થાનના હાઈવે પર રાત્રિના સમયે એક અદ્વિતીય અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, પૂરપાટ ઝડપે આગળ વધી રહેલી કારને અચાનક એક મહાકાય ઊંટ ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે ઊંટ હવામાં ઉછળીને સીધું કારની છત પર પડી અને છત તોડી અંદર ઘૂસ્યો. આ ભયાનક અકસ્માતમાં કાર ચલાવી રહેલા ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. કાડવામાં આવ્યું કે ઊંટનું અડધું શરીર કારની અંદર અને અડધું બહાર ફસાયેલું હતું. કારની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી, અને અંતે જસીબી મશીનની મદદથી ઊંટને બહાર કાઢવામાં આવ્યું. અકસ્માતમાં કારમાં સવાર અન્ય બે બાળકો સહિત કુલ ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં…

રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીર: BSFએ પકડ્યા પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિક, સરહદ પર ચેતવણી વધારાઈ

બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ તાજેતરમાં રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરની સરહદ નજીક બે શંકાસ્પદ નાગરિકોને પકડી પાડ્યા છે. રાજસ્થાનના જેસલમેર વિસ્તારમાં BSF જવાનોએ એક પાકિસ્તાની નાગરિકને પકડ્યો છે, જ્યારે જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક એક શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિક અટકાવવામાં આવ્યો છે. જેસલમેરમાં પાકિસ્તાની નાગરિક પકડાયો જેસલમેર BSFના જવાનોએ પાકિસ્તાની નાગરિકને નાચના અને નોખ સેક્ટરમાંથી પકડ્યો. પ્રારંભિક તપાસ દરમિયાન, ઘુસણખોરે પોતાની ઓળખ રાણા મોહમ્મદ અસલમના પુત્ર ઇશરત (35) તરીકે આપી છે અને તે પાકિસ્તાનના પંજાબના સરગોધા જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર, શંકાસ્પદ નાગરિક માનસિક રીતે અસ્થિર હોવાની શંકા છે. તેની પાસેથી પાકિસ્તાની ચલણ, છરી અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. વધુ તપાસ માટે તેને નોખ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યું છે. જમ્મુમાં બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ…

IAF લશ્કરી કવાયત: 3-6 ડિસેમ્બર દરમિયાન પાકિસ્તાન સરહદ નજીક એરસ્પેસ રિઝર્વ, NOTAM જારી

ભારતીય વાયુસેનાએ (IAF) 3 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર, 2025 સુધી પાકિસ્તાન સરહદ નજીક દક્ષિણ ક્ષેત્રમાં એક મોટી લશ્કરી કવાયત માટે એરસ્પેસ રિઝર્વ કરવાની જાહેરાત કરી છે. આ માટે નોટમ (NOTAM) જારી કરવામાં આવ્યું છે, જે પાઇલટ્સ, એર ટ્રાફિક કંટ્રોલર્સ અને એરક્રાફ્ટ ઓપરેટર્સ માટે સત્તાવાર સૂચના છે. કવાયતનું વિસ્તાર અને અસર NOTAM અનુસાર, આ એરસ્પેસ રિઝર્વેશન રાજસ્થાનના જોધપુર અને બાડમેર જિલ્લામાં લાગુ પડશે, જે પાકિસ્તાનના રહીમ યાર ખાન અને કરાચી હવાઈ ટ્રાફિક રૂટની નજીક છે. આ પ્રક્રિયા દરમિયાન કરાચી અને રહીમ યાર ખાન હવાઈ રૂટ પર ફ્લાઇટ્સને અસર થઈ શકે છે. કવાયતનો હેતુ આ લશ્કરી કવાયત દરમિયાન ભારતીય વાયુસેનાના ફાઇટર એરક્રાફ્ટ અને સર્વેલન્સ પ્લેટફોર્મ સક્રિય રહેશે. અધિકારીઓએ જણાવ્યું છે કે, આ કવાયત પ્રાદેશિક સુરક્ષા, ઓપરેશનલ તૈયારી અને કૌશલ્ય…

રાજસ્થાન: NCBએ સિરોહીમાં ગુપ્ત મેફેડ્રોન લેબ પકડી, ₹40 કરોડના ડ્રગ્સ જપ્ત

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ રાજસ્થાન પોલીસ સાથે મળીને એક મહત્વપૂર્ણ દરોડામાં મેફેડ્રોન (Mephedrone) ડ્રગ્સની ગુપ્ત લેબ પકડવાની સફળતા મેળવી છે. સિરોહી જિલ્લાના એક દૂરના ગામમાં આવેલ આ પ્રયોગશાળામાંથી લગભગ ₹40 કરોડ કિંમતના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા છે. NCBના જણાવ્યા અનુસાર, દરોડા દરમિયાન ગુપ્ત લેબના મુખ્ય સૂત્રધાર અને ચાર અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વધુમાં, 100 કિલોગ્રામથી વધુ રસાયણો જપ્ત થયા છે, જેનો ઉપયોગ કરીને સમાન માત્રામાં મેફેડ્રોન બનાવવામાં આવતું હતું. સંયુક્ત કામગીરી અને કૉ-ઓર્ડિનેશન આ સફળતા NCB દ્વારા જિલ્લા પોલીસ સાથે માસિક નાર્કો-કોર્ડિનેશન (NCORD) મીટિંગ મિકેનિઝમ મારફતે સંયુક્ત કામગીરીનો પરિણામ છે. NCBએ દેશભરના પોલીસ સ્ટેશન સાથે ગુપ્ત પ્રયોગશાળાઓ વિશે લાલ ધ્વજ સૂચકાંકો (Red Flag Indicators) પણ શેર કર્યા છે, જે ડ્રગ્સના વ્યવસાયને અટકાવવા માટે…

સુપ્રીમ કોર્ટે ઝેરી કફ સિરપ કેસમાં CBI તપાસની અરજી ફગાવી, 23 બાળકોના મોતની ઘટનાઓ પર થઈ ચર્ચા

મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ઝેરી કફ સિરપ પીવાના કારણે થયેલા બાળકોના મોતના ગંભીર મામલે સુપ્રીમ કોર્ટે CBI તપાસની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. અરજી વિસાલ તિવારી દ્વારા દાખલ કરવામાં આવી હતી જેમાં સમગ્ર ઘટનાની તપાસ કરવા અનુરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે અરજી કેમ ફગાવી? ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે આ અરજી પર સુનાવણી કરવાની ઈચ્છા વ્યક્ત કરેલી હતી, પરંતુ જાણ થતાં કે અરજદાર અગાઉથી જ 10થી વધુ જાહેર હિતની અરજી દાખલ કરી ચુક્યા છે, તેમણે આ નવી અરજી પર સુનાવણીનો દરવાજો બંધ કર્યો અને અરજી ફગાવી દીધી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટે અરજીનો વિરોધ કરતા કહ્યું કે અરજી માત્ર સમાચાર અહેવાલો પર આધારિત છે…