કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓના કુલ 32 લાખથી વધુ ખેડૂતોને ચૂકવાઈ સહાય, જાણો વિગત

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ કૃષિ રાહત પેકેજની પ્રગતિની સમીક્ષા કરી હતી. જે અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કૃષિ રાહત પેકેજ હેઠળ ખેડૂતોને સહાય આપવા માટે અત્યાર સુધીમાં 32 લાખથી વધુ ખેડૂતોના કુલ રૂ. 9516 કરોડના ઓનલાઇન બીલો તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકી આજની સ્થિતિએ કુલ 32.૪૯ લાખ ખેડૂતોને કુલ રૂ. 9466 કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે. આ બાબતે વિગતો માહિતી આપતાં પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, ઓક્ટોબર ૨૦૨૫માં થયેલા કમોસમી વરસાદ સંદર્ભે 33 જિલ્લાઓમાંથી 30,06,865 લાભાર્થીના રૂ. 8610 કરોડના ઓનલાઈન બિલો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં આજની સ્થિતિએ 29,93,689 ખેડૂતોને કુલ રૂ. 8571 કરોડની…

4.00 PM 4 રિપોર્ટર LIVE | GROUND REPORT | GUJARATI NEWS BULETIN

ભાવનગર : મહુવામાં મધરાતથી અવિરત વરસાદ શહેરના વિસ્તારો પાણીમાં તરબોળ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત ગાંધી બાગ, વીટીનગર રોડ, ખોખરા પ્લોટ વિસ્તારો પાણી-પાણી ગાંધીજીનું બાવળું અને શાકમાર્કેટ વિસ્તારમાં ભરાયા પાણી મોનસૂન પૂર્વ તૈયારી અંગે તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલો ગાંધી બાગ રોડ, શાકમાર્કેટ, વીટી નગર રોડ સહિત વિસ્તારોમાં પાણી ભરાયા નેસવડ, નાના-મોટા જાદરા, દૂધેરી અને ડોળીયા ગામોમાં સતત વરસાદ કપાસ, મગફળી અને ડુંગળીના પાકને નુકસાનની ભીતિ  દિલીપ ગળથરીયા_સંવાદદાતા મહુવામાં ધોધમાર વરસાદથી માલણ ડેમ ઓવરફ્લો માલ નદી બે કાંઠે વહેતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા ઘરોમાં પાણી ઘૂસી જવાથી ખોરાક અને સામાનનું નુકસાન ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ મહુવા પંથકમાં 11 ઇંચ વરસાદથી ખેતરો અને ગામો બન્યા પાણીમાં તરબતર સિહોર તાલુકામાં કોસમી વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા…

નવરાત્રી બાદ દિવાળી પર પણ પડશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વરસાદી માહોલ રહ્યો હતો. વરસાદનું વિઘ્ન નવરાત્રિમાં નડ્યું હતું. ત્યાર બાદ હવે દિવાળી તહેવાર પર વરસાદનો સામનો કરવો પડે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી. આ સાથે જ શક્તિ વાવાઝોડાને લઈને પણ આગાહી કરવામાં આવી છે. ગુજરાત પર શક્તિ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. આ દરમિયાન વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, આજથી એટલે કે 6 થી 8 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં વરસાદની સ્થિતિ બની રહેશે. શક્તિ વાવાઝોડુંને લઈ પણ આગાહી કરતાં જણાવ્યું કે તે ઓમાનથી ગુજરાત તરફ આવી શકે છે. પરંતું તેની અસર ગુજરાતમાં ઓછી થઈ શકે છે. શક્તિ વાવાઝોડું દરિયામાં સમાઈ જાય તથા સૌરાષ્ટ્ર તરફ આવતા જ વાવાઝોડાની ગતિ મંદ પડી શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયા કિનારે…

રાજ્ય સરકારે ખેડૂતો માટે લીધો મોટો નિર્ણય, જાણો ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઇની ક્યારે શરૂ થશે ટેકાના ભાવે ખરીદી

રાજ્ય સરકારે રાજયના ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે. ખેડૂતો પાસેથી વિવિધ ખરીફ પાકોની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરાશે. જેમાં રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન 2025-26 માં લઘુતમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઇની સીધી ખરીદી કરવામાં આવશે. લઘુતમ ટેકાના ભાવે ખરીદી માટે આ વર્ષે ડાંગર-કોમન માટે રૂ. 2369 પ્રતિ ક્વિન્ટલ, ગ્રેડ-એ ડાંગર માટે રૂ. 2389 પ્રતિ ક્વિ.,મકાઈ રૂ. 2400 પ્રતિ ક્વિ., બાજરી રૂ.2775 પ્રતિ ક્વિ., જુવાર-હાઈબ્રીડ રૂ. 3699 પ્રતિ ક્વિ., જુવાર –માલદંડી રૂ.3749 પ્રતિ ક્વિ. તથા રાગી માટે રૂ. 4886 પ્રતિ ક્વિન્ટલની કિંમત નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત બાજરી,જુવાર તથા રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ…

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 232 તાલુકાઓમાં વરસાદ, સુત્રાપાડા તાલુકામાં 8 ઇંચ વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ ગત 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાના 232 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં 8 ઇંચ વરસાદ વરસાદ તથા વલસાડના કપરાડા અને ઉમરગાવ, ગીર સોમનાથના પાટણ-વેરાવળ અને જૂનાગઢના માંગરોળમાં 4-4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. આજે, તા. 29 સપ્ટેમ્બર,2025ના રોજ સવારે 6 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 115.10 ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 140.23 ટકા, ઉત્તર ગુજરાતમાં 120.19 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 115.17 ટકા, દક્ષિણ ગુજરાતમાં 121.72 ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં 101.96 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. 146 ડેમ હાઇ એલર્ટ પર SEOCના અહેવાલ મુજબ સવારે 8 કલાક…

કેરળમાં આ વર્ષે 4 દિવસ વહેલી થશે ચોમાસાની એન્ટ્રી, જાણો આ વર્ષે કેવો રહેશે વરસાદ

હવામાન વિભાગે રવિવારે જણાવ્યું હતું કે દક્ષિણપશ્ચિમ ચોમાસું 27 મેના રોજ કેરળ પહોંચી શકે છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂન સુધીમાં કેરળ પહોંચે છે, પરંતુ આ વખતે તે કેરળ વહેલું પહોંચવાની ધારણા છે. જો 27 મે સુધીમાં ચોમાસુ કેરળમાં આવી જશે, તો તે 2009 પછીનું સૌથી પહેલું ચોમાસુ હશે. 2009 માં, ચોમાસુ 23 મે ના રોજ કેરળમાં પહોંચ્યું હતું. ગયા વર્ષે, ચોમાસું 30 મેના રોજ કેરળમાં પ્રવેશ્યું હતું, જેમાં સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા હતી . જ્યારે ચોમાસું કેરળમાં 2023માં 8 જૂન, 2022માં 29 મે, 2021માં 3 જૂન અને 2020માં 1 જૂને પહોંચ્યું હતું. સામાન્ય રીતે દક્ષિણપશ્ચિમ ચોમાસું 1 જૂને કેરળ પહોંચે છે અને 8 જુલાઈ સુધીમાં સમગ્ર ભારતને આવરી લે છે. 17 સપ્ટેમ્બરથી, ચોમાસું ભારતના…

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં માવઠું થવાની શક્યતા

ગુજરાતમાં આગામી સમયમાં બેવડી ઋતુનો અહેસાસ થશે. માર્ચના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં આકરો તાપ તો પડશે, સાથે સાથે માવઠુ પણ થઇ શકે છે. ગુજરાતના જાણીતા આગાહીકારો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી 31 માર્ચથી 5 એપ્રિલ વચ્ચે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. ગુજરાતમાં 29 માર્ચથી એપ્રિલના શરૂઆત સુધીમાં ઉત્તર પૂર્વ ગુજરાત, કચ્છના ભાગોમાં છાંટા પડવાની શક્યતાઓ રહેશે. મધ્યપ્રદેશના અને ગુજરાતના નજીકના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને ક્યાંક છાંટા પડવાની શક્યતા છે. 19 એપ્રિલથી ફરી હવામાનમાં પલટો આવી શકે અને વાદળછાયું વાતાવરણ આવી શકે છે. 20 એપ્રિલથી ગરમી વધતી જાય અને 26 એપ્રિલથી કાળજાળ ગરમી પડવાની શરૂ થઇ શકે છે. ગુજરાતના ભાગમાં 42થી 45 ડિગ્રી…

સ્વપ્ન શાસ્ત્ર: ત્રણ સપના જે ભગવાનની કૃપા દર્શાવે છે, જો તમે તેને જુઓ તો સમજો કે દરેક સમસ્યા દૂર થશે

રાત્રે સૂતી વખતે સપના આવવા એ સામાન્ય વાત છે. પરંતુ સ્વપ્ન વિજ્ઞાન કહે છે કે, દરેક સ્વપ્ન સાથે જીવનના કોઈને કોઈ સંકેત જોડાયેલા હોય છે. સ્વપ્ન વિજ્ઞાનમાં આવા ઘણા સપનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે, જે ભગવાનના વ્યક્તિથી ખુશ અથવા નાખુશ હોવાનો સીધો સંકેત છે. અહીં અમે તમને આવા ત્રણ સપના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ભગવાનના પ્રસન્ન થવાના સંકેત માનવામાં આવે છે. ચાલો જાણીએ તે શુભ સંકેતો વિશે- -> સ્વપ્નમાં વરસાદ જોવાની નિશાની :- સ્વપ્ન વિજ્ઞાન અનુસાર, જો સ્વપ્નમાં વરસાદ દેખાય છે, તો તેનો અર્થ એ છે કે ભગવાન તમારાથી ખૂબ ખુશ છે. આ પછી, તમારા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે. ઉપરાંત, નાણાકીય કટોકટીનો ઉકેલ આવી શકે છે…

અમદાવાદમાં હળવા વરસાદથી ચાલુ કાંકરિયા કાર્નિવલ ખોરવાયો

B india અમદાવાદ : કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ગુરુવારે સાંજે ચાલી રહેલા કાંકરિયા કાર્નિવલ 2024ની ઉજવણીમાં હળવા વરસાદે વિઘ્ન નાંખ્યું હતું. જ્યારે અણધાર્યો વરસાદ પડ્યો ત્યારે કાર્નિવલના બીજા દિવસે સ્ટેજ પર્ફોમન્સ શરૂ થવાનું હતું. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ઉત્સાહભેર પહોંચેલા અનેક લોકોએ અચાનક વરસેલા વરસાદને કારણે વિદાય લેવાનું શરૂ કરી દીધું હતું, જે શિયાળો અને કેલેન્ડર વર્ષનો છેલ્લો સપ્તાહ હોવાને કારણે મોટાભાગના લોકો માટે આશ્ચર્યજનક હતું. ઇલેક્ટ્રોનિક્સ અને ડિજિટલ સાધનોને વરસાદથી બચાવવા માટે ટેકનિશિયનો અને આયોજકો દોડી ગયા હતા. ગઈકાલે મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલા આ સપ્તાહ સુધી ચાલનારા આ મહોત્સવનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા કરવામાં આવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારથી કાર્નિવલ એ વાર્ષિક કાર્યક્રમ છે. તેમના…