ગઢચિરોલીમાં લોહિયાળ જંગ: C-60 કમાન્ડોએ નક્સલીઓના ગઢમાં ઘૂસીને ૩ને ઠાર કર્યા, એક જવાન શહીદ
મહારાષ્ટ્ર અને છત્તીસગઢની સરહદે આવેલા ગઢચિરોલીના અભેદ્ય જંગલોમાં છેલ્લા ત્રણ દિવસથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ રહી છે. ભામરાગઢ વિસ્તારમાં માઓવાદીઓની ઘાતક ‘કંપની નંબર 10’ છુપાઈ હોવાની ચોક્કસ બાતમી મળતા મહારાષ્ટ્ર પોલીસના પ્રખ્યાત C-60 યુનિટના ૧૪ દળ મેદાનમાં ઉતર્યા હતા. ઓપરેશનની વિગતો મંગળવારથી શરૂ થયેલા ઓપરેશનમાં અત્યાર સુધીમાં એક મહિલા નક્સલી સહિત કુલ ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. સુરક્ષા દળોએ નક્સલીઓના બે મોટા કેમ્પ શોધી કાઢ્યા અને તેમને જમીનદોસ્ત કરી દીધા, જ્યાંથી આધુનિક AK-47 રાઈફલ્સ અને વિસ્ફોટકોનો જથ્થો મળ્યો. શહીદી અને ઘાયલો આ ભીષણ અથડામણમાં મહારાષ્ટ્ર પોલીસના ૩૮ વર્ષીય C-60 સૈનિક દીપક ચિન્ના મડાવી શહીદ થયા. તેમને તાત્કાલિક એરલિફ્ટ કરીને સારવાર માટે લઈ જવામાં આવી હતી, પરંતુ કમનસીબે તેઓ બચી ન શક્યા.…
નશાખોરોની ખેર નથી..! | GUJARAT | GUJARATI NEWS BULLETIN
31ની ઉજવણીને લઈ રાજ્યનું પોલીસ વિભાગ સજ્જ બનાસકાંઠાઃ થર્ટી ફસ્ટને લઇ ડીસા ઉતર પોલીસ એકશનમાં પોલીસે હોટલ સંચાલકો સાથે યોજી બેઠક પી.આઈ દ્વારા હોટલ સંચાલકોને કડક સૂચનાઓ અપાઈ રાજકોટઃ થર્ટી ફસ્ટને લઈ SOG પોલીસ એકશનમાં માધાપર ચોકડી ખાતે વાહન ચેકીંગ હાથ ધરાયું સુરતઃ પોલીસ કમિશ્નર દ્વારા થર્ટી ફસ્ટ ને લઇ મહત્વની સૂચના સુરત પોલોસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતનું નિવેદન કાયદાનું ઉલ્લંઘન કરી થર્ટી ફસ્ટની ઉજવણી કરવામાં ના આવે વડોદરાઃ 31મીને ધ્યાનમાં રાખી વાહન ચેકિંગ હાથ ધરાયું સંગમ ચાર રસ્તા નજીક ચેકિંગ કરવામાં આવ્યું વાહન ચાલકોના ડોક્યુમેન્ટ તપાસાયા વડોદરા: 31 ડિસેમ્બર મુદ્દે પોલીસ કમિશનર નરસિમ્હા કોમરનું નિવેદન Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ભકત વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ બોડેલીમાં કૌભાંડનો ખુલાસો ! FIR દાખલ, ખોટી સહીઓ અને વિદેશી નાગરિકોની નિમણૂક
છોટાઉદેપુર જિલ્લામાં બોડેલીના ભકત વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટમાં મોટા કૌભાંડની સામે પોલીસ કાર્યવાહી શરૂ થઈ છે. ટ્રસ્ટના પ્રમુખ કંચનભાઈ મણીભાઈ પટેલ અને મંત્રી શાંતિલાલ ત્રિકમભાઈ પટેલ સામે ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે. જેમાં 17 ગેરહાજર સભાસદોની ખોટી સહી સાથે ઠરાવ પસાર કરવામાં આવ્યા છે. આ જઠલણમાં, નવા 25 ટ્રસ્ટીઓની નિમણૂક માટે ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરાયો છે. વિદેશી નાગરિકોની ખોટી નિમણૂક FIR મુજબ, ચાર ટ્રસ્ટીઓએ ખોટા એફિડેવિટ આપી જણાવ્યું હતું કે તેઓ ભારતીય નાગરિક છે, જ્યારે ચોક્કસ રીતે તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ એમીરિકા (USA) ના નાગરિક છે. આ વિદેશી નાગરિકોની ટ્રસ્ટમાં સામેલ કરવાનો ખુલાસો ગુજરાતના ચેરિટી રજીસ્ટ્રારને કરવામાં આવ્યો, પરંતુ એ પહેલા ટ્રસ્ટના પ્રમુખ અને મંત્રી દ્વારા આ એફિડેવિટને ખોટા દસ્તાવેજો તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. આ ઘટના…
Amreli: ધારીના મૌલાનાનું મળ્યું પાકિસ્તાન કનેશન, તપાસનો ધમધમાટ શરૂ
પહેલગામમાં આતંકી હુમલા બાદ રાજ્યભરમાં ગેરકાયદે વસતા લોકો સામે તંત્રએ લાલ આંખ કરી છે. આ દરમિયાન અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હિમખીમડીપરામાં ધારી પોલીસ દ્વારા ગઈકાલે તપાસ કરવામાં આવી હતી. જેમાં મદ્રેસાના મૌલાનાનું પાકિસ્તાન કનેશન સામે આવ્યું છે. મૌલવીના મોબાઈલમાંથી પાક-અફઘાનિસ્તાનના ગ્રુપ મળી આવ્યા છે. ગઈકાલે ધારીના હિમખીમડી પરામાં ગઈકાલે કાલે ધારી પોલીસે તપાસ કરી હતી. જેમાં પોલીસને મૌલાનાની ગતિવિધિઑ પર શંકા ગઈ હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી અને મૌલાનાના ફોનમાંતે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા હતા. આ ઘટનાને લઈને SOG એ મોબાઈલ કબ્જે લઈ તપાસ હાથ ધરી છે. આ સાથે જ પોલીસે મૌલાનાનો મોબાઈલ ફોન લઈ વધુ તપાસ માટે FSLમાં મોકલ્યો છે. મૌલાનાની શંકાસ્પદ ગતિવિધિ સામે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો…
સમાજને કલંકિત કરતી ઘટના આવી સામે.! | F.I.R | #rajkot
સમાજને કલંકિત કરતી ઘટના આવી સામે.! સમાજને કલંકિત કરતી ઘટના! રંગીલા રાજકોટમાં ફરી ભદ્ર સમાજને કલંકિત કરતી ઘટના દીકરી સમાન પુત્રવધૂ સાથે સસરાએ કર્યાં અડપલાં રાજકોટમાં સસરો બન્યો હેવાન… પુત્રવધૂ પર બગાડી દાનત સમાજને કલંકિત કરતી ઘટના! સમાજને કલંકિત કરતી ઘટના આવી સામે.! | F.I.R | https://t.co/EFqTkPj8jJ#rajkot #gujarat #crime #Bindia #gujaratpolice #rajkotpolice @GujaratPolice pic.twitter.com/WZdmWgaZhh — B India (@buletin_india) April 22, 2025
Telangana: પેઇનકિલર ઇન્જેક્શન આપ્યા પછી કિશોરનું મોત
હૈદરાબાદ પોલીસે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ત્રણ કિશોરોને પેઇનકિલર્સ વેચવા બદલ બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. પોલીસે સોમવારે જણાવ્યું હતું કે, ડ્રગનું ઇન્જેક્શન આપ્યા પછી 17 વર્ષના છોકરાનું મૃત્યુ થયું હતું. રાચકોંડા પોલીસ કમિશનરેટ દ્વારા જારી કરાયેલા એક પ્રકાશન મુજબ, પેઇનકિલર ગોળીઓ વેચનારાઓમાં એક મેડિકલ શોપનો માલિક છે. યુવકે ગોળીઓને કચડી નાખી, તેમાં મીઠું પાણી ભેળવીને ઇન્જેક્શન આપ્યું. ઇન્જેક્શન પછી, ત્રણેય મિત્રો બીમાર પડ્યા. ગયા અઠવાડિયે તેમને શહેરની અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, તેમાંથી એક 17 વર્ષીય કિશોરનું 19 એપ્રિલના રોજ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી. મૃતકના પિતાએ આ બાબતે બાલાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ અંગે કાર્યવાહી કરતા, પોલીસે હત્યા ન ગણાતા સદોષ માનવવધ અને…
અમદાવાદમાં યુવકને માર મારવા મામલે ખુલાસો, યુવક માનસિક અસ્થિર હોવાનું આવ્યું સામે
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક યુવકને લોકો લાકડીના ડંડા વડે મારતા હોવાનો વીડિયો સામે આવ્યો હતો. લોકોએ યુવકને ઢોર માર મારી પોલીસને સોંપ્યો હતો. જેના બાદ યુવકને માર મારવાની ઘટનામાં પોલીસ તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો. યુવકની હકીકત સામે આવતા મહીલાઓએ ફરિયાદ કરવાનો ઇનકાર કર્યો હતો. પોલીસ તપાસમાં થયો ખુલાસો:- શાહિબાગ પોલીસની તપાસમાં સિવિલ હોસ્પિટલના વાયરલ થયેલ વિડિયોને લઇને નવો વળાંક આવ્યો છે. પોલીસ તપાસમાં યુવક કેમ આવું વર્તન કરતો હોવાની સમગ્ર હકીકત સામે આવી. યુવક માનસિક અસ્થિર હોવાના કારણે જાતે જ કપડા કાઢી નાખી નગ્ન થયો હતો. યુવકના પરિચિત એક શખ્સે યુવકમાં થયેલ આ બદલાવનું કારણ આપ્તા જણાવ્યું કે બાળક જન્મતાની સાથે જ 3 વખત મૃત્યુ પામ્યા હોવાથી તે ભાંગી પડ્યો. ત્રણ-ત્રણ વખત સંતાન ગુમાવતા યુવકની…
હરિયાણામાં ગુજરાત પોલીસની ગાડીને નડ્યો અકસ્માત, , 3 પોલીસનાં ઘટના સ્થળે મોત
હરિયાણામાં ગુજરાત પોલીસની ગાડીને અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી મુજબ, રામોલ પોલીસ ગુજરાતથી પંજાબ તપાસ કરવા જઈ રહી હતી. આ દરમિયાન સરકારી કારનો અકસ્માત થયો હતો. અને કાર ટ્રેઈલરની પાછળ ઘુસી જતા ત્રણ પોલીસના ઘટના સ્થળે મોત થયા હતા. અન્ય એક પીએસઆઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હરિયાણાના વડિંગખેડામાં પેટ્રોલ પંપ પાસે અકસ્માત થયો હતો અને કાર ટ્રેઈલરની પાછળ ઘુસી જતા તમામના ઘટના સ્થળે મોત થયા છે. હાઈવે પર ઊભેલા વાહન સાથે પોલીસની ગાડી અથડાઈ હતી. ભારતમાલા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં મોત થતા પોલીસબેડામાં શોકની લાગણી છવાઈ છે. પંજાબ પોકસોના કેસમાં પોલીસ તપાસ માટે જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. આ સમગ્ર અકસ્માતને લઈ વાત કરવામાં આવે…
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 9 લોકોના જીવ લેનારને કેસમાંથી મુક્તિ જોઈએ, તથ્ય પટેલે કરી હાઇકોર્ટમાં અરજી
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 9 નિર્દોષ લોકોના જીવ લેનાર તથ્ય પ્રજ્ઞેશ પટેલ જેલમાં છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ પોલીસ આરોપી તથ્ય વિરુદ્ધ મજબૂત પુરાવા એકઠા કર્યા છે. પોલીસની તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જો કે, હવે 9 લોકોનો ભોગ લેનાર અકસ્માતના આરોપીને આ કેસમાંથી મુક્તિ જોઈએ છે. –>તથ્ય પટેલે કરી હાઇકોર્ટમાં અરજી:- ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે કે, તેમને આ કેસમાંથી મુક્તિ જોઈએ છે. જેના પગલે આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનિય છે કે, અમદાવાદના ઈસ્કોન બ્રિજ પાસે જુલાઈ 2023માં અકસ્માત સર્જ્યો હતો જેમાં 9 લોકોના જીવ લીધા હતા. તેમજ 13 લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. –> શું છે સમગ્ર…
અમદાવાદનાં વેજલપુરમાં ત્રિપલ તલાકની ફરિયાદ, મહિલાએ બાળકોની ટયુશન ફી માંગતા પતિએ તોડ્યો સંબંધ
અમદાવાદમાં ફરી ત્રિપલ તલાકની ઘટના સામે આવી છે. મુસ્લિમ મહિલાને સાવ મામૂલી બાબતમાં પતિએ તલાક આપતા વેજલપુર પોલીસ સ્ટેશનમાં ત્રિપલ તલાકની ફરિયાદ નોંધાઈ છે. વેજલપુરમાં રહેતી મુસ્લિમ મહિલાએ તેના પતિ પાસેથી બાળકોની ટયુશન ફી ભરવા પૈસા માંગ્યા હતા. મહિલાએ પૈસા માંગતા પતિ માર મારવા લાગ્યો હતો. આટલેથી ના અટકી આ મુસ્લિમ શખ્સે તેની પત્નીને ત્રણ વાર તલાક..તલાક..તલાક.. કહી તલાક આપ્યો હતો. ત્યાર બાદ મુસ્લિમ મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. –> સાવ મામૂલી બાબતમાં અપાયો તલાક:- પીડિત મહિલાનું કહેવું છે કે, તેની પાસે કમાણીનું કોઈ સાધન નથી. બાળકો અને તેમનું ભરણપોષણ પતિની આવકમાંથી જ થાય છે. અને એટલે જ બાળકોના અભ્યાસ માટે પતિ પાસે પૈસાની માગણી કરી હતી. આજના સમયમાં બાળકોના શાળાકીય અભ્યાસ ઉપરાંત ટયુશન પણ…
















