હરિયાણામાં ગુજરાત પોલીસની ગાડીને નડ્યો અકસ્માત, , 3 પોલીસનાં ઘટના સ્થળે મોત

હરિયાણામાં ગુજરાત પોલીસની ગાડીને અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી મુજબ, રામોલ પોલીસ ગુજરાતથી પંજાબ તપાસ કરવા જઈ રહી હતી. આ દરમિયાન સરકારી કારનો અકસ્માત થયો હતો. અને કાર ટ્રેઈલરની પાછળ ઘુસી જતા ત્રણ પોલીસના ઘટના સ્થળે મોત થયા હતા. અન્ય એક પીએસઆઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

હરિયાણાના વડિંગખેડામાં પેટ્રોલ પંપ પાસે અકસ્માત થયો હતો અને કાર ટ્રેઈલરની પાછળ ઘુસી જતા તમામના ઘટના સ્થળે મોત થયા છે. હાઈવે પર ઊભેલા વાહન સાથે પોલીસની ગાડી અથડાઈ હતી. ભારતમાલા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં મોત થતા પોલીસબેડામાં શોકની લાગણી છવાઈ છે. પંજાબ પોકસોના કેસમાં પોલીસ તપાસ માટે જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી.

આ સમગ્ર અકસ્માતને લઈ વાત કરવામાં આવે તો રામોલ પોલીસ સાંજના સમયે સરકારી કાર લઈને પોકસોના કેસમાં તપાસ માટે પંજાબ જવા માટે નીકળી હતી અને તે દરમિયાન અકસ્માત થયો હતો.આ બનાવની જાણ ગુજરાત પોલીસને કરવામાં આવી છે જ્યારે રામોલ પોલીસ અને અધિકારીઓ હરિયાણા પોલીસ સાથે સંપર્ક કરીને હાલની સ્થિતિ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે.હાલમાં તમામના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પીએમ થયા બાદ મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

અમદાવાદના પૂર અસરગ્રસ્ત વેપારીઓ માટે સરકારનું રાહત પેકેજ: જાણો કોને કેટલી સહાય મળશે

જુલાઈ 2026 દરમિયાન અમદાવાદ જિલ્લામાં પડેલા ભારે વરસાદ અને તેના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિએ વેપારીઓ, લારી-રેકડી ધારકો, કેબિન સંચાલકો તેમજ નાના-મોટા દુકાનદારોને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. અનેક ધંધાર્થીઓની દુકાનો, વેપારનું સાધન-સામાન અને રોજગારના માધ્યમોને નુકસાન થતાં તેમની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પૂર અસરગ્રસ્ત વેપારીઓના પુનર્વસન અને ધંધાને ફરી શરૂ કરવામાં મદદરૂપ થવા માટે વિશેષ ‘આર્થિક અને પુનઃવસન સહાય પેકેજ’ જાહેર કર્યું છે. બે પ્રકારની સહાયનો લાભ મળશે ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરાવ મુજબ અસરગ્રસ્ત વેપારીઓને મુખ્યત્વે બે પ્રકારની રાહત આપવામાં આવશે. પ્રથમ, નુકસાનના પ્રકાર અને ધંધાના માળખા પ્રમાણે ઉચ્ચક રોકડ સહાય આપવામાં આવશે. જ્યારે પાકી દુકાન ધરાવતા પાત્ર વેપારીઓ માટે બીજી વ્યવસ્થા તરીકે બેંકની ટર્મ લોન…

HAR GHAR TIRANGA National Pride 2026: ચકલાસીમાં “ભારત માતા કી જય”ના નાદ સાથે ભવ્ય તિરંગા યાત્રા

હર ઘર તિરંગા અભિયાન 2026: ચકલાસીમાં ભવ્ય તિરંગા યાત્રા, 1,370 નાગરિકો જોડાયા TIRANGA: હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત ચકલાસી નગરપાલિકા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં 1,370 જેટલા નાગરિકોએ રાષ્ટ્રધ્વજ સાથે ભાગ લીધો. દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને જનજન સુધી પહોંચાડવાના હેતુથી દેશભરમાં ચાલી રહેલા હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત ગુજરાતમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જ કડીમાં નડિયાદ તાલુકાના ચકલાસી નગરપાલિકા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી તથા મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાની પ્રેરક ઉપસ્થિતિ અને આગેવાનીમાં યોજાયેલી આ યાત્રામાં અંદાજે 1,370 જેટલા નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તિરંગા યાત્રા દરમિયાન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *