અમદાવાદનાં વેજલપુરમાં ત્રિપલ તલાકની ફરિયાદ, મહિલાએ બાળકોની ટયુશન ફી માંગતા પતિએ તોડ્યો સંબંધ

અમદાવાદમાં ફરી ત્રિપલ તલાકની ઘટના સામે આવી છે. મુસ્લિમ મહિલાને સાવ મામૂલી બાબતમાં પતિએ તલાક આપતા વેજલપુર પોલીસ સ્ટેશનમાં ત્રિપલ તલાકની ફરિયાદ નોંધાઈ છે. વેજલપુરમાં રહેતી મુસ્લિમ મહિલાએ તેના પતિ પાસેથી બાળકોની ટયુશન ફી ભરવા પૈસા માંગ્યા હતા. મહિલાએ પૈસા માંગતા પતિ માર મારવા લાગ્યો હતો. આટલેથી ના અટકી આ મુસ્લિમ શખ્સે તેની પત્નીને ત્રણ વાર તલાક..તલાક..તલાક.. કહી તલાક આપ્યો હતો. ત્યાર બાદ મુસ્લિમ મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

–> સાવ મામૂલી બાબતમાં અપાયો તલાક:- પીડિત મહિલાનું કહેવું છે કે, તેની પાસે કમાણીનું કોઈ સાધન નથી. બાળકો અને તેમનું ભરણપોષણ પતિની આવકમાંથી જ થાય છે. અને એટલે જ બાળકોના અભ્યાસ માટે પતિ પાસે પૈસાની માગણી કરી હતી. આજના સમયમાં બાળકોના શાળાકીય અભ્યાસ ઉપરાંત ટયુશન પણ જરૂરી છે. આગામી સમયમાં બાળકોના અભ્યાસનું નવુ સત્ર શરૂ થવાનું છે. એટલે નવા અભ્યાસ માટે ટયુશન પણ અત્યારે જ નક્કી કરવાના હોય છે. અને એટલે જ ટયુશન ફી માટે પતિ પાસે પૈસાની માગણી કરી હતી. પરંતુ પૈસા માંગતા જ પતિનો ક્રોધે ભરાયો હતો. અને ગુસ્સામાં આવી મને તલાક..તલાક..તલાક.. એમ ત્રણ વખત બોલી તલાક આપી દીધો હતો.

–>ત્રિપલ તલાક કાનૂન મુસ્લિમ મહિલાઓ માટે મદદરૂપ:- ઉલ્લેખનિય છે કે, અન્ય એક કિસ્સામાં મહિલાએ બાળકીને જન્મ આપતા સાસરિયાએ ઘરમાંથી કાઢી મૂકી હતી. કહી શકાય કે મુસ્લિમ મહિલાઓ માટે ત્રિપલ તલાક કાનૂન મદદરૂપ સાબિત થયો છે. મોટાભાગે મુસ્લિમ મહિલાઓ આર્થિક રીતે તેમના પર પતિ પર નિર્ભર હોય છે અને જ્યારે તેઓ ખર્ચ માટે પૈસા માગે છે ત્યારે પતિ ક્રોધિત થાય છે અને તલાક..આપવા જેવા પગલા લે છે. પરંતુ હવે ત્રિપલ તલાક કાનૂનની મદદ લઈ મુસ્લિમ મહિલાઓ પતિ પાસેથી ભરણપોષણનો હક મેળવે છે.

Related Posts

Jio True : મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True5G ડેટા અને કોલિંગ Unlimited

મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True 5G ડેટા અને કોલિંગ નવી દિલ્હી: True  રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે ઓછા બજેટમાં 5G કનેક્ટિવિટી મેળવવા માગતા હોય તો ₹198નો પ્રીપેડ રિચાર્જ પ્લાન ચર્ચામાં છે. આ પ્લાનમાં યોગ્ય ગ્રાહકોને અનલિમિટેડ Jio True 5G ડેટા સાથે દરરોજ 2GB હાઇ-સ્પીડ ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા મળે છે. પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. હાલના રિચાર્જ પ્લાન લિસ્ટિંગ મુજબ ₹198ને જિયોના સૌથી ઓછા ભાવવાળા True 5G Unlimited પ્લાન તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે. જોકે અહીં એક મહત્વની શરત છે. અનલિમિટેડ 5Gનો લાભ દરેક પરિસ્થિતિમાં આપમેળે મળતો નથી. તેનો ઉપયોગ કરવા માટે 5G-સપોર્ટેડ ફોન, જિયોનું True 5G કવરેજ અને પ્લાનની પાત્રતા જરૂરી છે. જિયોની પોતાની માહિતી મુજબ…

Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? Absolute Authority

Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? India નવી દિલ્હી: કોઈ વ્યક્તિ જમીનનો એક નાનો ટુકડો ખરીદે છે. રજિસ્ટ્રી થાય છે, દસ્તાવેજો તેના નામે થાય છે અને ત્યારબાદ તે જમીનને પોતાની મિલકત તરીકે ઓળખાવે છે. પરંતુ અહીં એક મોટો બંધારણીય અને કાનૂની સવાલ ઊભો થાય છે—Indiaની જમીન, નદીઓ, જંગલો અને અન્ય કુદરતી સંસાધનોની આખરે માલિકી કોની છે? શું દેશની તમામ જમીન સરકારની છે? શું નદી કે જંગલ કોઈ વ્યક્તિ પોતાની ખાનગી મિલકત તરીકે ખરીદી શકે? અને જો સરકાર કોઈ ખાનગી જમીન કાયદા હેઠળ હસ્તગત કરી શકે છે, તો ખાનગી માલિકીના અધિકારની હદ કેટલી છે?આ સવાલનો જવાબ એક જ કલમમાં મળતો નથી. Indiaના બંધારણમાં મિલકતનો અધિકાર, રાજ્યની કાયદા બનાવવાની સત્તા, કુદરતી સંસાધનોનું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *