Gujarat POCSO Verdicts 2026: દીકરીઓ તરફ કુદ્રષ્ટિ કરનારાઓ માટે કોઈ દયા નહીં.. Absolute Security..
Gujaratમાં બાળકી-મહિલાઓ સામેના દુષ્કર્મ કેસોમાં ‘ઝીરો ટોલરન્સ’ નીતિની અસર પાંચ વર્ષમાં POCSOના 1,785 ચુકાદા; 908 આરોપીઓને આજીવન કેદ અને 16ને ફાંસીની સજા, ઝડપી તપાસ અને ફાસ્ટ ટ્રેક કોર્ટથી ન્યાય પ્રક્રિયાને વેગ ગાંધીનગર: Gujaratમાં દીકરીઓ અને બાળકોની સુરક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા અપનાવવામાં આવેલી ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અંતર્ગત જાતીય ગુનાઓ સામે કડક અને ઝડપી કાર્યવાહી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ખાસ કરીને બાળકો સામે થતા જાતીય ગુનાઓ માટે લાગુ POCSO (Protection of Children from Sexual Offences) Act હેઠળના કેસોમાં પોલીસ તપાસથી લઈને ચાર્જશીટ અને ત્યારબાદ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાયલ સુધીની પ્રક્રિયાને ઝડપી બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, આ અભિગમના પરિણામે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન POCSO અદાલતો દ્વારા મોટી સંખ્યામાં ચુકાદા આપવામાં આવ્યા…







