રૂપિયાની મજબૂતી: ડોલર ગગડ્યો, ભારત-યુરોપ ફ્રી ટ્રેડ ડીલથી વૈશ્વિક બજારમાં ખળભળાટ
ભારતીય કરન્સી માર્કેટમાં મંગળવારે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ જોવા મળ્યો જ્યારે રૂપિયાએ અચાનક મજબૂતી દર્શાવી અને ડોલર સામે 91.71 પર બંધ થયું. થોડા દિવસ પહેલાં રૂપિયો 92ની કટોકટી સ્તર પર હતો, પરંતુ હવે તેની આ શાનદાર વાપસીથી વૈશ્વિક બજારમાં પણ ચર્ચા શરૂ થઈ છે. ડોલર ઇન્ડેક્સમાં નબળાઈ અને ભારત–યુરોપિયન યુનિયન ફ્રી ટ્રેડ ડીલને રૂપિયા મજબૂતીના મુખ્ય કારણ તરીકે માનવામાં આવી રહ્યું છે. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે રૂપિયાની મજબૂતી પાછળ વિદેશી રોકાણકારોની હડબડી, ડોલર ઈનડેક્સમાં નબળાઈ અને યુરોપિયન ફ્રી ટ્રેડ ડીલનો પ્રભાવ છે. બીજી તરફ, વૈશ્વિક પરિસ્થિતિ, કાચા તેલના વધતા ભાવ અને વિદેશી સંસ્થાગત રોકાણકારોની વેચવાલી રૂપિયા મજબૂતીને થોડું અટકાવી રહી છે. શેરબજાર અને રિઝર્વનો પ્રભાવ: મંગળવારે સેન્સેક્સ 319.78 પોઇન્ટ વધીને 81,857.48 પર બંધ થયો, નિફ્ટી 126.75 પોઇન્ટ…
દુનિયામાં ટ્રેડ, ટેકનોલોજી અને રેયર અર્થ મિનરલ્સ હથિયાર બની રહ્યા છે: PM મોદી, India–EU FTA નું મહત્વ સમજાવ્યું
ભારત–યુરોપિયન યુનિયન (EU) બિઝનેસ ફોરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક અર્થવ્યવસ્થાના બદલાતા પરિસ્થિતિ પર ગંભીર સંબોધન કર્યું. તેમણે જણાવ્યું કે આજે વેપાર, ટેક્નોલોજી અને રેયર અર્થ મિનરલ્સનો ઉપયોગ હથિયાર તરીકે થઈ રહ્યો છે. તેમ છતાં, વડાપ્રધાન મોદીએ કોઈ દેશનું નામ લીધું નહોતું, પરંતુ તેમના નિવેદનને ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક ટ્રેડ અને ટેરિફ નીતિઓ માટે પરોક્ષ સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ India–EU વચ્ચે થયેલા ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ને “નવા યુગની શરૂઆત” ગણાવી અને જણાવ્યું કે આ કરાર માત્ર આર્થિક સહયોગ પૂરતો સીમિત નથી, પરંતુ વૈશ્વિક સ્તરે વિશ્વસનીય, સ્થિર અને ભવિષ્યમુખી સપ્લાય ચેઇનનું નિર્માણ કરવાનું મહત્વપૂર્ણ પગલું છે. તેમણે આંકડાઓ સાથે India–EU સંબંધોની ઊંડાઈ દર્શાવી. EU ના દેશોમાં ભારતીય રોકાણ આશરે 40 અબજ યુરો છે, જ્યારે…
ટ્રમ્પે પીએમ મોદીને ગાઝા શાંતિ બોર્ડમાં જોડાવાનું આમંત્રણ આપ્યું, જાણો વિગત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાઝા માટે બનાવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય સંગઠન ‘બોર્ડ ઓફ પીસ’માં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. આ બોર્ડનો હેતુ ગાઝામાં શાંતિ સ્થાપિત કરવા, પુનઃનિર્માણ કાર્ય આગળ વધારવા અને નવા શાસન વ્યવસ્થાનું સેટઅપ સુનિશ્ચિત કરવાનું છે. બોર્ડનું આયોજન ટ્રમ્પની 20 પોઈન્ટવાળી શાંતિ યોજનાના બીજા ચરણ હેઠળ 15 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું છે. બોર્ડનું મુખ્ય કાર્ય ગાઝાને હથિયારમુક્ત કરવું, ત્યાં માનવતાવાદી સહાય પહોંચાડવી, તબાહ થયેલા માળખાનું પુનઃનિર્માણ કરવું અને ટેકનિકલ પેલેસ્ટિનિયન વહીવટ સ્થાપવું છે. આ કાર્યની દેખરેખ NCAG (નેશનલ કમિટી ફોર ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ગાઝા) દ્વારા કરવામાં આવશે, જેનું નેતૃત્વ પેલેસ્ટાઈનના ભૂતપૂર્વ અધિકારી અલી શાથ કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે આ બોર્ડ અત્યાર સુધીનું સૌથી પ્રતિષ્ઠિત અને મહાન બોર્ડ છે. બોર્ડની કાર્યકારી…
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026: PM મોદી ૧૨ જાન્યુઆરીએ કરાવશે પતંગ મહોત્સવ-2026નો પ્રારંભ
ગુજરાત આગામી ૧૪ જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવા માટે સજ્જ થઈ રહ્યું છે, ત્યારે આગામી ૧૨ જાન્યુઆરી, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026’નું ઉદ્ઘાટન કરશે. આ ઉદ્ઘાટન સમારોહમાં જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’નું આયોજન પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે. 50 દેશોના 135 પતંગબાજો પતંગ મહોત્સવમાં લેશે હિસ્સો ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં 50 દેશોના 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો સહભાગી થશે. આ ઉપરાંત, ગુજરાત સહિત ભારતનાં 14 રાજ્યોમાંથી 936થી વધુ પતંગબાજો ભાગ લેશે. આમ, કુલ મળીને 1071 પતંગ રસિયાઓ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પતંગ ઉડાડશે. વધુમાં, પતંગ મહોત્સવની મુલાકાતે આવતા નાગરિકો માટે ૨૫ હસ્તકલા સ્ટોલ…
સોમનાથ સ્વાભિમાન પર્વમાં હંસરાજ રઘુવંશીના સથવારે હજારો ભાવિકો બન્યા શિવમય
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સોમનાથ મંદિર પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમના ત્રીજા દિવસે હજારો શિવ ભક્તો જાણીતા ગાયક હંસરાજ રઘુવંશીના શિવ ભકિતના ગીત સંગીતમાં શ્રદ્ધાભાવ સાથે શિવ ભક્તિમાં મંત્રમુગ્ધ થયા હતા. શિવ સમા રહે મૂજમે ઔર મે શૂન્ય હો રહા હું, જયકારા બોલો, જયકારા, મેરા ભોલા હૈ ભંડારી, ભોલે નાથ કી શાદી હૈ તો નાચેંગે સહિતના શિવ ભક્તિ ભજન ગીતમાં પ્રવાસી- ભક્તો શિવ ભક્તિમાં રંગાઈ ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાય રહેલા સ્વાભિમાન પર્વમાં આજે ત્રીજા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમના આકર્ષણને લીધે સોમનાથ મંદિરનું સમગ્ર પરિસર ભક્તોથી ઉભરાઇ ગયું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના સંકલનમાં સોમનાથ સ્વાભિમાન પર્વના કાર્યક્રમોની સુંદર પ્રસ્તુતિ લોકપ્રિય બનતા હજારો શિવ ભક્તો માટે આ પર્વ યાદગાર બન્યું છે. …
અરબી સમુદ્ર ઉપર 3 હજાર ડ્રોનથી સર્જાયા દિવ્ય ચિત્રો, વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય અને આકર્ષક ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા આયોજનથી પવિત્ર સોમનાથ ધામમાં ઉત્સવમય અને આનંદસભર માહોલ સર્જાયો હતો. આ ડ્રોન શોમાં અંદાજે 3000 જેટલા ડ્રોનના સહારે અરબી સમુદ્ર ઉપર આકાશમાં પ્રકાશના સુમેળભર્યા સંયોજન દ્વારા વિવિધ બિંદુચિત્રો સર્જવામાં આવ્યા હતા. આકાશમાં ઊભરાતા પ્રકાશમય દૃશ્યો લોકઆકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા. ડ્રોન લાઈટના માધ્યમથી ત્રિશૂળ, ઓમ, તાંડવ નૃત્ય કરતા ભગવાન શંકર, વીર હમીરજી, અહલ્યાભાઈ હોલ્કર, સોમનાથ પર આક્રમણ, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વાભિમાન પર્વનો લોગો તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બિંદુચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ તમામ ચિત્રોએ ભારતીય સંસ્કૃતિ, આત્મગૌરવ અને રાષ્ટ્રીય અભિમાનનું પ્રતિબિંબ રજૂ કર્યું હતું. આ ભવ્ય ડ્રોન શોનું સંચાલન કુલ 40 પ્રશિક્ષિત ઓપરેટરો દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં…
પીએમ મોદી બે દિવસીય આંધ્ર અને ઓડિશાની મુલાકાતે, 2 લાખ કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન
પીએમ નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશ અને ઓડિશાની બે દિવસીય મુલાકાતે જવાના છે. આ મુલાકાત દરમિયાન તેઓ અનેક મહત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રીની આ મુલાકાતને બંને રાજ્યો માટે વિકાસની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વિશાખાપટ્ટનમમાં 2 લાખ કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સમાં પુડીમાડકામાં ગ્રીન હાઇડ્રોજન હબના શિલાન્યાસનો પણ સમાવેશ થાય છે. ગ્રીન એનર્જી ક્ષેત્રે ભારત માટે આ એક મોટી પહેલ માનવામાં આવી રહી છે. ગ્રીન હાઇડ્રોજન હબમાં મોટું રોકાણ પુડીમાડકામાં નિર્માણ થનારા ગ્રીન હાઇડ્રોજન હબમાં અંદાજે 1.85 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થશે. આ પ્રોજેક્ટ ભારતને સ્વચ્છ અને ટકાઉ ઊર્જા ઉત્પાદન તરફ આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સાથે જ રોજગારીના નવા અવસર…
‘સોમનાથની કહાની વિનાશની નહીં, સ્વાભિમાનની ગાથા છે’ — મંદિર પરના આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીનો વિશેષ લેખ
સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ વિદેશી આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિશેષ બ્લોગ પોસ્ટ શેર કરી છે. પોતાના લેખમાં પીએમ મોદીએ સોમનાથ મંદિરને ભારતના આત્માનું શાશ્વત પ્રતીક ગણાવ્યું છે અને જણાવ્યું છે કે આ મંદિર માત્ર પથ્થરોનું માળખું નહીં, પરંતુ અડગ આસ્થા અને સ્વાભિમાનનું પ્રતિક છે. વડાપ્રધાને લખ્યું છે કે ગુજરાતના પશ્ચિમ કિનારે પ્રભાસ પાટણમાં આવેલું સોમનાથ જ્યોતિર્લિંગ દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમમાં પણ વર્ણવાયું છે અને તેનું ધાર્મિક તથા સાંસ્કૃતિક મહત્વ અતિ વિશાળ છે. આક્રમણકારોએ તેને નષ્ટ કરવા અનેક પ્રયત્નો કર્યા, પરંતુ સોમનાથ પ્રત્યેની શ્રદ્ધા ક્યારેય તૂટી નથી. 1026ના આક્રમણની યાદ ઈતિહાસના પાનાંઓને યાદ કરતા પીએમ મોદીએ ઉલ્લેખ કર્યો કે જાન્યુઆરી 1026માં ગઝનીના મહમૂદ દ્વારા સોમનાથ પર ભયાનક આક્રમણ કરવામાં આવ્યું હતું.…
‘જી રામ જી’ બિલ બન્યું કાયદો, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, જાણો શું છે વિગત
ગ્રામિણ ભારત માટે મહત્વપૂર્ણ કાયદાકીય બદલાવ થયો છે. વિકસિત ભારત–રોજગાર અને આજિવિકા મિશન (ગ્રામિણ) એટલે કે ‘VB–જી રામ જી’ વિધેયકને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મંજૂરી આપતાં તે હવે સત્તાવાર રીતે કાયદો બની ગયો છે. આ કાયદા સાથે મનરેગાની જગ્યાએ નવી વ્યવસ્થા અમલમાં આવી છે, જેમાં ગ્રામિણ પરિવારોને હવે વર્ષમાં 100 દિવસના બદલે 125 દિવસનું વેતન આધારિત રોજગાર મળશે. સરકારનું માનવું છે કે આ પગલાથી ગ્રામિણ અર્થતંત્રને મજબૂત આધાર મળશે અને ગરીબ પરિવારોની આવકમાં સ્થિરતા આવશે. સંસદમાં ભારે ચર્ચા અને વિરોધ આ વિધેયક સંસદમાં ભારે ચર્ચા અને વિરોધ વચ્ચે પસાર કરવામાં આવ્યો હતો. વિરોધ પક્ષોએ મનરેગાનું નામ બદલવા અને મહાત્મા ગાંધીનું નામ હટાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમનું કહેવું હતું કે ગાંધીજીના નામ સાથે જોડાયેલી યોજના બદલવી ઐતિહાસિક ભૂલ…
















