રૂપિયાની મજબૂતી: ડોલર ગગડ્યો, ભારત-યુરોપ ફ્રી ટ્રેડ ડીલથી વૈશ્વિક બજારમાં ખળભળાટ

ભારતીય કરન્સી માર્કેટમાં મંગળવારે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ જોવા મળ્યો જ્યારે રૂપિયાએ અચાનક મજબૂતી દર્શાવી અને ડોલર સામે 91.71 પર બંધ થયું. થોડા દિવસ પહેલાં રૂપિયો 92ની કટોકટી સ્તર પર હતો, પરંતુ હવે તેની આ શાનદાર વાપસીથી વૈશ્વિક બજારમાં પણ ચર્ચા શરૂ થઈ છે. ડોલર ઇન્ડેક્સમાં નબળાઈ અને ભારત–યુરોપિયન યુનિયન ફ્રી ટ્રેડ ડીલને રૂપિયા મજબૂતીના મુખ્ય કારણ તરીકે માનવામાં આવી રહ્યું છે.

અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે રૂપિયાની મજબૂતી પાછળ વિદેશી રોકાણકારોની હડબડી, ડોલર ઈનડેક્સમાં નબળાઈ અને યુરોપિયન ફ્રી ટ્રેડ ડીલનો પ્રભાવ છે. બીજી તરફ, વૈશ્વિક પરિસ્થિતિ, કાચા તેલના વધતા ભાવ અને વિદેશી સંસ્થાગત રોકાણકારોની વેચવાલી રૂપિયા મજબૂતીને થોડું અટકાવી રહી છે.

શેરબજાર અને રિઝર્વનો પ્રભાવ:
મંગળવારે સેન્સેક્સ 319.78 પોઇન્ટ વધીને 81,857.48 પર બંધ થયો, નિફ્ટી 126.75 પોઇન્ટ વધીને 25,175.40 સુધી પહોંચ્યું. વિદેશી મુદ્રા રિઝર્વ 701.36 અબજ ડોલર સુધી વધીને રૂપિયા મજબૂતી માટે આધાર પૂરો પાડ્યો. વિશ્વ નાણાકીય નિષ્ણાતો માને છે કે ભારત–EU ફ્રી ટ્રેડ ડીલ રૂપિયાને મજબૂતી આપી રહી છે. આ કરાર ભારતીય એક્સપોર્ટ અને રોકાણ માટે નવી તકો ઉભી કરશે, જેનાથી યુનિયન દેશોમાં ભારતીય ઉત્પાદનનો પ્રવેશ સરળ બનશે.

આ બધાની વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ છે કે હવે અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પ શું કરશે? ભારત-ઈયુ ડીલ પછી, ભારત હવે માત્ર અમેરિકન બજાર પર નિર્ભર નથી. યુરોપ મારફતે અમેરિકામાં પણ ભારતીય ઉત્પાદનો પહોંચવા શરૂ થશે, જે અમેરિકાની નીતિઓ પર અસર પાડશે. વૈશ્વિક ટ્રેડ દૃશ્યમાં આ પરિવર્તન અમેરિકા માટે નવા પડકાર અને વ્યૂહાત્મક વિચાર લાવશે. વિશ્લેષકો માને છે કે આગામી મહિનાઓમાં ડોલર-રૂપી પરિસ્થિતિ અને ભારતના વૈશ્વિક ટ્રેડ સ્ટ્રેટેજી પર વિશ્વનું ધ્યાન રહેશે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Dholka : ખેડૂતો મેદાને: ધોળકામાં પ્રદૂષિત પાણીના વિરોધમાં વિશાળ રેલી, ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આપ્યું સમર્થન 2026

Dholkaમાં પ્રદૂષિત પાણી સામે ખેડૂતોની મહારેલી: 5 ગામના ખેડૂતોનો વિરોધ, જિગ્નેશ મેવાણીનું સમર્થન; ફેક્ટરીઓ સામે કડક કાર્યવાહીની માગ અમદાવાદ જિલ્લાના Dholka તાલુકામાં દૂષિત અને કેમિકલયુક્ત પાણીના મુદ્દે ખેડૂતો અને સ્થાનિકોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. 24 સપ્ટેમ્બરે પાંચ ગામોના ખેડૂતો અને ગ્રામજનોએ મોટી રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો હતો. આ રેલીમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના આગેવાનો પણ જોડાયા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષોથી નગરપાલિકાનું ગંદુ પાણી અને આસપાસના ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી વિસ્તારની ખેતીની જમીન અને ભૂગર્ભજળને અસર કરી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, દૂષિત પાણીની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે અને તેના કારણે ખેતી પર ગંભીર અસર પડી રહી છે. ખેડૂતો દ્વારા સરકાર અને તંત્ર સમક્ષ પ્રદૂષિત પાણીનો કાયમી નિકાલ, અસરગ્રસ્ત જમીનનું…

Gandhinagar : ભાજપમાં ‘નો રિપીટ થીયરી’ નહીં, નવા ચહેરાઓ પર દાવ: 10થી 12 વર્તમાન કોર્પોરેટરોને ફરી ટિકિટ મળવાની શક્યતા

Gandhinagar : ભાજપમાં ‘નો રિપીટ થીયરી’ નહીં, નવા ચહેરાઓ પર દાવ: 10થી 12 વર્તમાન કોર્પોરેટરોને ફરી ટિકિટ મળવાની શક્યતા Gandhinagar મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે 11 ઓક્ટોબરે મતદાન યોજાવાનું છે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા બાદ હવે ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગીને લઈને અંતિમ તબક્કાની ચર્ચાઓ ચાલી રહી છે.આ દરમિયાન ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં Gandhinagar મનપાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી અંગે મંથન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. અહેવાલો મુજબ ભાજપ આ વખતે સંપૂર્ણ ‘નો રિપીટ થીયરી’ અપનાવવાને બદલે મોટા ભાગના વોર્ડમાં નવા ચહેરાઓને તક આપવાની દિશામાં આગળ વધી શકે છે. -> 44 બેઠકો માટે 700થી વધુ દાવેદારો :…