Mangrolમાં અમરનાથ દર્શનની અનુભૂતિ: બર્ફાની બાબાના બરફના શિવલિંગના દર્શન માટે ઉમટ્યા ભક્તો Spiritual Awakening 2026
રિપોર્ટર: પ્રકાશ લાલવાણી, માંગરોળ-જૂનાગઢ Mangrolમાં અમરનાથ દર્શનની અનુભૂતિ: બર્ફાની બાબાના બરફના શિવલિંગના દર્શન માટે ઉમટ્યા ભક્તો જૂનાગઢ: શ્રાવણ માસના પવિત્ર દિવસોના સમાપન પ્રસંગે જૂનાગઢ જિલ્લાના Mangrol શહેરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. Mangrolની ગોપાલ કૃષ્ણ ગૌશાળા ખાતે અમરનાથ ધામમાં થતા બર્ફાની બાબાના દર્શન જેવી અનુભૂતિ કરાવતી વિશેષ ધાર્મિક ઝાંખીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બરફના શિવલિંગ સ્વરૂપે તૈયાર કરવામાં આવેલા બર્ફાની બાબાના અલૌકિક દર્શન માટે માંગરોળ ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. શ્રાવણ માસ ભગવાન શિવની ભક્તિ અને ઉપાસના માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ દરમિયાન શિવભક્તો મંદિરોમાં દર્શન, પૂજા અને અભિષેક કરી ભગવાન ભોળાનાથની આરાધના કરે છે. શ્રાવણના અંતિમ બે દિવસ દરમિયાન માંગરોળમાં યોજાયેલી અમરનાથ ઝાંખીએ આ ધાર્મિક માહોલમાં વધુ ભક્તિ…






