KL રાહુલ પાસે બીજી ટેસ્ટ મેચમાં મોટી સિદ્ધિ હાંસલ કરવાની તક, મોટો રેકોર્ડ બનાવવા કરવા પડશે આટલા રન

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ સીરિઝ ચાલી રહી છે. આ દરમિયાન બીજી ટેસ્ટ મેચ 10 ઓક્ટોબરથી દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ જીતીને, ભારતીય ટીમ બે મેચની સીરિઝમાં ક્લીન સ્વીપ કરવા પર નજર રાખશે. ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં વિરોધી ટીમને એક ઇનિંગ અને 140 રનથી હરાવ્યું હતું. કેએલ રાહુલે પ્રથમ મેચમાં શાનદાર સદી ફટકારી હતી અને 100 રનની ઇનિંગ રમી હતી. હવે, બીજી ટેસ્ટમાં, તેની પાસે એક ખાસ રેકોર્ડ બનાવવાની તક હશે. જો કેએલ રાહુલ વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં 111 રન વધુ બનાવે છે, તો તે 4,000 ટેસ્ટ રનનો આંકડો પાર કરી લેશે. આ ટેસ્ટ રન સ્કોરિંગમાં દિગ્ગજ ઓપનર મુરલી વિજયને પાછળ છોડી દેશે. વિજયે…