ખ્યાતી હોસ્પિટલ PM-JAY કૌભાંડ: હાઈકોર્ટે આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફરી સાંભળવા ટ્રાયલ કોર્ટને આદેશ આપ્યો

– 60 દિવસની મર્યાદા પછી પણ યોગ્ય કારણ હોય તો ડિસ્ચાર્જ અરજીનો અધિકાર યથાવત: હાઈકોર્ટ – તકનિકી કારણોસર અરજી ફગાવવી અયોગ્ય; તમામ દસ્તાવેજ આપી ફરી સુનાવણીનો ટ્રાયલ કોર્ટને આદેશ પંકજ મકવાણા – અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે ખ્યાતી હોસ્પિટલ PM-JAY કેસમાં આરોપીઓ દ્વારા દાખલ કરાયેલી ડિસ્ચાર્જ અરજીઓ ફરીથી સાંભળવા ટ્રાયલ કોર્ટને આદેશ આપ્યો છે. ટ્રાયલ કોર્ટએ અગાઉ ચાર્જશીટ ટ્રાયલ માટે મોકલાયા બાદ 60 દિવસની સમયમર્યાદા પછી અરજી કરવામાં આવી હોવાનું કહી તેને ફગાવી દીધી હતી. હોસ્પિટલના ડિરેક્ટર અને નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટરો સાથે CEO કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી, સંજય પાટોલિયા અને રાહુલ જૈને હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. જસ્ટિસ પી.એમ. રાવલે જણાવ્યું કે ફોજદારી ન્યાયપ્રણાલીમાં ઝડપી ટ્રાયલ સાથે ન્યાયસંગતતા પણ જરૂરી છે અને માત્ર તકનિકી કારણોસર ન્યાયથી વંચિત રાખી શકાય નહીં.…