ગાઝા મુદ્દે ટ્રમ્પના પ્લાનને નેતન્યાહૂનો મોટો ઝટકો, ‘હમાસ ખતમ નહીં થાય ત્યાં સુધી સેના પાછી નહીં હટે’
ગાઝામાં યુદ્ધ લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ આગળ ધપાવવામાં આવી રહેલા શાંતિ પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે સ્પષ્ટ કરી દીધું કે ઇઝરાયલ ‘બોર્ડ ઓફ પીસ’ દ્વારા રજૂ કરવામાં આવેલા 15 મુદ્દાના પ્રસ્તાવને સ્વીકારતું નથી. સાથે જ તેમણે કહ્યું કે હમાસ સંપૂર્ણપણે નિઃશસ્ત્ર નહીં થાય ત્યાં સુધી ઇઝરાયલી સેના ગાઝામાંથી પાછી નહીં ખેંચાય. નેતન્યાહૂનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગાઝામાં યુદ્ધવિરામ બાદ આગળની શાંતિ પ્રક્રિયા, સુરક્ષા વ્યવસ્થા અને પુનર્નિર્માણને લઈને અમેરિકા તથા અન્ય દેશો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ટ્રમ્પના સમર્થનથી તૈયાર કરવામાં આવેલા પ્રસ્તાવમાં હમાસના નિઃશસ્ત્રીકરણની સાથે ગાઝામાં નવી વહીવટી અને સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવાની યોજના હોવાનું અહેવાલોમાં જણાવાયું…
લેબનોનમાં ઈઝરાયેલી સેનાના હુમલાઓ, હિઝબુલ્લાહે યુદ્ધની મોટી ધમકી આપી
ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલી તણાવ વચ્ચે મિડલ ઈસ્ટમાં ફરી એકવાર ખળભળાટ જોવા મળી રહ્યો છે. ઈઝરાયેલે મંગળવારે દક્ષિણ લેબનાનમાં સૈનિકોને વધારીને 80થી વધુ ગામના રહેવાસીઓને તાત્કાલિક ખાલી કરવાનો આદેશ આપ્યો છે. ત્યારે ઇરાન સમર્થિત હિઝબુલ્લાહે સ્પષ્ટ કર્યું છે કે તે ઈઝરાયેલી સેનાના હુમલાનો જવાબ આપવા માટે તૈયાર છે. હિઝબુલ્લાહે ઉત્તર ઈઝરાયેલ તરફથી રોકેટ અને ડ્રોન છોડ્યા છે. આના જવાબમાં ઈઝરાયેલી હવાઈ દળે લેબનાનમાં મોટા હવાઈ હુમલા કર્યા, જેમાં 52 લોકોના મૃત્યુ થયા અને 150થી વધુ લોકો ઘાયલ થયા. હજારો લોકોને પોતાનું ઘર છોડવું પડ્યું છે. હિઝબુલ્લાહે જણાવ્યું કે તેણે ઉત્તર ઈઝરાયેલ તરફ બે વખત રોકેટ ફેંક્યા છે. ઈઝરાયેલી હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના ટીવી અને રેડિયો સ્ટેશનોના ભવનને પણ નુકસાન પહોંચી ગયું છે. બપોરે બેરૂતના દક્ષિણ વિસ્તારમાં કોઈ પૂર્વ…







