આણંદની એકતા શાહનો વૈજ્ઞાનિક કારનામો: 6 નવી ગેલેક્સી સમુહોની શોધ, ભારતીય નામોથી વિશ્વમાં ગૌરવ
આણંદ શહેરમાં 13 બાય 13ની એક સામાન્ય ઓરડીમાં વસવાટ કરતા માતા-પિતાની સાથે રહી અભ્યાસ કરનારી એક યુવતીએ તેમની આર્થિક સંકડામણને હાર આપી સફળ ખગોળ વૈજ્ઞાનિક બની બતાવ્યું છે. આ યુવતીએ દેશની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કર્યા બાદ અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, ડેવિસમાં નાસા અનુદાનિત ફેલોશીપ મેળવી અંતરીક્ષમાં છ નવી આકાશગંગાઓના સમુહને શોધી કાઢ્યા છે. આટલું જ નહી, આ નવા સમુહને ભારતીય નામોથી નવાજ્યા છે. માત્ર ૩૨ વર્ષની ઉંમરે તેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે. આણંદ નગર હવે માત્ર શ્વેતક્રાંતિના જનક માટે જાણીતી ભૂમિ રહી એવું નથી. અહીં વિસ્તરેલી શૈક્ષણિક પ્રવૃત્તિના પરિણામે અનેક યુવાનો આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત દેશનું નામ રોશન કરી રહ્યા છે. તેમાંથી એક નામ છે એકતા શાહ. તેમની ઉક્ત સિદ્ધિ વિશે જાણવું હોય તો પહેલા…







