અરબી સમુદ્ર ઉપર 3 હજાર ડ્રોનથી સર્જાયા દિવ્ય ચિત્રો, વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય અને આકર્ષક ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા આયોજનથી પવિત્ર સોમનાથ ધામમાં ઉત્સવમય અને આનંદસભર માહોલ સર્જાયો હતો. આ ડ્રોન શોમાં અંદાજે 3000 જેટલા ડ્રોનના સહારે અરબી સમુદ્ર ઉપર આકાશમાં પ્રકાશના સુમેળભર્યા સંયોજન દ્વારા વિવિધ બિંદુચિત્રો સર્જવામાં આવ્યા હતા. આકાશમાં ઊભરાતા પ્રકાશમય દૃશ્યો લોકઆકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા. ડ્રોન લાઈટના માધ્યમથી ત્રિશૂળ, ઓમ, તાંડવ નૃત્ય કરતા ભગવાન શંકર, વીર હમીરજી, અહલ્યાભાઈ હોલ્કર, સોમનાથ પર આક્રમણ, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વાભિમાન પર્વનો લોગો તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બિંદુચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ તમામ ચિત્રોએ ભારતીય સંસ્કૃતિ, આત્મગૌરવ અને રાષ્ટ્રીય અભિમાનનું પ્રતિબિંબ રજૂ કર્યું હતું. આ ભવ્ય ડ્રોન શોનું સંચાલન કુલ 40 પ્રશિક્ષિત ઓપરેટરો દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં…
PM મોદીનો સોમનાથમાં ભવ્ય રોડ શો, ઓમકાર મંત્ર જાપમાં બન્યા સહભાગી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ પર છે. આ પ્રવાસના ભાગરૂપે તેઓ હેલીકોપ્ટર મારફતે રાજકોટથી સોમનાથ પહોંચ્યા. સોમનાથ હેલિપેડ પર ભાજપના આગેવાનો અને પદાધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ પ્રધાનમંત્રી સોમનાથના VVIP ગેસ્ટ હાઉસમાં રોકાશે. સોમનાથમાં પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. આજે સાંજે 8 વાગ્યે તેઓ મંદિર પરિસરમાં આયોજિત ઓમકાર મંત્રજાપમાં સહભાગી બનશે. રાત્રે યોજાનાર ભવ્ય ડ્રોન-શો પણ તેઓ નિહાળશે, જે શ્રદ્ધા અને આધુનિક ટેકનોલોજીનું અનોખું સંયોજન રજૂ કરશે. પ્રધાનમંત્રી માટે સોમનાથમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જનસમૂહે ઉત્સાહભેર તેમનું સ્વાગત કર્યું. સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા પણ પ્રધાનમંત્રી કરશે, જેમાં મંદિરના વિકાસ અને ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા થશે. આવતીકાલે વહેલી સવારે પ્રધાનમંત્રી સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરશે.…
‘સોમનાથની કહાની વિનાશની નહીં, સ્વાભિમાનની ગાથા છે’ — મંદિર પરના આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીનો વિશેષ લેખ
સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ વિદેશી આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિશેષ બ્લોગ પોસ્ટ શેર કરી છે. પોતાના લેખમાં પીએમ મોદીએ સોમનાથ મંદિરને ભારતના આત્માનું શાશ્વત પ્રતીક ગણાવ્યું છે અને જણાવ્યું છે કે આ મંદિર માત્ર પથ્થરોનું માળખું નહીં, પરંતુ અડગ આસ્થા અને સ્વાભિમાનનું પ્રતિક છે. વડાપ્રધાને લખ્યું છે કે ગુજરાતના પશ્ચિમ કિનારે પ્રભાસ પાટણમાં આવેલું સોમનાથ જ્યોતિર્લિંગ દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમમાં પણ વર્ણવાયું છે અને તેનું ધાર્મિક તથા સાંસ્કૃતિક મહત્વ અતિ વિશાળ છે. આક્રમણકારોએ તેને નષ્ટ કરવા અનેક પ્રયત્નો કર્યા, પરંતુ સોમનાથ પ્રત્યેની શ્રદ્ધા ક્યારેય તૂટી નથી. 1026ના આક્રમણની યાદ ઈતિહાસના પાનાંઓને યાદ કરતા પીએમ મોદીએ ઉલ્લેખ કર્યો કે જાન્યુઆરી 1026માં ગઝનીના મહમૂદ દ્વારા સોમનાથ પર ભયાનક આક્રમણ કરવામાં આવ્યું હતું.…
ભારત સ્વાભાવિક રીતે હિન્દુ રાષ્ટ્ર છે, બંધારણીય મંજૂરીની જરૂર નથી : સંઘ વડા મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે જણાવ્યું છે કે ભારત સ્વાભાવિક રીતે એક હિન્દુ રાષ્ટ્ર છે અને આ હકીકતને માન્યતા આપવા માટે કોઈ બંધારણીય સુધારા કે મંજૂરીની જરૂર નથી. તેમણે આ નિવેદન RSSની 100મી વર્ષગાંઠ નિમિત્તે કોલકાતામાં આયોજિત “100 વ્યાખ્યાન શ્રેણી” કાર્યક્રમ દરમિયાન આપ્યું હતું. ભાગવતે કહ્યું હતું, “જેમ સૂર્ય પૂર્વમાં ઉગે છે, શું તેને બંધારણીય મંજૂરીની જરૂર પડે? એ જ રીતે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે અને જ્યાં સુધી ભારતીય સંસ્કૃતિનું સન્માન થાય છે ત્યાં સુધી તે હિન્દુ રાષ્ટ્ર રહેશે.” તેમણે ઉમેર્યું કે સંસદ બંધારણમાં ‘હિન્દુ રાષ્ટ્ર’ શબ્દ ઉમેરે કે ન ઉમેરે, તેનાથી વાસ્તવિકતા બદલાતી નથી. RSS વડાએ સ્પષ્ટ કર્યું કે જે કોઈ વ્યક્તિ ભારતને પોતાની માતૃભૂમિ માને છે અને ભારતીય સંસ્કૃતિનું સન્માન કરે…
ગાય માતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની પ્રબળ માંગ, દ્વારકાપીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી
પંચમહાલના પવિત્ર ગણાતા ગોધરામાં દ્વારકાપીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી દ્વારા ગાય માતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની પ્રબળ માંગ ઉઠાવવામાં આવી છે. શંકરાચાર્ય પાંચ દિવસીય પ્રવાસ દરમિયાન ગોધરાની ધર્મસભામાં આવી માંગ રજૂ કરી, જેનાથી ગૌરક્ષા અને સનાતન ધર્મના પ્રચારને નવી ઊંચાઈ મળી છે. આદિવાસી વિસ્તારોમાં ધર્માંતરણની ચિંતા શંકરાચાર્યએ આદિવાસી વિસ્તારોમાં વધતા ધર્માંતરણના મુદ્દે ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે, ભોળા આદિવાસીઓને વિવિધ પ્રલોભનો આપી ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે, જે અટકાવવું અત્યંત જરૂરી છે. તેઓ પોતે આદિવાસીઓ વચ્ચે જઈ સનાતન ધર્મનો પ્રચાર કરી રહ્યા છે, જેથી લોકો પોતાની મૂળ સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે. વર્ણવ્યવસ્થાનો મહત્વ વર્તમાન સમયમાં ચાલી રહેલી ચર્ચાઓ પર પૂંણવિરામ મુકતા શંકરાચાર્યે જણાવ્યું કે, સનાતન સંસ્કૃતિમાં વર્ણવ્યવસ્થા અનિવાર્ય છે. લોકો આ વ્યવસ્થા દૂર થવી…
7 મે 2025: ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની જન્મ જયંતિ, યાદ કરીએ તેમના દુર્લભ સાહિત્યક કવિત્વને
આજે વિશ્વપ્રસિદ્ધ કવિ, દાર્શનિક અને નોબેલ વિજેતા ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની જન્મ જયંતિ છે. સાહિત્ય, સંગીત અને દાર્શનિક વિચારો દ્વારા ભારતને આંતરરાષ્ટ્રીય મંચ પર ઓળખ આપનારા ટાગોરનો આ દિવસ દેશભરમાં સાંસ્કૃતિક ઉત્સવ તરીકે ઊજવવામાં આવે છે. ટાગોરનું યોગદાન માત્ર બંગાળી સાહિત્ય સુધી મર્યાદિત ન રહીને સમગ્ર ભારતીય સંસ્કૃતિ માટે એક અનમોલ વારસો છે. ઈતિહાસ અને મહત્વ રવિન્દ્રનાથ ટાગોર (Rabindranath Tagore) એ ન માત્ર બંગાળી સાહિત્યની દુનિયામાં પોતાનું સ્થાન બનાવીને વિશ્વભરમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી, પરંતુ તેમના સાહિત્ય, કવિત્વ અને સંસ્કૃતિક યોગદાન માટે 1913માં નોબેલ પુરસ્કાર પણ જીત્યો હતો. 7 મે 1861ના રોજ કલકત્તામાં જન્મેલા ટાગોરે ગુજરાતી, બંગાળી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષામાં અખંડિત સાહિત્યની સર્જના કરી. તેમના કાવ્ય, ગીત, નવલકથા અને કાવ્યસંગ્રહો આજે પણ વિશ્વસંકેત બની રહ્યા છે. રવિન્દ્રનાથ…













