વૃદ્ધો માટે હોમ વોટિંગ સુવિધાને લઇને આમ આદમી પાર્ટીએ ભાજપ અને ચૂંટણી પંચ પર સાધ્યું નિશાન
દિલ્હી વિધાનસભાની ચૂંટણી આડે બહુ દિવસો બાકી નથી. દરમિયાન, દિલ્હીમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીએ હોમ વોટિંગ વિકલ્પ પ્રક્રિયાને લઇને ભાજપ સહિત ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ ચૂંટણી પંચ સાથે મળીને લોકોના મતાધિકારને છીનવી રહી છે. રવિવારે વૃદ્ધોના ઘરે જઇને તેમનું મતદાન કરાવવા દરમ્યાન ચૂંટણી પંચના અધિકારીઓ સાથે ભાજપના કાર્યકરો પણ હાજર હતા. ચૂંટણી પંચ હવે ખુલીને ભાજપ સાથે જોવા મળી રહ્યું છે. ભારતીય લોકશાહી માટે આ ખૂબ જ ખતરનાક છે. ચૂંટણી પંચે પણ AAPના આરોપોનો જવાબ આપ્યો છે.આમ આદમી પાર્ટીના પ્રશ્નોના જવાબમાં ચૂંટણી પંચે કહ્યું, “સામાન્ય ચૂંટણી 2024ની જેમ, ભારતીય ચૂંટણી પંચ (ECI) એ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં ચોક્કસ જૂથોના મતદારોની પહોંચ વધારવા માટે ઘરેલું મતદાનની સુવિધાનો પ્રસ્તાવ મૂક્યો…







