હવામાન વિભાગની નવી આગાહી, ગુજરાતવાસીઓ ગરમીથી શેકાવા રહો તૈયાર

રાજયમાં હાવામાન વિભાગે આગાહી કરી છે. તેમણે કહ્યું હતું કે, લોકોને આગામી બે દિવસ ગરમીથી શેકાવું પડશે અને સાથે સાથે વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી બેવડી ૠતુની અસર રહેશે.

-> ગુજરાતમાંથી ઠંડીની વિદાય :- ગુજરાતમાં ઠંડી ધીરે ધીરે વિદાય લઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે.આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે.

-> કયા કેટલું તાપમાન ? :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો, નલિયામાં સૌથી ઓછું તાપમાન 13.8 ડિગ્રી,અમદાવાદમાં 21.2 ડિગ્રી, ગાંધીનગરમાં 19.4 ડિગ્રી,રાજકોટમાં 18.5 ડિગ્રી, વડોદરામાં 19.2 ડિગ્રી,કેશોદમાં 15.8 ડિગ્રી, ભાવનગરમાં 19.3 ડિગ્રી,ડીસામાં 16.3 ડિગ્રી, સુરતમાં 22.8 ડિગ્રી,પોરબંદર 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Related Posts

ગુજરાત સરકારે જમીન ફાળવણીના નિયમોમાં કર્યો મોટો ફેરફાર: હવે જિલ્લાકક્ષાએ જ થશે મોટાભાગના નિર્ણયો

ગુજરાત સરકારે રાજ્યમાં વિકાસલક્ષી યોજનાઓને વધુ ઝડપથી અમલમાં મૂકવા અને વહીવટી પ્રક્રિયાને સરળ બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO)ની જમીન ફાળવણી…

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: 5 બાળકોના મોતથી આરોગ્ય તંત્ર એલર્ટ

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસોએ ફરી એકવાર ચિંતા વધારી છે. રાજ્યમાં આ વાયરસના કારણે અત્યાર સુધીમાં પાંચ બાળકોના મોત નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. બાળકોમાં ફેલાતા આ ગંભીર રોગને નિયંત્રણમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *