કોફી પીવાથી ઉંમર ઓછી લાગી શકે છે!: રિસર્ચમાં થયો ખુલાસો, જાણો વિગત
કોફી આજના સમયમાં ઘણા લોકોના રોજિંદા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. ચાની જેમ કોફીના પણ અનેક ચાહકો છે. હવે એક નવા સંશોધનમાં ખુલાસો થયો છે કે કોફી માત્ર તાજગી જ નહીં, પરંતુ વૃદ્ધત્વ (એજિંગ) ઘટાડવામાં પણ મદદરૂપ બની શકે છે. કોફી કેવી રીતે એજિંગ ઘટાડે છે? વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ, કોફીમાં રહેલા પોલિફેનોલ્સ અને ક્લોરોજેનિક એસિડ શરીરમાં ઓક્સિડેટીવ તણાવ ઘટાડવામાં મદદ કરે છે. ઓક્સિડેટીવ તણાવ ટેલોમેર્સને ટૂંકા કરે છે, જે વૃદ્ધત્વને ઝડપી બનાવે છે. કોફીના એન્ટીઑકિસડન્ટ તત્વો આ તણાવ ઘટાડીને પરોક્ષ રીતે એજિંગ પ્રક્રિયાને ધીમી કરી શકે છે. ટેલોમેર બાયોલોજી સાથે સંબંધ ટેલોમેર બાયોલોજી પર આધારિત સંશોધન દર્શાવે છે કે સેલ્યુલર સુરક્ષા અને મેટાબોલિક સિગ્નલિંગમાં કોફીના સંયોજનો મહત્વની ભૂમિકા ભજવે છે. નિયમિત અને મર્યાદિત માત્રામાં કોફીનું…
લસણના પાણીમાં આ વસ્તુઓ ઉમેરીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, જાણો હેલ્ધી ડ્રિંક બનાવવાની રીત
કેન્સર ક્યારે અને કોને થાય તે ચોક્કસ રીતે કહી શકાય તેમ નથી. બદલાતી જીવનશૈલી, ખોટી ખાવાની આદતો અને વધતો તણાવ રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવે છે, જેના કારણે ગંભીર બીમારીઓનો ખતરો વધે છે. આ કારણે આજકાલ લોકો પોતાના આહાર પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે અને આયુર્વેદિક ઉપાયો તરફ વળી રહ્યા છે. લસણનું પાણી: આયુર્વેદિક હેલ્ધી ડ્રિંક આયુર્વેદ મુજબ, લસણ એક શક્તિશાળી ઔષધીય તત્વ છે. તેમાં એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. શું લસણનું પાણી કેન્સરથી બચાવે છે? હેલ્થ એક્સપર્ટ્સ સ્પષ્ટ રીતે કહે છે કે લસણનું પાણી કેન્સરની રોકથામ અથવા સારવારની ગેરંટી આપતું નથી. જોકે, તે શરીરને મજબૂત બનાવે છે, ઇમ્યુનિટી વધારે છે અને સર્વાંગી સ્વાસ્થ્ય જાળવવામાં…
કોફી પીવાથી તમારી ઉંમર ઓછી લાગી શકે છે, રિસર્ચેમાં થયો મોટો ખુલાસો
કોફી આજે આપણા રોજિંદા જીવનનો અભિન્ન ભાગ બની ગઈ છે. ચાની જેમ, ઘણા લોકો રોજ સવારે કોફી પીવાનું પસંદ કરે છે. જો કે, દૂધની ચાની વિપરીત, કોફીના ફાયદા તેના ગેરફાયદા કરતાં વધુ છે. તાજેતરના રિસર્ચ મુજબ, કોફી એજિંગ (વૃદ્ધત્વ) ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ રહી છે. કોફી અને વૃદ્ધત્વ ઘટાડવાનું સાયન્સ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે કોફી ટેલોમેર બાયોલોજી પર સકારાત્મક અસર કરે છે. ઓક્સિડેટીવ તણાવ ટેલોમેરને ટૂંકું કરે છે, જે શરીરના વૃદ્ધત્વને વેગ આપે છે. કોફીમાં રહેલા પોલિફેનોલ્સ અને ક્લોરોજેનિક એસિડ સેલ્યુલર સંરક્ષણમાં મદદ કરે છે અને મેટાબોલિક સિગ્નલિંગને અસર કરે છે. કોફી નિયમિત રીતે પીવાથી: – ઓક્સિડેટીવ તણાવ ઘટાડે છે. – ટેલોમેર સ્થિર રહે છે, જે વૃદ્ધત્વ ધીમું કરે છે. – સેલ્યુલર સપોર્ટ પ્રદાન કરે…
વિરમપુરની GSTES કન્યા શાળામાં રાજ્યપાલનો સાદગીપૂર્ણ રોકાણ અને યોગાભ્યાસ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી (GSTES) દ્વારા સંચાલિત કન્યા સાક્ષરતા નિવાસી શાળા, વિરમપુર ખાતે સંપૂર્ણ સાદગી સાથે શાળાના પરિસરમાં રાત્રી નિવાસ કર્યો હતો. આ અવસરે રાજ્યપાલ ગ્રામ્ય જીવનની સહજતા, આદિવાસી સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરા તથા સ્થાનિક સમાજની જીવનપદ્ધતિને નજીકથી અનુભવી, શાળાના વાતાવરણને આત્મીયતા અને પ્રેરણાથી પરિપૂર્ણ બનાવ્યું હતું. રાત્રી નિવાસ બાદ વહેલી સવારે રાજ્યપાલએ શાળાની બાલિકાઓ સાથે યોગાભ્યાસમાં ભાગ લીધો હતો. રાજ્યપાલએ વિવિધ યોગાસનો તથા પ્રાણાયામ દ્વારા વિદ્યાર્થીઓને યોગના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ અવસરે રાજ્યપાલએ જણાવ્યું હતું કે,“યોગ માનસિક, શારીરિક તથા આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક છે. નિયમિત યોગાભ્યાસથી એકાગ્રતા વધે છે, રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે તેમજ જીવનમાં શિસ્ત અને સકારાત્મકતા વિકસે છે.” રાજ્યપાલએ બાલિકાઓને રોજિંદા જીવનમાં યોગને અપનાવી તેને જીવનશૈલીનો…
શિયાળાની સુસ્તી દૂર કરવા માટે કરો આ 4 પ્રાણાયામ, બુલેટ ટ્રેનની ઝડપે કામ થશે
શિયાળામાં ઠંડીના કારણે સવારે ઉઠતાં જ શરીરમાં સુસ્તી અને આળસ અનુભવાય છે. મોટાભાગના લોકોને વહેલી સવારે બેડ છોડવું મુશ્કેલ લાગે છે. પરંતુ આજના ભાગદોડભર્યા જીવનમાં કામ ઝડપી અને અસરકારક રીતે કરવા માટે શરીર ફિટ અને ઉર્જાવાન હોવું જરૂરી છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે જો રોજ સવારમાં થોડા સરળ પ્રાણાયામ કરવામાં આવે, તો શરીરની સુસ્તી દૂર થઈ જાય છે અને આખો દિવસ તાજગી રહે છે. મોંઘા સપ્લિમેન્ટ નહીં, યોગ અપનાવો આજની વ્યસ્ત જીવનશૈલીમાં ઘણા લોકો ફિટ રહેવા માટે મોંઘા સપ્લિમેન્ટ્સ લે છે, પરંતુ તેનાથી આડઅસર થવાની શક્યતા રહે છે. તેના બદલે યોગ અને પ્રાણાયામ અપનાવવાથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે. યોગ તણાવ ઘટાડે છે, ઊર્જા વધારે છે અને રોજિંદા કામમાં ગતિ લાવે છે. સવારે…
કિડની સ્વસ્થ રાખનારા ચમત્કારી ડ્રિંક્સ, નિયમિત પીવાથી પથરીનો ખતરો ઘટે
આજની બદલાતી જીવનશૈલી, ખોટી ખાનપાનની આદતો અને પાણી ઓછું પીવાની ટેવના કારણે કિડની સંબંધિત સમસ્યાઓ વધી રહી છે. ખાસ કરીને કિડનીમાં પથરી થવાની સમસ્યા હવે સામાન્ય બની ગઈ છે. ઘણા લોકો ડોક્ટરની સલાહ વગર વિટામિન અને સપ્લિમેન્ટ્સ લે છે, જે ફાયદા કરતાં નુકસાન વધારે કરી શકે છે અને ક્યારેક કિડનીમાં પથરીનું જોખમ પણ વધારી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વારંવાર કિડનીમાં પથરી થવાનું મુખ્ય કારણ અપૂરતું પાણી પીવું, પૌષ્ટિક આહારનો અભાવ, ઊંઘની કમી અને બેસી રહેવાની જીવનશૈલી છે. દવાઓની સાથે કેટલાક ઘરેલુ અને કુદરતી પીણાં નિયમિત રીતે લેવાથી કિડનીને સ્વસ્થ રાખી શકાય છે. કિડની માટે લાભદાયી ચમત્કારી ડ્રિંક્સ – લીંબુનો રસ લીંબુનો રસ કિડની માટે અત્યંત લાભદાયી છે. તેમાં રહેલું સાઇટ્રેટ કેલ્શિયમ ઓક્સાલેટ પથરી બનતા અટકાવે…
દૂધથી લઈને મશરૂમ સુધી, Vitamin B12 વધારવાના 7 અસરકારક ઉપાય
વિટામિન B12 (કોબાલામિન) શરીર માટે અત્યંત જરૂરી પોષક તત્વ છે. તે રક્તમાં લોહીની સપ્લાય જાળવવામાં, નસો (નર્વ્સ)ને મજબૂત બનાવવામાં અને મગજના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. Vitamin B12 ની ઉણપના લક્ષણો – સતત થાક અને નબળાઈ અનુભવવી – ચહેરા અને આંખોમાં પીળાશ દેખાવું – નખ ખરબચડા અને સફેદ પટ્ટાવાળા થવા – વાળ ખરવા લાગવા -પગમાં દુખાવો અથવા ઝણઝણાટ અનુભવવો Vitamin B12ના કુદરતી સ્ત્રોત (Natural Sources): પ્રાણીઝ સ્ત્રોત (Non-Vegetarian Sources): – ઈંડા (ખાસ કરીને પીળો ભાગ) – દૂધ અને દૂધજન્ય વસ્તુઓ (દહીં, પનીર, ચીઝ) – માછલી (સાલ્મન, ટ્યુના, સાર્ડિન) – ચિકન અને લિવર શાકાહારીઓ માટે વિકલ્પો (Vegetarian Sources): – સોયા મિલ્ક અને સોયા પ્રોડક્ટ્સ – ફોર્ટિફાઈડ અનાજ (Vitamin B12 ઉમેરેલા સીરિયલ્સ) – મશરૂમ – પાલક, બ્રોકોલી, કાલે…
પેપર કપમાં ચા પીવાથી કેન્સર થાય છે?, નિષ્ણાત ડૉક્ટરે આપ્યો વૈજ્ઞાનિક જવાબ!
ચા પ્રેમીઓ માટે મહત્વના આરોગ્ય સમાચાર સામે આવ્યા છે. IIT ખડગપુરના એક તાજેતરના અભ્યાસ અનુસાર, જો ગરમ ચા અથવા અન્ય ગરમ પ્રવાહી 15 મિનિટ સુધી પેપર કપમાં રાખવામાં આવે, તો આશરે 25,000 જેટલા માઇક્રોપ્લાસ્ટિક કણો તે ચા સાથે શરીરમાં જઈ શકે છે. આ કણોમાં પેલેડિયમ, ક્રોમિયમ અને કેડમિયમ જેવી ઝેરી ધાતુઓ હોવાની સંભાવના છે, જે કેન્સરનું જોખમ વધારી શકે છે. આ દાવા પર સ્પષ્ટતા કરતાં ઈન્દોરના જાણીતા ઓન્કોલોજિસ્ટ ડૉ. સુનીલ લોકવાણીએ જણાવ્યું કે આ મુદ્દે ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. તેમના મુજબ, કેન્સર એક જ કારણથી થતું નથી, પરંતુ અનેક પરિબળો તેનું જોખમ વધારતા હોય છે. ગરમ પ્રવાહી પેપર કપના આંતરિક પ્લાસ્ટિક કોટિંગને ઓગાળી શકે છે, જેના કારણે નાનાં પ્લાસ્ટિક કણો શરીરમાં જઈ…
શિયાળાની સવારે દોડવા કે ચાલવા જતાં પહેલા રાખો ખાસ ધ્યાન, જાણો વિગત
શિયાળાની ઠંડી સવારમાં દોડવું કે ચાલવું સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે, પરંતુ આ સમય દરમિયાન શરીર પર વધારાનો તાણ આવી શકે છે. નિષ્ણાતો કહે છે કે યોગ્ય તૈયારી વિના કસરત કરવાથી ઈજાનો ખતરો વધી શકે છે. કસરતથી રક્ત પરિભ્રમણ સુધરે છે, હૃદય મજબૂત બને છે અને રોગપ્રતિકારક શક્તિ સક્રિય રહે છે. શિયાળાની સવારની તાજી હવામાં ચાલવાથી મનને તાજગી મળે છે અને દિવસભર ઉર્જા જળવાય છે. ડૉક્ટરોની સલાહ મુજબ શિયાળામાં કસરત કરતી વખતે રાખવા જેવી વાતો: – દોડવા કે ચાલવા પહેલાં શરીરને ગરમ કરો અને હળવું સ્ટ્રેચિંગ કરો. – ભારે ઠંડીમાં ખાલી પેટ બહાર ન નીકળવું. – હળવા પરંતુ ગરમ કપડાં પહેરો, ખાસ કરીને કાન, માથું અને હાથ ઢાંકી રાખો. – જો હવા ધુમ્મસવાળી કે અત્યંત…
પાણીમાં ઉકાળીને પીવો આ પાનને વજન થશે ઓછું અને કોલેસ્ટ્રોલ રહેશે કંટ્રોલમાં, જાણો વિગત
બદલાતી લાઇફસ્ટાઇલ, અનિયમિત ખાવા-પીવાની આદતો અને સતત બેસી રહેવાનું જીવન – બધાનો સીધો અસર આપણા શરીર પર પડે છે. ખાસ કરીને વધતું વજન અને કોલેસ્ટ્રોલ સ્તર આજે દરેક ઘરમાં સામાન્ય સમસ્યા બની ગયું છે. પરંતુ કુદરત પાસે દરેક સમસ્યાનું ઉકેલ છે – અને એ છે મીઠા લીમડાના પાન. મીઠા લીમડાનું પાન કેવળ રસોઈ નહીં, આખું આયુર્વેદ છે મીઠા લીમડાના પાન, જેને અંગ્રેજીમાં Curry Leaves તરીકે ઓળખવામાં આવે છે, સામાન્ય રીતે રસોઈમાં સ્વાદ માટે વપરાય છે. પરંતુ આ પાનમાં એવા કુદરતી પોષક તત્વો હોય છે જે શરીરને ડિટોક્સ કરે છે, મેટાબોલિઝમ વધારે છે અને ફેટ બર્ન કરવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે. કેવી રીતે બનાવશો મીઠા લીમડાનું આરોગ્યદાયક પાણી? – સવારે ખાલી પેટે પીવું વધુ ફાયદાકારક – 10…
















