Gujarat ભાડા વિધેયક-2026: મકાન માલિક અને ભાડૂઆતના હિતોનું સંતુલન, ભાડા વ્યવસ્થામાં આવશે મોટો બદલાવ Revolutionary Reform
Gujarat ભાડા વિધેયક-2026: મકાન માલિક અને ભાડૂઆતના હિતોનું સંતુલન, ભાડા વ્યવસ્થામાં આવશે મોટો બદલાવ ગાંધીનગર: Gujaratમાં મકાન ભાડે આપવાની અને લેવાની વ્યવસ્થામાં હવે મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલુંGujarat ભાડા વિધેયક-2026’ વિધાનસભા ગૃહમાં વિના વિરોધે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. આ નવા કાયદાનો મુખ્ય હેતુ મકાન માલિકો અને ભાડૂઆતો બંનેના હિતોનું સમાન અને ન્યાયિક રક્ષણ કરવાનો, ભાડાની વ્યવસ્થામાં પારદર્શિતા લાવવાનો તથા લાંબા સમયથી ચાલતી કાનૂની ગૂંચવણોને સરળ બનાવવાનો છે. શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધેયક રજૂ કરતાં જણાવ્યું હતું કે, Gujarat ભાડા અધિનિયમ માત્ર કાનૂની દસ્તાવેજ નથી, પરંતુ રાજ્યના આર્થિક અને સામાજિક તાણાવાણાને જોડતી મહત્વપૂર્ણ કડી છે. નવા કાયદાથી મકાન માલિકને યોગ્ય ન્યાય અને ભાડૂઆતને આદરપૂર્વક જીવવાની છત મળી રહે તે…






