સુરતમાં કિશોરે તેમની જ બહેનની હત્યા કરતા ચકચાર, પોલીસે હાથ ધરી તપાસ

B INDIA સુરત : સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં 13 વર્ષના કિશોરે પોતાની માસીની દીકરીની હત્યા કરી છે. આ એક વર્ષની બાળકી રડતી હોવાને લીધે મોટાભાઈએ તકિયાથી તેનું મોઢું દબાવીને હત્યા કર્યાનો મામલો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે બાળકીના મોત બાદ પીએમ રિપોર્ટ જોઈને પોલીસ સાથે પરિવાર પણ ચોંકી ઉઠ્યું હતું. હાલ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી હત્યારા કિશોરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આપને જણાવી દઈએ કે, મૂળ બિહારના વતની અને સુરતની ખાનગી હોસ્પિટલમાં કામ કરતી બે સગી બહેનો સુરતના નાનપુરા વિસ્તારમાં રહે છે. મોટી બહેનને ચાર દીકરીઓ છે જ્યારે નાની બહેનને બે દીકરા છે. મોટી બહેનના પતિ મહારાષ્ટ્રના પુણે ખાતે કામ કરે છે. જ્યારે નાની બહેનના પતિ અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં…

ભાવનગર જિલ્લાના પાલીતાણા નજીક વિજ્ઞાન તીર્થ શંખેશ્વરપુરમાં ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ

શત્રુંજયમાં શંખેશ્વર જેવું “શંખેશ્વર દાદા જેવા જ મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ જ્યાં પ્રતિષ્ઠિત છે. તેવા વિજ્ઞાનતીર્થ શંખેશ્વરપુરમના આંગણે કુંભણ ગામ અમદાવાદથી પાલીતાણા હાઇવે ઉપર પાલીતાણાથી 15 કિમી દૂર દોઢસો જૈન તીર્થંકર ભગવાનોના અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 22 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી 2025 ઉજવાશે. જેમાં નિશ્રાદાતા શ્રી પરમ પૂજ્ય આચાર્ય શ્રી અશોકસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ અને જેના પ્રેરણાદાતા છે.     તેવા પરમ પૂજ્ય આચાર્ય લબ્ધીચન્દ્ર સાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ તેમજ 100 થી વધુ સાધુ સાધ્વીજી ભગવન્તંની પાવન નિશ્રામાં જિનેશ્વર પરમાત્માના પાંચ કલ્યાણકોની ભવ્ય ઉજવણી સાથે તારીખ 27 જાન્યુઆરીએ પવિત્ર મુહર્તે 150 જિનબંબો ની પ્રતિષ્ઠા ભારે ઉલ્લાસ ઉમંગપૂર્વક ઉજવાશે.  

મોરબીમાં ઉદ્યોગિક વિસ્તારમાં વિકાસનાં કામો માટે ઉદ્યોગમંત્રીએ ૧૨૦૦ કરોડ મંજૂર કર્યા

–> ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની સફળ રજુઆત: ઉદ્યોગમંત્રીએ વિકાસકામોને આપી લીલીઝંડી:–     B INDIA મોરબી : મોરબીના ઔદ્યોગિક વિસ્તારમાં રોડના કામ માટે રૂ. 1200 કરોડ સરકાર દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની સફળ રજુઆતને પગલે ઉદ્યોગમંત્રીએ વિકાસકામોને લીલીઝંડી આપી છે.   આ અંગે જાહેર કરાયેલી વિગતો અનુસાર મોરબીના ચોતરફ કાર્યરત વિવિધ પ્રકારના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની નીતિ અંતર્ગત ઉદ્યોગોને માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવા અંદાજે રૂ. 375.00 કરોડના રોડ-રસ્તા બનાવવાના કામો ચાલુ છે. ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ઉદ્યોગમંત્રી સમક્ષ રજુઆત કરતા ઉદ્યોગમંત્રી બળવંતસિંઘ રાજપુતે વધુ રૂ. 1200 કરોડ મંજૂર કર્યા છે.આંતરિક રોડ રસ્તાઓ ખૂબ જ મજબૂત બનવાથી વરસાદની સીઝનમાં પણ સરળતાથી પોતપોતાના ઉદ્યોગ સુધી પહોંચી શકાશે અને મોટા વાહનો ટ્રક ટ્રેલર પણ આસાનીથી પરિવહન કરી શકશે. રોડ…

સુરેન્દ્રનગરનાં ચુડાનાં રેલવે ડ્રાયવરનુ મુંબઈમાં વિશિષ્ટ રેલ સેવા પુરસ્કારથી સમ્માનિત કરાયું.

સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડાનાં રહીશ તથા સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાતનાં સહમંત્રી શ્રી સબ્બીરખાન હિંસામખાન પઠાણ રેલવે ભાવનગર ડિવિઝનમાં લોકો પાયલટ (રેલવે ડ્રાયવર) તરીકે કાર્યરત છે તાજેતરમાં મુંબઈમાં આયોજિત એક સમારોહમાં જનરલ મેનેજર દ્વારા તેઓના ક્ષેત્રમાં કરવામાં આવેલ હતું તેમનાં નોંધપાત્ર કાર્ય, તેમની કાર્યદક્ષતા અને સમર્પણ બદલ સન્માન પત્ર તથા શિલ્ડ સાથે રેલ સેવા પુરસ્કાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સબ્બીરખાન હિંસામખાન પઠાણ એક એવા રેલ કર્મચારી છે કે જેમને અગાઉનાં વર્ષોમાં ડિવિઝનલ રેલવે મેનેજર એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવ્યા છે.     અને તેમની આ સિધ્ધીઓ બદલ વરિષ્ઠ અધિકારિઓ તથા સહકર્મીઓએ અભિનંદન સાથે ઉત્તરોત્તર પ્રગતિ કરી કુટુંબ સમાજ અને દેશનું નામ રોશન કરો તેવી અઢળક શુભેચ્છાઓ પાઠવી હતી.  

ધંધુકામાં બ્રહ્મકુમારી દ્વારા વિશ્વ શાંતિ દિવસ ઉજવાયો

પ્રજાપિતા બ્રહ્માબાબાના સ્મૃતિ દિવસ નિમિત્તે અમદાવાદ જિલ્લાની પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી યુનિવર્સિટી દ્વારા આજે ધંધુકા ખાતે વિશ્વ શાંતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ફરતા સમય ચક્રમાં એક સમય એવો આવે છે જ્યારે સમગ્ર માનવ સૃષ્ટિ તેની તમોપ્રધાન સ્થિતિમાં પહોંચે છે, જ્યારે માનવ આત્માઓ તેમના વિકારોને કારણે પીડા અને દુઃખથી પીડિત હોય છે, ત્યારે તેઓ ભગવાન શિવને બોલાવે છે, જે તેમના સુખ અને દુ:ખને દૂર કરે છે. તેમણે આ કળિયુગમાં બ્રહ્માંડનું પરિવર્તન કરવાના અને આ પ્રવાહ પર આ બ્રહ્મ દ્વારા સુખ અને શાંતિની દુનિયા સ્થાપિત કરવાના મહાન કાર્ય માટે ભૌતિક શરીરમાં આ બ્રહ્માંડમાં પ્રવેશ કર્યો. તેમણે એક માંસલ શરીરમાં અવતાર લીધો. તે બન્યું છે.     આ સૃષ્ટિમાં સાકાર શરીરમાં પ્રવેશ કરી આ કલયુગ સૃષ્ટિને સાકર શરીરમાં…

જેસોર તાલુકા સેવાસદન ખાતે આજે પોષણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી

જેસોર તાલુકા સેવાસદન ખાતે નાની છોકરીઓ દ્વારા સ્વાગત ગીત ગાઈને અને દીપ પ્રગટાવીને નેતાઓનું ફૂલોના ગુલદસ્તાથી સ્વાગત કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેસોર તાલુકાના તમામ આંગણવાડી કાર્યકરોએ બાજરી જુવાર રાગી અને અન્ય અનાજ જેવા THR તૈયાર કરીને પ્રદર્શિત કર્યા. સાથે જેસોર તાલુકાના મહાનુભાવો, તાલુકા આરોગ્ય અધિકારી ડો. સંજય ઠાકુર, તાલુકા આરોગ્ય સુપરવાઇઝર શ્રી ભૂપેનભાઈ ભાદરકા અને અન્ય આગેવાનોએ તેનો સ્વાદ માણ્યો હતો.   આ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ અધ્યક્ષ શ્રી નિતેન્દ્રસિંહ સરવૈયા, જેસર ગામના સરપંચ શ્રી વિરેન્દ્રસિંહ સરવૈયા, દેપલા ગામના સરપંચ શ્રી રામદેવસિંહ સરવૈયા અને જેસર તાલુકાના તમામ આંગણવાડી કાર્યકરો અને અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.  

રાણપુર ગ્રામ પંચાયતે અબોલ પશુઓ માટે 150000 ફાળો એકત્રિત કર્યો

રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર અને ઉપસરપંચ હેમુભાઈ રબારી, ગ્રામ પંચાયતના સભ્યો અને સ્ટાફ સાથે મળીને દર વર્ષે પાંજરાપોળ માટે પંચાયતની બહાર એક સ્ટોલ લગાવ્યો અને 13 અને 14 ના રોજ બે દિવસ માટે ૧૫૦૦૦૦ રૂપિયા ફાળો એકઠો કર્યો. અને તે પાંજરાપોળને આપ્યું.     જેથી પાંજરાપોળના ટ્રસ્ટીઓએ કર્મચારીઓ, સરપંચ અને સભ્યોનો આભાર માન્યો.  

ભરુચ: હાજી ગર્લ્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ અમદાવાદ ફ્લાવર્સ શો અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લીધી

B INDIA ભરુચ : કન્યા શાળાના આચાર્ય અને શિક્ષકોએ વિદ્યાર્થીઓના વાર્ષિક શૈક્ષણિક પ્રવાસનું આયોજન કર્યું હતું, શાળાના 70 વિદ્યાર્થીઓ અને છ શિક્ષક મિત્રોએ એક દિવસ માટે અમદાવાદની શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લીધી હતી. સૌ પ્રથમ વિદ્યાર્થીઓએ વહેલી સવારે ત્રિમંદિરમાં સ્નાન વિધિ કરી અને પાટવી બાલવાટિકા અને વિજ્ઞાન રાસ ભંડારની મુલાકાત લીધી, ત્યારબાદ મહાવીર સ્વામીની વિશાળ પ્રતિમા જોઈ અને મીની વૈષ્ણોદેવીનું ગાયન કર્યું અને સારી કૃત્રિમ પ્રતિકૃતિ ધરાવતા મંદિરના દૃશ્યનો આનંદ માણ્યો.       ત્યારબાદ અડાલજના ઐતિહાસિક દૃશ્યનો આનંદ માણતા પ્રવાસ ચાલુ રાખતા, શાળાના શિક્ષક વિષ્ણુ સાહેબે બાળકોને તે સ્થળનો ઇતિહાસ સમજાવ્યો. ત્યાંથી બહાર આવ્યા પછી તેમણે ફૂલોના પ્રદર્શન અને અટલ બ્રિજની મુલાકાત લીધી જે બાળકોની રાહ જોઈ રહ્યો હતો અને બાળકો સ્તબ્ધ થઈ ગયા.આ રીતે, શાળાના…

ગુજરાતમાં પતંગ ઉડાવવા સંબંધિત ઘટનાઓમાં 15 લોકોના મોત, 100 ઘાયલ, ખૂની માંઝાએ નિર્દોષ લોકોના જીવ લીધા

ગુજરાતમાં પતંગ ઉડાવવાના બનાવોમાં ૧૫ લોકોના મોત: ગુજરાતમાં પતંગ ઉડાવવા સંબંધિત ઘટનાઓમાં ૧૫ લોકોના મોત થયા. મોટાભાગની ઘટનાઓ મંગળવારે મકરસંક્રાંતિના દિવસે બની હતી. આમાંથી, રાજ્યભરમાં લગભગ 100 લોકો ઘાયલ થયા હતા. માહિતી અનુસાર, પતંગની દોરીથી પક્ષીઓ પણ ઘાયલ થયા હતા. આ પછી પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા.     B INDIA અમદાવાદ: ગુજરાતમાં મકરસંક્રાંતિ નિમિત્તે પતંગ અકસ્માતોમાં મૃત્યુઆંક વધીને 15 થયો છે. રાજ્યભરમાં પતંગની દોરી વાગવાથી લગભગ 100 લોકો ઘાયલ થયા હતા. મોટાભાગના મૃત્યુ ખતરનાક પતંગના દોરીથી થતી ઇજાઓને કારણે થયા છે. કચ્છના ગાંધીધામમાં 10 મહિનાની બાળકી ઘાયલ થઈ હતી, જ્યારે મુન્દ્રામાં ત્રણ વર્ષના બાળકનું મોત થયું હતું. રાજ્યભરમાં નોંધાયેલા બનાવો અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છમાં છ, મધ્ય ગુજરાતમાં છ અને અમદાવાદ અને ભરૂચમાં એક-એક વ્યક્તિના મોત થયા છે. આ…

ગુજરાત પોલીસની નવી પહેલ: રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે લેવાયો ખાસ નિર્ણય

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો(સિનીયર સિટીઝન)ની સુરક્ષા અને સલામતી માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે એક નવી પહેલ કરતાં રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે દરેક પોલીસ સ્ટેશનમાં ‘સાંત્વના કેન્દ્ર’ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે ગુજરાત પોલીસની નવી પહેલ: દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’. ‘સાંત્વના કેન્દ્ર’ એક એવું સ્થળ હશે જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે.     –> ‘સાંત્વના કેન્દ્ર’ એક એવું સ્થળ હશે જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે:…