વિરાર ખાતે ઇલેક્ટ્રિકલ ટ્રેનિંગ સેન્ટર, EMU કારશેડ દ્વારા ‘રેલ્વે વીજળીકરણના 100 વર્ષ’ની ઉજવણી કરવામાં આવી
ભારતીય રેલ્વેની વિદ્યુતીકરણની શરૂઆતથી આજ સુધીની નોંધપાત્ર સફરને યાદ કરવા માટે, રેલ્વે વિદ્યુતીકરણના 100 વર્ષ પૂર્ણ થવા પર પશ્ચિમ રેલ્વે ઇલેક્ટ્રિકલ ટ્રેનિંગ સેન્ટર, ઇએમયુ કારશેડ, વિરાર ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉજવણીના ભાગ રૂપે 23 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી, 2025 દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિકારીઓ, તાલીમાર્થીઓ, નજીકની એન્જિનિયરિંગ કોલેજો (વર્તક અને વિવા કોલેજ) ના વિદ્યાર્થીઓ, વિરાર કારશેડના કર્મચારીઓ અને તેમના બાળકોએ આ કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લીધો હતો. સ્પર્ધાઓનું આયોજન ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવ્યું હતું, જેના કારણે આ કાર્યક્રમ યાદગાર બન્યો. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનીત અભિષેક દ્વારા જારી કરાયેલી એક અખબારી યાદી અનુસાર, વિરારના EMU કારશેડ દ્વારા ચિત્રકામ, નિબંધ લેખન, ક્વિઝ સ્પર્ધાઓ અને ‘કવિતા પાઠ’…
હવામાન વિભાગની નવી આગાહી, રાજયમાં ઠંડીનો પ્રકોપ થશે ઓછો, તો ઉત્તર-પૂર્વના પવન ફૂંકાશે
રાજ્યમાં ઠંડીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી દિવસોમાં ઠંડીથી લોકોને રાહત મળી શકે છે. તેમજ હવામાન વિભાગે લઘુત્તમ તાપમાન વધવાનું અનુમાન કર્યું છે. હવામાન વિભાગનાં ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ઠંડીને લઈ રાહતની આગાહી કરી છે. આગામી સમયમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. તેમજ આગામી 7 દિવસ સૂકુ વાતાવરણ રહેવાનું અનુમાન કર્યું હતું. તેમજ ઉત્તરથી ઉત્તર-પૂર્વનાં પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં વહેલી સવારે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગનાં આંકડા પ્રમાણે બુધવારે ગુજરાતમાં 9.8 થી લઈ 20.02 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું. બુધવારે નલિયામાં 9.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ઓખામાં…
આજે ખોડીયાર માતાજીની જન્મ જયંતી સમગ્ર વ્યાસ પરીવાર દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
–> આજે મહા સુદ આઠમ આઈ શ્રી ખોડીયાર માતાજી ની જન્મ જયંતી નિમિતે સમગ્ર વ્યાસ પરીવાર દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. સમગ્ર વ્યાસ પરીવાર દ્વારા આજે ખોડીયાર માતાજીની જન્મ જયંતી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને કેશોદ ખાતે ખોડીયાર માતાજી મંદિર ખાતે આજે વ્યાસ પરીવાર દ્વારા હવન યજ્ઞ કર્યો હતો અને સમસ્ત વ્યાસ પરીવાર દ્વારા ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આજે ખોડીયાર માતાજી ના જન્મ દિવસની ઉજવણી કરી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જ્યારે આજે કેશોદ ખાતે ખોડીયાર માતાજી મંદિર નવું બનાવવા સમગ્ર વ્યાસ પરીવાર દ્વારા નિર્ણય કરાતા તમામ પરીવારોએ તન મન ધનથી ખાત્રી આપતા આવનાર દિવસોમાં મંદિર બનાવાશે તેમ વ્યાસ પરીવાર દ્વારા જણાવાયું હતું
SPG પરિવારો અને દરેક પાટીદાર પરિવાર દ્વારા “મિષ્ટી કપ” વોલીબોલ ટુર્નામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું.
B INDIA BHARUCH : SPG ભરૂચ જિલ્લા અને SPG ભરૂચ જિલ્લા રમતગમત સમિતિ દ્વારા વિશ્વભરના SPG પરિવારો અને દરેક પાટીદાર પરિવાર દ્વારા “મિષ્ટી કપ” વોલીબોલ ટુર્નામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ ઉત્સાહી અને સતર્ક, હિંમતવાન અને મૃદુભાષી, આદરણીય અને સ્વભાવે શાંત જેનું કદ એવરેસ્ટ જેટલું છે એમણે આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા બદલ ભરૂચ જિલ્લા એસપીજી પરિવાર અને દરેક ટીમના પાટીદાર ભાઈઓ, દાતાઓ, ભરૂચ જિલ્લા કારોબારી સમિતિ, ૧૦૮ ટીમ અને રમતગમત સમિતિનો આભાર માન્યો.
સાળંગપુર : શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સેવંતીના ફુલોનો દિવ્ય શણગાર
B INDIA SARANGPUR BOTAD : શ્રીકષ્ટભંનજન દેવનું રાજોપચાર પૂજન કરાયું. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.31-01-2025ને શુક્રવારના રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય વાઘા તથા રંગબેરંગી સેવંતીના મિક્સ ફુલો વડે દિવ્ય શણગાર કરાયો છે. આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે હીરાજડિત મુગટ પહેરાવાયો ગુલાબના ફુલોનો શણગાર કરાયો છે. સિલ્કના વાઘા ફુલની ડિઝાઈન અને જરદોશી વર્ક કરાયું છે. સાંજે 04:30 કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું.દાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, પુષ્પવર્ષા કરવામાં આવેલ, દાદાની દિવ્ય સંધ્યા આરતી 6:15 કલાકે પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.…
હજારો વિદેશી પક્ષીઓ બન્યા ગીર સોમનાથ ના મહેમાન , તમે જોયા કે નહીં ?
–> દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા માટે ગીર સોમનાથ જિલ્લાના દરિયા કાંઠે આવી પહોંચ્યા છે:- ખાસ કરીને ત્રિવેણી સંગમ, સોડવ અને બરડા બંધારો પક્ષીઓના કલબલાટથી ગુંજી ઉઠ્યો છે. હજારોની સંખ્યામાં સોડવ બંધારા પર વિદેશી પક્ષીઓ આવી પહોંચ્યા છે. અંદાજે 40 પ્રજાતિના પક્ષીઓ આવી પહોંચતા ગીર સોમનાથના પક્ષી પ્રેમીઓ રોમાંચિત થઈ ઉઠ્યા છે. સાઈબેરિયા અને મધ્ય યુરોપનાં મોંગોલિયા સહિતનાં દેશો માંથી પક્ષીઓ અહીં ચાર માસ સુધી વેકેશન ગાળવા આવે છે. 65 પ્રજાતિના પક્ષીઓનું આગમન થયું દર વર્ષે વિદેશથી આવતા યાયાવર પક્ષીઓ અંદાજે 65 પ્રજાતિ અહીં વેકેશન ગાળવા માટે આવે છે. ગીર વિસ્તારમાં સારો વરસાદ પડવાને લઇ વેટલેન્ડોમાં પાણી હોવાના લઈ પક્ષીઓ જોવા મળી રહ્યા છે. મોટાભાગના પક્ષીઓ છીછરા…
બજેટ 2025 લાઈવ: નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ ટેબ્લેટ પ્રદર્શિત કર્યુ
–>નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા અને તેમણે બજેટ રજૂ કરવાની મંજૂરી આપી હતી:– સફેદ સાડી પહેરીને, નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે મંત્રાલયની બહાર ‘બહી ખાતા’ સ્લીવમાં ટેબ્લેટ સાથે પોઝ આપ્યો હતો, તેમના સતત આઠમા બજેટ ભાષણ પહેલા. ત્યારબાદ તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા અને તેમણે બજેટ રજૂ કરવાની મંજૂરી આપી હતી. બજેટના દિવસે સંસદમાં બ્રીફકેસ લઈને જતા દાયકાઓ સુધી નાણામંત્રીઓ પછી, શ્રીમતી સીતારમણે 2019 માં વસાહતી વારસાથી અલગ થવા અને ભારતીય સ્પર્શ ઉમેરવા માટે ‘બહી ખાતા’ રજૂ કર્યો હતો. બે વર્ષ પછી, 2021 માં, તેમણે ‘બહી ખાતા’ સ્લીવમાં લપેટી ટેબ્લેટ લઈને પેપરલેસ બજેટ તરફ આગળ વધ્યા. –>બજેટના દિવસે બ્રીફકેસ લઈ જવાનું પ્રતીકવાદ ‘બજેટ’ શબ્દની ઉત્પત્તિમાં…
ડીસા ભણસાલી હોસ્પિટલ ખાતે સિન્ધી સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
–>26 મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું:– ડીસા ભણસાલી હોસ્પિટલ ખાતે સિન્ધી સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમા મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરી 60થી વધું બ્લડ બોટલ જમા કરાવી હતી. સિંધી સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરેશભાઈ લોગમલ થરિયાણી ઉપપ્રમુખ રૂપચંદ ભાઈ કકનાની ઉપપ્રમુખ વિનોદ ભાઈ ફૂલવાની મંત્રી જગદીશ ભાઈ ફુલવાની બ્લડ કેમ્પના આયોજક સિંધી સમાજના વિજયકુમાર દોલતરામ હેમનાણી ભરત ભાઈ આસનની હરેશભાઈ કેલવાની ડોકટર વિજયભાઈ ખત્રી ઉપસ્થિત રહ્યા હતા.
દાહોદ : રામાનંદ પાર્ક ખાતે 14માં વાર્ષિક મહામહોત્સવની ઉજવણી કરવામાં આવી
–>દાહોદમાં શ્રી શ્યામ સેવા સમિતિ દાહોદ દ્વારા રામાનંદ પાર્ક ખાતે 14માં વાર્ષિક મહામહોત્સવની ઉજવણી કરવામાં આવી :– દાહોદમાં રામાનંદ પાર્ક ખાતે ભવ્ય ૧૪માં મહા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, આ સમગ્ર આયોજન શ્રીરામ સેવા ટ્રસ્ટ દાહોદનાઓએ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, આ મહા મહોત્સવમાં ભજનોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી જેમાં પ્રખ્યાત કલાકાર સંજય મિત્તલ , ટિવિંકલ શર્મા, તેમજ હાર્દિક અગ્રવાલ દ્વારા ભજનોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી, સમગ્ર કાર્યક્રમ દરમિયાન અખંડ જ્યોત, ભવ્ય શ્રૃંગાર, ભવ્ય દરબાર, પુષ્પ વર્ષા, ઈત્ર વર્ષા, અને 56 ભોગ મુખ્ય આકર્ષણો નું કેન્દ્ર બન્યા હતા. કાર્યક્રમ દાહોદની ધમપ્રેમી જનતાએ ખાંટુ શ્યામ પ્રભુના ભજનમાં મનમુકીને ઝુમ્યા હતા, તેમજ ભક્તિમાં લીન થઈ ગયા હતા, આ કાર્યક્રમમાં સમગ્ર દાહોદ જિલ્લા સિવાય અન્ય જિલ્લાઓમાથી…














