કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ઝડપી મદદ, અત્યાર સુધી રૂ. 1098 કરોડની સહાય જમા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદે રાજ્યના અનેક ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવ્યું હતું, તેવા કપરા સમયમાં ગુજરાત સરકારે ખેડૂતોની પડખે અડીખમ ઉભા રહીને સંવેદનશીલતા અને સક્રિયતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, કમોસમી વરસાદમાં ખેડૂતોના પાકને થયેલા નુકશાન સામે તેમને મદદરૂપ થવાના આશય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળની રાજ્ય સરકારે રેકોર્ડબ્રેક સમયમાં પંચ રોજકામ પૂર્ણ કરીને ઐતિહાસિક રૂ. 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ હેઠળ સહાય મેળવવા માટે અરજી પ્રક્રિયા પણ રાજ્ય સરકારે ખૂબ જ ટૂંકા સમયમાં શરૂ કરી દીધી હતી. રાજ્યનો કોઈપણ નુકશાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી…

ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCનો છઠ્ઠો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપાયો, જાણો વિગત

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડેમોગ્રાફિક ડિવિડન્ડ સમાન યુવાઓને યોગ્ય તકો અને રોજગાર અવસરો આપીને તેમની અસીમશક્તિને વિકસિત રાષ્ટ્ર – વિકસિત રાજ્યના નિર્માણમાં જોડવાના આપેલા વિચારને રાજ્યમાં સાકાર કરવાનો અભિગમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપનાવ્યો છે.આ હેતુસર તેમણે રાજ્ય સરકારના વહીવટી માળખા અને કાર્ય પદ્ધતિમાં જરૂરી ફેરફારો માટે મુખ્યમંત્રી ના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCની રચના કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ વહીવટી સુધારણા પંચ-GARCનો છઠ્ઠો ભલામણ અહેવાલ પંચના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાએ બુધવારે ગાંધીનગરમાં સુપ્રત કર્યો હતો. GARCએ અત્યાર સુધીમાં રાજ્ય સરકારને પાંચ ભલામણ અહેવાલો સોંપ્યા છે. મુખ્યમંત્રી ને બુધવારે સુપ્રત કરવામાં આવેલા છઠ્ઠા અહેવાલમાં રાજ્યમાં ભરતી પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શી, ટેકનોલોજી યુક્ત અને યુવા કેન્દ્રિત બનાવવાની નવ જેટલી ભલામણો કરવામાં આવેલી…

એન્જિનિયરિંગ સેક્ટરના એશિયાના સૌથી મોટા એક્ઝિબિશન ‘ENGIMACH-2025’નું હર્ષ સંઘવીના હસ્તે શુભારંભ, જાણો વિગત

નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે હેલીપેડ, ગાંધીનગર ખાતે એન્જિનિયરિંગ સેક્ટરના એશિયાના સૌથી મોટા 17માં ‘ENGIMACH-2025’ ત્રિદિવસીય એક્ઝિબિશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ એક્ઝિબિશન તા. 03 થી 07 ડિસેમ્બર-2025 સુધી યોજાશે. નાયબ મુખ્યમંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી મોટા એન્જિનિયરિંગ-મશિનરી એટલે કે, ‘ENGIMACH-2025’ એક્ઝિબિશનનો ગાંધીનગર ખાતે આજે શુભારંભ થયો છે. ENGIMACHમાં કુલ 1100થી વધુ દેશ-વિદેશની કંપનીઓ જોડાઈ છે. એક્ઝિબિશનમાં અંદાજે 50 હજારથી વધુ મુલાકાતીઓએ અગાઉથી સહભાગી થવા નોંધણી કરાવી છે પણ આ ત્રણ દિવસ દરમિયાન ચાલનારા એક્ઝિબિશનમાં 01 લાખથી વધુ મુલાકાતીઓ ભાગ લેશે તેવી સંભાવના છે. વિશ્વના અલગ અલગ દેશોમાંથી 500થી વધુ પ્રતિનિધિઓ મુલાકાતે આવ્યા છે. એક્ઝિબિશનના માધ્યમથી ગુજરાત અને દેશના એન્જિનિયરિંગ અને ઉત્પાદન ક્ષેત્રે કાર્ય કરતી કંપનીઓને કરોડો રૂપિયાનો બિઝનેસ ઉપલબ્ધ…

આજે સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની 141મી જયંતી, ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઇ

સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની ૧૪૧મી જયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે સ્થિત તેમના તૈલચિત્રને નાયબ દંડક વિજયભાઈ પટેલ અને વિધાનસભા સચિવ ચેતન પંડ્યા સહિત વિધાનસભાના અધિકારી-કર્મચારીઓએ ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના જીવનના મુક્તિ સંગ્રામ સમયના સંસ્મરણો યાદ કર્યા હતા. ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો જન્મ તા. 3જી ડિસેમ્બર-1884ના રોજ બિહારમાં થયો હતો. તેઓ વકીલાત કરતાં કરતાં સન 1907થી દેશભક્તિના રંગે રંગાયા હતા અને સન ૧૯૧૭થી તેઓ ગાંધીજી સાથે આઝાદીની લડતમાં જોડાયા હતા. સન 1920માં અસહકાર આંદોલન શરૂ થતાં ફકીરી વહોરી તેમણે દેશનું જાહેર જીવન ઘડવામાં અને આઝાદીની લડતમાં મોટો ફાળો આપ્યો હતો. તેઓ આઝાદીની લડતમાં અંત સુધી ગાંધીજીના અતિવિશ્વાસુ સાથીદાર તરીકે કાર્યરત રહ્યા હતા. તેમણે બિહારમાં વિદ્યાપીઠ સ્થાપવામાં તથા ખાદી પ્રચારના કામમાં પણ અથાગ પરિશ્રમ…

રિવાબા જાડેજાએ 2027ની ચૂંટણીમાં કોંગ્રેસને લઈ કરી મોટી ભવિષ્યવાણી; જાણો શું કહ્યું

ગુજરાત પ છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધીનું ફોકસ વધારે છે. આ દરમિયાન આજે રાહુલ ગાંધીએ આજે ગુજરાતને લઈ X પર પોસ્ટ કરવામાં આવી હતી. જેને લઈને રિવાબા જાડેજા મેદાને ઉતાર્યા છે અને તેમણે રાહુલ ગાંધીને જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીને રિવાબાએ 2027ની ચૂંટણીને લઈને પણ જણાવ્યું કે, કોંગ્રેસ સિંગલ ડિજિટમાં સમેટાઇ જશે. ગુજરાતમાં દારૂબંધી મામલે રાજકારણ ગરમ છે. જીગ્નેશ મેવાણીના પોલીસને લઈને નિવેદન બાદ વિઓધ શરૂ થયો હતો. ત્યાર બાદ સમર્થન મામલે આવેદન પત્રો દેવાના શરૂ થયા. આ દરમિયાન ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ મામલે આજે રાહુલ ગાંધીએ x પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે દારૂબંધી અને ડ્રગ્સ મામલે સરકારને ઘેરી હતી. જેમનો જવાબ રિવાબાએ આપ્યો હતો. રિવાબાએ શું કરી પોસ્ટ રાહુલ ગાંધીની પોસ્ટમાં જવાબ આપતા રિવાબાએ…

Ahmedabad : “બેદરકારીનો ફરી એક નવો અધ્યાય શરૂ?”, GPCBની કાર્યવાહી પર લોકોની નજર !

અમદાવાદ: સિકંદર માર્કેટના ક્રિસ્ચિયન કબ્રસ્તાન વિસ્તારમાં વર્ષ 2024માં ચાલતા એક ડેનીમ વોશિંગ યુનિટમાં બનેલી દુર્ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું હતું. જે ઘટનામાં ત્રણ શ્રમજીવીઓના મોત થયા હતા, અને પ્રાથમિક તપાસમાં સેફ્ટી સાધનોની અછત, તેમજ GPCB (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)ની કોઈ માન્ય પરમિશન ન હોવાનો મુદ્દો સામે આવ્યો હતો. જે ફરીથી ડેનીમ વોશિંગનું ગેરકાયદેસર યુનિટ શરૂ કર્યું હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે. વર્ષે 2024ની ઘટનાને લઈને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને વીજ કનેક્શન કાપવામાં આવ્યું હતું આ સાથે જ ગટર લાઈન સીલ કરી દેવામાં આવી હતી. ત્યારે હવે આ સમગ્ર મામલે ચોંકાવનારી માહિતી સામે આવી છે. માહિતીઓ પ્રમાણે, તે જ વ્યક્તિ—નવસાદ નામનો વ્યક્તિ—એ હવે નવું સ્થળ શોધીને, ફરીથી ડેનીમ વોશિંગનું ગેરકાયદેસર યુનિટ શરૂ કર્યું હોવાની…

Bhavnagar : અનેક હોસ્પિટલ ધરાવતા સમીપ કોમ્પલેક્ષમાં લાગી ભીષણ આગ, બ્રિગેડ કોલ જાહેર

રાજ્યમાં આગની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ દરમિયાન ભાવનગરથી વધુ એક આગની ઘટના સામે આવી છે. ભાવનગર શહેરના કાળુભાર રોડ પર આવેલ સમીપ કોમ્પલેક્ષમાં ભીષણ આગ લાગી છે. આ કોમ્પલેક્ષમાં ઘણી હોસ્પિટલ અને લેબોરેટરી હોવાથી ચિંતાના વાદળો ઘેરાયા છે. આગની ઘટનાને લઈને 25-30 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. બીજી તરફ આગની ઘટના મામલે સ્થાનિક યુવાનોએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી અને બાળકો વૃદ્ધોને બહાર કાઢવાનું શરુ કર્યું હતું. આગની ઘટનાને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો છે બિલ્ડીંગમાં આગ લાગતા ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરાયો છે. ફાયર વિભાગનો મોટો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી છે. ભાવનગર શહેરના કાળુભાર રોડ પર આવેલા સમીપ કોમ્પલેક્ષમા ચિલ્ડ્રન હોસ્પિટલ સહિત અનેક હોસ્પિટલ કાર્યરત છે. આગ…

2025ની મતદાર યાદીમાં રહેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ, આ મતવિસ્તારમાં 100% ડિજીટાઈઝેશન સંપન્ન

સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરી(Chief electoral office)ની સમગ્ર ટીમ તમામ જિલ્લાઓના ચૂંટણી અધિકારીશ્રી અને સ્ટાફ સાથે સંકલન સાધીને સમગ્ર પ્રક્રિયાને વેગવાન બનાવવા કાર્યરત છે. 2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. રાજ્યના 33 જિલ્લાઓ પૈકી મોટાભાગના જિલ્લાઓમાં 100% ફોર્મ વિતરણ સંપન્ન થયું છે. જ્યારે અમુક જિલ્લાઓમાં 100% વિતરણનું લક્ષ્ય હાંસલ થવામાં છે. આ ફોર્મ પૈકી પરત મળેલા ફોર્મને ડિજીટાઈઝેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જે પૈકી બે વિધાનસભા મતવિસ્તારમાં ડિજીટાઈઝેશનની કામગીરી 100 % પુરી થઈ ચુકી છે. જેમાં બનાસકાંઠાની ધાનેરા…

ગામડાનો વિકાસ હવે બનશે વધુ વેગવંતો, રાજ્ય સરકારે 15માં નાણા પંચના બીજા હપ્તા હેઠળ કરી આટલા કરોડની ફાળવણી

રાજ્યના ગ્રામિણ વિસ્તારોમાં વસતા નાગરિકોને પાયાની અને આવશ્યક સેવાઓ સતત અને સરળતાથી પ્રાપ્ત થતી રહે તે સુનિશ્ચિત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળની ગુજરાત સરકાર દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે 15મા નાણાપંચની ભલામણો મુજબ બીજા હપ્તા હેઠળ પંચાયતી રાજ સંસ્થાઓને કુલ રૂ.741.90 કરોડની માતબર રકમની ફાળવણી કરી છે. પંચાયત મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે એમ, 15માં નાણાપંચ હેઠળ આ વ્યાપક ફાળવણીનો મુખ્ય હેતુ રાજ્યના ગ્રામીણ માળખાને વધુ મજબૂત બનાવવાનો અને ગ્રામીણ નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવવાનો છે. જાણો કેટલી થઈ ફાળવણી આ કુલ ફાળવણીને પંચાયતી રાજના ત્રણેય સ્તરો વચ્ચે રેશિયો મુજબ વહેંચવામાં આવી છે. આ વહેંચણી મુજબ ગ્રામ પંચાયતોને 70 ટકા લેખે રૂ. 519.33 કરોડ, તાલુકા પંચાયતોને 20 ટકા લેખે રૂ.…

કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલના પુત્ર કરશે નવી પાર્ટીની સ્થાપના ! કેમ ચર્ચાઓ થઈ શરૂ ?

ગુજરાત કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલના અવસાન બાદ તેમના સંતાનો રાજકારણમાં એન્ટ્રી કરવા માંથી રહ્યા છે. વર્ષ 2022ની ચૂંટણી પહેલા મુમતાઝ પટેલ ખૂબ જ ચર્ચામાં હતી. ત્યાર બાદ તેમના ભાઈ ફૈઝલ પટેલ પણ ચર્ચામાં આવ્યો. કોંગ્રેસ સાથેના સંબંધો બાદ પણ અન્ય પક્ષોના નેતાઓ સાથે ચર્ચાઓ થઈ. ત્યાર બાદ વર્ષ 2025ની શરૂઆતમાં તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો. અને હવે ફૈઝલ પટેલની પોસ્ટથી અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. જે ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બની શકે છે. તેમણે કોંગ્રેસ (AP) પાર્ટી બનાવવાનો વિચાર કરતી પોસ્ટ મૂકી છે. જેમાં તેમણે બહેન મુમતાઝ પટેલ કોંગ્રેસ (AP)માં જોડાય તેવી આશા વ્યક્ત કરી અને લોકો પાસે અભિપ્રાયો માંગ્યા છે. જુઓ બન્નેની…