ધારાસભ્યોના ભથ્થાં અને સુવિધાઓમાં વધારાની ચર્ચા ફરી શરૂ, જાણો વિગત
રાજ્યના ચૂંટાયેલા ધારાસભ્યોને મળતી સુવિધાઓ અને ભથ્થાંમાં વધારો કરવાની દિશામાં ફરી એકવાર પ્રક્રિયા શરૂ થતાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. હાલ પહેલેથી જ ઓછા ખર્ચે વિવિધ હાઈફાઈ સુવિધાઓનો લાભ લેતા ધારાસભ્યોને વધુ સસ્તી અને વધારાની સુવિધાઓ આપવાની વિચારણા ચાલી રહી હોવાની માહિતી સામે આવી છે, જેનાથી રાજ્યની જનતા પર વધારાનો આર્થિક બોજ પડે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. વિધાનસભામાં ધારાસભ્યોના ભથ્થાં અને સુવિધાઓની સમીક્ષા કરવા માટે રચાયેલી સમિતિની તાજેતરમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રેલવે તથા હવાઈ મુસાફરી માટે મળતા ભથ્થાંમાં વધારો કરવાની સંભાવનાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સાથે સાથે ધારાસભ્યોના કાર્યાલય ખર્ચ તેમજ મતવિસ્તાર વિકાસ માટે મળતા ભથ્થાં વધારવા અંગે પણ ચર્ચા થઈ હતી. સમિતિ દ્વારા…
ગુજરાતના આ ધારાસભ્યએ સમૂહલગ્નમાં ફર્યા ફેરા, કુરિવાજો સામે માંડ્યો મોરચો
સામાન રીતે ધારાસભ્ય ઠાઠ માઠથી રહેતા હોય છે. અમૂક ધારાસભ્યોને બાદ કરતાં તમામની રહેણી કહેણી વૈભવી હોય છે. અને પોતાના ઘરના પ્રસંગો ખૂબ ખર્ચ સાથે અને દેખાડા સાથે કરતાં હોય છે. આ દરમિયાન દાહોદના ધારાસભ્યએ સમૂહ લગ્નમાં ફેરા ફર્યા અને દાખલો બેસાડયો છે. દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી લગ્નના તાંતણે બંધાયા છે. અને આ લગ્ન હવે ચર્ચાનો વિષે બન્યો છે. કારણકે ધારાસભ્યએ પોતાના લગ્ન અન્ય ત્રણ જરૂરિયાતમંદ યુગલો સાથે સમૂહ લગ્ન સમારોહમાં યોજીને સમાજને કુપ્રથાઓ સામે શક્તિશાળી સંદેશ આપ્યો છે. મહત્વની વાત એ છે કે ધારસભ્યના લગ્નમાં મુખ્યમંત્રીએ પણ હાજરી આપી હતી. આ પણ વાંચો: ધોરણ 12માં નાપાસ થયેલા વિધાર્થીઓને રાજ્ય શિક્ષણ મંત્રીએ આપી સલાહ, જાણો શું કહ્યું બિરસામુંડા ટ્રસ્ટ તેમજ ભીલ સમાજ પંચ પંચમહાલ- દાહોદ- મહીસાગર…








