Ahmedabad : કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતનાં પ્રવાસે, અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે કરશે બેઠક!

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતનાં પ્રવાસે છે. રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પરથી સીધા રાજીવ ગાંધી ભવન જશે. અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે 10થી સાંજે 7 વાગ્યા દરમિયાન કુલ 4 અલગ-અલગ બેઠકમાં ભાગ લેશે.

મળતી માહિતી પ્રમાણે, રાહુલ ગાંધી કોઈ કાર્યકર્તાના નિવાસસ્થાને રાત્રિ રોકાણ કરશે તેવી શક્યતા છે. પ્રથમ બેઠકમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા અને અન્ય પદાધિકારીઓ હાજર રહેશે. બપોરે ભોજન સાથે બેઠક, સાંજે પૂર્વ ધારાસભ્યો સાથે ચર્ચા, અને શનિવારે વિશ્વાસુ કાર્યકરો અને આગેવાનો સાથે સંવાદ યોજાશે. સલામતીના કારણોસર, તેમના કાર્યક્રમ સ્થળની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.

આ પણ વાંચો :- SURAT : આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી ગુજરાતનાં પ્રવાસે, નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેરસભા સંબોધશે

8 માર્ચ, 2025ના રોજ એટલે કે, મહિલા દિને સવારે 10 વાગ્યે રાહુલ ગાંધી રાજપથ ક્લબ પાસેના ઝેડએ હોલ ખાતે કાર્યકર્તાઓના સંમેલનને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં પ્રદેશ, જિલ્લા, શહેર અને સેલના તમામ હોદ્દેદારો હાજરી આપશે.

ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન હાલ નબળું છે, જેનાથી પાર્ટીને મોટા રાજકીય નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. પાર્ટી સંગઠનમાં પ્રોફેશનલ ટચ આપવા માટે રણનીતિ ઘડી રહી છે. આવનારી વિધાનસભા ચૂંટણી પહેલા, સંગઠનને મજબૂત બનાવવા રાહુલ ગાંધી ગુજરાતમાં સીધા દખલ આપશે.

આ પણ વાંચો :- Halvad : હળવદમાં વધુ એક સ્વામીનો બફાટ, ચારણબાઈ પર કર્યુ વિવાદિત નિવેદન

ગુજરાતમાં બનાવાનાર સંગઠન મોડલની સફળતા પર આધાર રાખીને, કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરે પણ આ મોડલ લાગુ કરી શકે છે, તેમ પાર્ટી સૂત્રો જણાવી રહ્યા છે. રાહુલ ગાંધીના પ્રવાસથી ગુજરાત કોંગ્રેસમાં નવસર્જન શક્ય બને તેવા સંકેત રાજકીય વર્તુળો આપી રહ્યા છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

આજનું Rashifal – 16 સપ્ટેમ્બર 2026: જાણો 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ, શુભ રંગ અને શુભ અંક….

16 સપ્ટેમ્બર 2026, બુધવારનો દિવસ જ્યોતિષીય દૃષ્ટિએ તમામ 12 રાશિના જાતકો માટે અલગ-અલગ સંકેતો લઈને આવ્યો છે. કોઈ રાશિના જાતકોને કરિયર અને વ્યવસાયમાં નવી તક મળી શકે છે, તો કોઈએ આજે ખર્ચ અને મહત્વપૂર્ણ નિર્ણયોમાં સાવધાની રાખવાની જરૂર છે. પરિવાર, સંબંધો, સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતોને લઈને પણ આજનો દિવસ વિવિધ પ્રકારના અનુભવ આપી શકે છે. આજનું Rashifal સામાન્ય જ્યોતિષીય માર્ગદર્શન છે. વ્યક્તિગત જન્મકુંડળી પ્રમાણે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે. ચાલો જાણીએ મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ માટે આજનું ભવિષ્યફળ, શુભ રંગ અને શુભ અંક. મેષ રાશિ આજે મેષ રાશિના જાતકો માટે દિવસ ઉત્સાહથી ભરેલો રહી શકે છે. કામકાજમાં નવી જવાબદારી મળી શકે છે અને લાંબા સમયથી અટકેલું કામ આગળ વધી શકે છે. વેપારીઓ માટે નવા…

સંત રામપાલના સર્મથકો દ્વારા 100થી વધુ ફોન કોલ્સ દ્વારા B INDIAને ધમકી

B INDIA 100થી વધુ ફોનકોલથી માંગ, ધાર્મિક પુસ્તક અંગેના અહેવાલ સામે સંરક્ષકોમાં રોષ B INDIA ગુરુજી ભગવાનજીના અનુયાયીઓનો દાવો—તથ્યોની ચકાસણી કર્યા વિના સમાચાર પ્રસારિત થયા; વીડિયો ડિલીટ કરી માફી માગવાની માંગ, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ધાર્મિક પુસ્તકો અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસારને લઈને સોશિયલ મીડિયા તથા ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયેલા એક અહેવાલ બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો હોવાનો દાવો સામે આવ્યો છે. ગુરુજી ભગવાનજીના અનુયાયીઓ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધાર્મિક પુસ્તકો દ્વારા કરવામાં આવી રહેલા પ્રચાર-પ્રસાર અંગે કોઈપણ પ્રકારની પૂરતી હકીકત, આધારભૂત પુરાવા અથવા સંબંધિત પક્ષનો જવાબ મેળવ્યા વિના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ અહેવાલને લઈને અનુયાયીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનુયાયીઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *