નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓના PA-PS નિમણૂકની કરાઈ જાહેરાત, જુઓ યાદી

ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ તમામ મંત્રીઓ માટે ખાતાની ફાળવણી બાદ હવે અંગત સચિવ (PA), અધિક અંગત સચિવ અને મદદનીશ સ્ટાફની નિમણૂક પણ કરી લેવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી માટે અંગત સચિવ, અધિક અંગત સચિવ અને અંગત મદદનીશની નિમણૂક થઈ ગઈ છે. આ સાથે જ કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓ માટે પણ તેમના સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. આ નિમણૂકથી હવે દરેક મંત્રીએ પોતાની કામગીરીને વધુ અસરકારક રીતે ચલાવવાની તૈયારી શરૂ કરી છે. રાજ્ય સરકારે તમામ PA-PS અને મદદનીશ સ્ટાફ માટે કાર્યક્રમ પ્રમાણે જવાબદારી અને કામગીરીનું વિતરણ કર્યું છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

8માં પગાર પંચમાં DA, HRA અને TA બંધ થશે? કર્મચારીઓ માટે મહત્વનો અપડેટ બહાર આવ્યો

કેન્દ્ર સરકારે 8મા પગાર પંચ (8th Pay Commission) માટે Terms of Reference (ToR) જાહેર કરી દીધા છે, જેને પગલે સ્પષ્ટ થઈ ગયું છે કે નવા પગાર પંચની સત્તાવાર રચના થઈ ગઈ છે. જસ્ટિસ રંજના દેસાઈની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની કમિટી હવે 8મા પગાર પંચની ભલામણો તૈયાર કરશે. સરકાર દ્વારા કમિશનને 18 મહિનાની અવધિ આપવામાં આવી છે અને માનવામાં આવે છે કે 2027ના મધ્ય સુધી તેનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપી દેવામાં આવશે. 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે? હાલ રિપોર્ટ 2027માં આવશે, પરંતુ સરકારના નિયમો મુજબ પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. એટલે કે નવો પગાર પછી લાગશે, પરંતુ બાકી રકમ 1 જાન્યુઆરી 2026થી ગણાશે. તેથી કર્મચારીઓ અને પેન્શનરોને આર્થિક લાભ પાછલા સમયથી મળશે. શું DA,…

મહેસૂલ વિભાગમાં બદલીઓ, 15 ડેપ્યુટી કલેક્ટર અને પ્રાંત અધિકારીઓની બદલી

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે તાજા આદેશ જાહેર કરતાં વધુ એક મોટો ફેરફાર કર્યો છે. આ આદેશ અંતર્ગત કુલ 15 ડેપ્યુટી કલેક્ટર તથા પ્રાંત અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે. બદલી થયેલા અધિકારીઓમાં અમદાવાદ, મોરબી, ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, વલસાડ, દાહોદ, અમરેલી અને તાપી જિલ્લાઓના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ ચાર્જ સંભાળવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. સરકારના આદેશ મુજબ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સ્ટેમ્પ ડ્યુટી, ફૂડ કંટ્રોલર, સ્પોર્ટ્સ ઓથોરિટી, એરપોર્ટ ડેવલપમેન્ટ તથા ચૂંટણી વિભાગ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં નવા અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. આર.બી. ગઢવી અને એચ.જે. સોલંકીને બઢતી આ આદેશ અંતર્ગત આર.બી. ગઢવીને એસ્ટેટ ઓફિસર, અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) તરીકે તથા એચ.જે. સોલંકીને ડેપ્યુટી ઇલેક્શન ઓફિસર, વલસાડ તરીકે બઢતી આપવામાં…