મહેસૂલ વિભાગમાં બદલીઓ, 15 ડેપ્યુટી કલેક્ટર અને પ્રાંત અધિકારીઓની બદલી

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે તાજા આદેશ જાહેર કરતાં વધુ એક મોટો ફેરફાર કર્યો છે. આ આદેશ અંતર્ગત કુલ 15 ડેપ્યુટી કલેક્ટર તથા પ્રાંત અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે.

બદલી થયેલા અધિકારીઓમાં અમદાવાદ, મોરબી, ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, વલસાડ, દાહોદ, અમરેલી અને તાપી જિલ્લાઓના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ ચાર્જ સંભાળવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.

સરકારના આદેશ મુજબ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સ્ટેમ્પ ડ્યુટી, ફૂડ કંટ્રોલર, સ્પોર્ટ્સ ઓથોરિટી, એરપોર્ટ ડેવલપમેન્ટ તથા ચૂંટણી વિભાગ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં નવા અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે.

આર.બી. ગઢવી અને એચ.જે. સોલંકીને બઢતી
આ આદેશ અંતર્ગત આર.બી. ગઢવીને એસ્ટેટ ઓફિસર, અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) તરીકે તથા એચ.જે. સોલંકીને ડેપ્યુટી ઇલેક્શન ઓફિસર, વલસાડ તરીકે બઢતી આપવામાં આવી છે.

પોલીસ વિભાગમાં પણ મોટો ફેરફાર
રાજ્યમાં હાલ બદલીઓની મોસમ ચાલુ છે. અમદાવાદ શહેરમાં આજે 83 પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની આંતરિક બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશ શહેર પોલીસ કમિશ્નર જી.એસ. મલિક દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ 83 PSIમાં શહેરમાં ફરજ બજાવતા બિન હથિયારી અધિકારીઓનો સમાવેશ થાય છે. ઉપરાંત, અન્ય જિલ્લાઓમાંથી બદલી થઈને આવેલા 18 PSIની પણ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા નવી નિમણૂક કરવામાં આવી છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

#SHOCKING NEWS: અમદાવાદ-બગોદરા રોડ પર અકસ્માત, એકનું મોત

  અમદાવાદ થી બગોદરા -લીંમડી રોડપર ભયંકર અકસ્માત થયો. એક બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મુત્યુ થયું. આ ઘટના ટોલનાકા નજીક હિટ એન્ડ રનની ઘટના બની. ઘણીવાર આવા અકસ્માત થતા કોઈ મદદ માટે આગળ નથી આવતું.

ખંભાળિયા:નકલી ડેરી પ્રોડક્ટ્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું ની જલારામ ડેરી

ખંભાળીયાની જલારામ ડેરીમાં SOGનો દરોડો.નકલી ડેરી પ્રોડક્ટ્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું.કેમિકલ અને પાવડરથી દૂધ અને પનીર બનાવાતું હતું.માલિક કેતન આસાણી સામે ગુનો નોંધાયો.648 કિલો સ્કીમ્ડ મિલ્ક પાવડર અને એસેટિક એસિડ જપ્ત.54…