E-mail : ગાંધીનગર કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી? ગુજરાતની કોર્ટોને ધમકીભર્યા E-mailથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ High Security Alert 2026
ગાંધીનગર કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી? ગુજરાતની કોર્ટોને ધમકીભર્યા E-mailથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ ગાંધીનગર સહિત ગુજરાતની કોર્ટોની સુરક્ષાને લઈને ફરી એકવાર ચિંતા ઊભી થઈ છે. કોર્ટ પરિસરોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા E-mailની ઘટનાઓ સામે આવ્યા બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. 5 સપ્ટેમ્બર, 2026ના રોજ ગુજરાત હાઈકોર્ટ તથા સુરત સેશન્સ કોર્ટને ધમકીભર્યા ઈ-મેઇલ મળ્યા હતા. ઈ-મેઇલમાં કોર્ટ પરિસરમાં વિસ્ફોટક હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, જેના પગલે અમદાવાદ અને સુરતની કોર્ટોમાં તાત્કાલિક સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. -> ધમકીભર્યો E-mail મળતા ખળભળાટ : મળતી માહિતી પ્રમાણે 5 સપ્ટેમ્બરે ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રારને એક ધમકીભર્યો E-mail મળ્યો હતો. તેમાં અમદાવાદની કોર્ટમાં વિસ્ફોટ થવાની ચેતવણી આપવામાં આવી હતી. ઈ-મેઇલ મળ્યા બાદ તેને તાત્કાલિક અમદાવાદ શહેર પોલીસ સુધી…






