ફ્રાન્સના વડાપ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુએ આપ્યું રાજીનામું, પૂરો એક મહિનો પણ ન સાંભળ્યો કાર્યભાર
ફ્રાન્સના વડા પ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુએ સોમવારે રાજીનામું આપ્યું, જેનાથી એક મહિના કરતાં પણ ઓછા સમયમાં તેમનો વડા પ્રધાનપદનો કાર્યકાળ સમાપ્ત થયો. રાજીનામું આપતાની સાથે જ તેઓ 1958 પછી ફ્રાન્સના સૌથી ટૂંકા ગાળાના વડા પ્રધાન બન્યા. ફ્રેન્ચ વડાપ્રધાને તેમની નિમણૂકના થોડા અઠવાડિયા પછી જ રાજીનામું આપવું એ ફ્રેન્ચ રાજકારણમાં ઊંડા સંકટનો સંકેત આપે છે. લેકોર્નુને 9 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના મંત્રીમંડળની જાહેરાત પછી જ લેકોર્નુને તેમના પોતાના પક્ષ અને વિપક્ષી છાવણી તરફથી ટીકાનો સામનો કરવો પડી રહ્યો હતો. વાસ્તવમાં, લેકોર્નુના મંત્રીમંડળમાં 18 નામોમાંથી 12 એવા નેતાઓના હતા જે પાછલી સરકારનો ભાગ હતા, ત્યારબાદ લેકોર્નુની ટીકા શરૂ થઈ. લેકોર્નુ મંગળવારે રાષ્ટ્રીય સભાને સંબોધિત કરીને તેમની સરકારનો રોડમેપ જણાવવાના હતા, પરંતુ તે પહેલાં જ…







