‘એક પેડ માઁ કે નામ 3.0’:Gandhinagarમાં 182 ધારાસભ્યોએ એકસાથે કર્યું વૃક્ષારોપણ, Inspiring Campaign
‘એક પેડ માઁ કે નામ 3.0’:Gandhinagarમાં 182 ધારાસભ્યોએ એકસાથે કર્યું વૃક્ષારોપણ, પર્યાવરણ જતનનો આપ્યો સંદેશ Gandhinagar: પર્યાવરણના જતન અને ગુજરાતનું ગ્રીન કવર વધારવાના સંકલ્પ સાથે Gandhinagar સચિવાલય પરિસરમાં ‘એક પેડ માઁ કે નામ 3.0’ અંતર્ગત ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ વિશેષ ગ્રીન ડ્રાઇવમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા, મંત્રીમંડળના સભ્યો સહિત રાજ્યના તમામ 182 ધારાસભ્યોએ એકસાથે વૃક્ષારોપણ કર્યું હતું. પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા સામે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવાનો અને રાજ્યના નાગરિકોને વૃક્ષારોપણ સાથે જોડાવાનો સંદેશ આપવાનો હતો. પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા એકસાથે વૃક્ષો વાવવામાં આવતા સમગ્ર કાર્યક્રમ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને સામૂહિક સંકલ્પનું…






