Gujarat ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ બિલ 2026: ટ્રસ્ટ-બેઝ્ડ ગવર્નન્સથી રોકાણ અને ઉદ્યોગોને મળશે નવી ગતિ Unprecedented Growth
Gujarat ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ બિલ 2026: ટ્રસ્ટ-બેઝ્ડ ગવર્નન્સથી રોકાણ અને ઉદ્યોગોને મળશે નવી ગતિ ગાંધીનગર: Gujarat વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યમાં ઉદ્યોગો અને વ્યવસાય માટેની નિયમનકારી પ્રક્રિયાઓને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવાના હેતુથી મહત્વપૂર્ણ ‘Gujarat ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ બિલ, 2026’ બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે. રાજ્યના ઉદ્યોગ રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામીતે બિલ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ કાયદાકીય સુધારાઓથી રાજ્યમાં ‘ટ્રસ્ટ-બેઝ્ડ ગવર્નન્સ’ અને રોકાણને અનુકૂળ વાતાવરણને નવી ગતિ મળશે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર આ બિલનો મુખ્ય હેતુ નાગરિકો અને ઉદ્યોગો પરનો બિનજરૂરી કમ્પ્લાયન્સ બોજ ઘટાડવાનો છે. સાથે સાથે સરકારી પ્રક્રિયાઓમાં ટેક્નોલોજીનો વધુ ઉપયોગ, સ્વ-ઘોષણા, સ્વ-પ્રમાણીકરણ અને ઓટો-એસ્કેલેશન જેવી વ્યવસ્થાઓને પ્રોત્સાહન આપવામાં આવશે. -> ‘મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ’ તરફ મહત્વનું પગલું : ઉદ્યોગ…






