CJP આંદોલન વચ્ચે દિલ્હી પોલીસનો મોટો દાવો, 480 સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક
દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શન વચ્ચે દિલ્હી પોલીસે સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓને લઈને મોટો દાવો કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનથી સંચાલિત હોવાનો દાવો કરવામાં આવતા 480 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક કરવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે આ એકાઉન્ટ્સ દ્વારા પ્રદર્શનને ઉશ્કેરવાનો પ્રયાસ અને ભ્રામક માહિતી ફેલાવવાની પ્રવૃત્તિ કરવામાં આવી રહી હતી. NEET પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગને લઈને ચાલી રહેલા આંદોલન દરમિયાન સોશિયલ મીડિયા પર ફેલાતી માહિતી પર સુરક્ષા એજન્સીઓની નજર વધી ગઈ છે. દિલ્હી પોલીસે જણાવ્યું છે કે ખોટી માહિતીના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે, તેથી સાવચેતીના ભાગરૂપે આવા એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ખોટી અફવાઓ ફેલાવવાનો આરોપ દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર,…
આર્મી જવાનો પરથી હટ્યો સોશિયલ મીડિયા પ્રતિબંધ, હવે વ્યૂ-ઓન્લી મોડમાં કરી શકશે ઉપયોગ
ભારતીય સેનાના જવાનોને લગભગ પાંચ વર્ષ બાદ સોશિયલ મીડિયા એપ્લિકેશનોના ઉપયોગની મર્યાદિત મંજૂરી આપવામાં આવી છે. જો કે, આ છૂટછાટ સાથે કડક શરતો પણ લાગુ કરવામાં આવી છે. નવી માર્ગદર્શિકા મુજબ, સૈનિકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ માત્ર ‘વ્યૂ-ઓન્લી’ અથવા ‘નિષ્ક્રિય ભાગીદારી’ તરીકે જ કરી શકશે. ઇન્સ્ટાગ્રામ પર લાઈક-કમેન્ટ પર પ્રતિબંધ નવી ગાઈડલાઈન અનુસાર, આર્મીના સૈનિકો અને અધિકારીઓ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ, ફોટા અને વિડિયો જોઈ શકશે, પરંતુ તેઓ કોઈપણ પોસ્ટ પર લાઈક, કમેન્ટ કે પોતાનું કન્ટેન્ટ શેર કરી શકશે નહીં. સેના દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સોશિયલાઇઝિંગ અથવા એક્ટિવ ભાગીદારી પર પ્રતિબંધ યથાવત રહેશે. ‘નિષ્ક્રિય ભાગીદારી’નો ઉદ્દેશ શું? મીડિયા અહેવાલો મુજબ, ભારતીય સેના દ્વારા આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ સૈનિકોમાં ડિજિટલ જાગૃતિ વધારવાનો અને સોશિયલ મીડિયા…








