છોટાઉદેપુરના નસવાડીમાં નકલી જાતિના પ્રમાણપત્રનું કૌભાંડ: માત્ર ₹500માં ST સર્ટિફિકેટ બનાવાતું હોવાનો આરોપ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં નકલી જાતિના પ્રમાણપત્ર બનાવવાના કથિત કૌભાંડનો પર્દાફાશ થતાં વહીવટી તંત્રમાં ચકચાર મચી છે. પ્રાથમિક માહિતી મુજબ માત્ર ₹500માં નકલી જાતિનો દાખલો બનાવી આપવામાં આવતો હોવાનો આરોપ સામે આવ્યો છે. મામલતદાર કચેરી સુધી મામલો પહોંચ્યા બાદ નસવાડી મામલતદારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. હવે પોલીસ તપાસમાં આ કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિ પાછળ કેટલા લોકો સંડોવાયેલા છે અને અત્યાર સુધીમાં કેટલા પ્રમાણપત્રો તૈયાર કરાયા છે તે બહાર આવવાની શક્યતા છે. નસવાડીમાં સામે આવેલા આ બનાવે સરકારી દસ્તાવેજોની વિશ્વસનીયતા અને પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા સામે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે. ખાસ કરીને અનુસૂચિત જનજાતિ (ST)ના પ્રમાણપત્રો શિક્ષણ, સરકારી નોકરી અને વિવિધ સરકારી યોજનાઓમાં અનામતના લાભ સાથે જોડાયેલા હોવાથી આવા દસ્તાવેજોની નકલી બનાવટ ગંભીર બાબત…

દિલ્હી કસ્ટમ્સનું ઓપરેશન: રિયાધથી આવેલા મુસાફર પાસેથી 745.8 ગ્રામ સોનાની પેસ્ટ જપ્ત, બેની ધરપકડ

દિલ્હીના ઈન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે સોનાની કથિત દાણચોરી સામે મોટી કાર્યવાહી કરી છે. રિયાધથી દિલ્હી પહોંચેલા એક મુસાફર પાસેથી 745.8 ગ્રામ સોનાની પેસ્ટ મળી આવતા કસ્ટમ્સ અધિકારીઓએ તેને જપ્ત કરી છે. આ કાર્યવાહી બાદ સોનાની દાણચોરીમાં કથિત રીતે સંડોવાયેલા કેરિયર અને રિસીવર બંનેની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ એરપોર્ટ પર સુરક્ષા અને કસ્ટમ્સની સઘન તપાસની કામગીરીને ફરી ચર્ચામાં લાવી છે. વિદેશથી ભારતમાં સોનું લાવતી વખતે કસ્ટમ્સના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. નિયમો મુજબ મુસાફરો માટે સોનાના આયાત સંબંધિત ચોક્કસ જથ્થા અને શરતો નક્કી કરવામાં આવી છે. દિલ્હીના એરપોર્ટ પર રિયાધથી આવેલા મુસાફર પર શંકા પ્રાથમિક માહિતી મુજબ રિયાધથી દિલ્હી પહોંચેલા મુસાફરની કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી.…

ગુજરાત : લઠ્ઠાકાંડમાં 13 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર, કેમિકલથી છેલ્લી બોટલ સુધી તપાસનો દોર

ગુજરાતમાં ચકચાર મચાવનાર લઠ્ઠાકાંડ મામલે તપાસનો વ્યાપ હવે વધુ વિસ્તરી રહ્યો છે. સમગ્ર કેસની તપાસ કરી રહેલા સ્પેશિયલ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા ઝડપાયેલા તમામ 13 આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તપાસ એજન્સીએ આરોપીઓના રિમાન્ડની માંગણી કરતાં અદાલતે 10 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન તપાસકર્તાઓ આરોપીઓ પાસેથી લઠ્ઠો બનાવવાની સમગ્ર પ્રક્રિયા, તેમાં વપરાયેલા કેમિકલ, કાચા માલની ખરીદી અને સપ્લાય ચેઇન સહિતની મહત્વપૂર્ણ વિગતો મેળવવાનો પ્રયાસ કરશે. આ ઉપરાંત, આ ગુનામાં કોણ-કોણ સંડોવાયેલું હતું અને મુખ્ય સૂત્રધારો સુધી કેવી રીતે પહોંચી શકાય તે અંગે પણ પૂછપરછ કરવામાં આવશે. લઠ્ઠાકાંડ કેમિકલના સ્ત્રોત સુધી પહોંચવાનો પ્રયાસ લઠ્ઠાકાંડ તપાસમાં સૌથી મહત્વની કડી લઠ્ઠો બનાવવા માટે વપરાયેલા કેમિકલ અને અન્ય કાચા માલના સ્ત્રોતને શોધવાની છે. પોલીસ હવે…

ભાવનગરમાં નકલી દારૂકાંડ બાદ મોટું પોલીસ એક્શન, 5 પોલીસકર્મી સસ્પેન્ડ; 21 સામે FIR

ભાવનગર જિલ્લામાં કથિત નકલી દારૂ પીવાથી થયેલા મોતના બનાવ બાદ પોલીસ અને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ખારકડી ગામમાં બનેલી આ ઘટનામાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયાની માહિતી સામે આવી છે, જ્યારે અનેક લોકોની તબિયત લથડતા તેમને સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત કુલ 21 લોકો સામે FIR નોંધી છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લા પોલીસ વડાએ ફરજમાં બેદરકારીના આક્ષેપો વચ્ચે 5 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. નીલમબાગ પોલીસ સ્ટેશનના એક અને વરતેજ પોલીસ સ્ટેશનના ચાર પોલીસકર્મીઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે પોલીસ વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો છે. ચાર લોકોના મોતથી ચકચાર ભાવનગર જિલ્લાના ઘોઘા…

અમદાવાદમાં હુક્કાબાર સામે પોલીસની મોટી કાર્યવાહી: સંચાલક સહિત અનેકની અટકાયત

અમદાવાદ શહેરમાં ગેરકાયદે હુક્કાબાર સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સાબરમતી પોલીસે એસ.પી. રિંગ રોડ પર આવેલા એક કેફેમાં દરોડો પાડી ગેરકાયદે રીતે ચાલતા હુક્કાબારનો પર્દાફાશ કર્યો છે. કેફેની આડમાં ગ્રાહકોને હુક્કાની સુવિધા આપવામાં આવતી હતી અને હર્બલ ફ્લેવરના નામે નિકોટીન યુક્ત ફ્લેવરનો ઉપયોગ કરવામાં આવતો હોવાની માહિતી સામે આવી છે. અમદાવાદ શહેરમાં પોલીસની કાર્યવાહી દરમિયાન હુક્કાબારના સંચાલક સહિત હુક્કાની મજા માણી રહેલા કેટલાક ગ્રાહકોને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી હુક્કા અને અન્ય સામગ્રી કબજે કરીને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદ શહેરમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મળી હતી ચોક્કસ બાતમી અમદાવાદ શહેરમાં સાબરમતી પોલીસ સ્ટેશનનો સ્ટાફ રાત્રિના સમયે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એસ.પી.…

બોગસ પાસપોર્ટ કેસમાં છોટા રાજનને 7 વર્ષની જેલ: ચેન્નાઈ CBI કોર્ટે ફટકાર્યો દંડ

બોગસ પાસપોર્ટ કેસમાં અંડરવર્લ્ડ ડોન તરીકે ઓળખાતા છોટા રાજનને ચેન્નાઈની CBI કોર્ટે દોષિત જાહેર કરીને 7 વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે તેના પર રૂ. 55 હજારનો દંડ પણ લગાવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની પ્રક્રિયા બાદ આ મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. હાલમાં છોટા રાજન દિલ્હીની તિહાર જેલમાં બંધ છે, જ્યાં તે અગાઉના એક ગંભીર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. બોગસ પાસપોર્ટ કેસમાં આવેલી નવી સજાને તેની સામેના કાનૂની મામલાઓમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે. ખોટી ઓળખના આધારે પાસપોર્ટ મેળવવાનો આરોપ CBI તપાસમાં ખુલાસો થયો હતો કે છોટા રાજને ખોટી ઓળખનો ઉપયોગ કરીને ભારતીય પાસપોર્ટ મેળવ્યો હતો. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, પાસપોર્ટ માટે અરજી કરનાર વ્યક્તિએ પોતાનું…

અમદાવાદ: ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં SITની રચના, ફાયર અને AMCના અધિકારીઓનો સમાવેશ નહીં

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ ગામની સીમમાં ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટ બાદ શહેર પોલીસ દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. જોકે, SITમાં માત્ર પોલીસ અધિકારીઓને જ સ્થાન અપાતા અનેક સવાલો ઊભા થયા છે. શનિવારે (18 જુલાઈ) મહેમદપુરા વિસ્તારમાં આવેલી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા હતા. દુર્ઘટના બાદ તંત્રે કાર્યવાહી કરતાં ફેક્ટરીનું જેસીબીથી ડિમોલિશન કરવામાં આવ્યું હતું. સાથે જ આસપાસ પરવાનગી વિના ચાલતી અન્ય બે ફેક્ટરીઓને પણ સીલ કરી દેવામાં આવી છે. પોલીસ કમિશનરે SITની રચના કરી છે. પોલીસ અધિકારીઓની SIT આ સમગ્ર ઘટનાની તપાસ માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે SITની રચના કરી છે. ટીમમાં રામોલ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ સંબંધિત એસીપી અને ડીસીપી સહિત…

કળયુગી પિતાએ 29 વર્ષના પુત્રની કરાવી હત્યા, કારણ જાણી ચૌકી જશો

ઉત્તર પ્રદેશના સંભલના રહેવાસી અનિકેત શર્મા (29) ની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. તેનો મૃતદેહ મુરાદાબાદમાં મળી આવ્યો હતો. શરૂઆતમાં, તે માર્ગ અકસ્માત હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથામાં ઈજાની પુષ્ટિ થઈ, ત્યારે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. સખત પૂછપરછ પછી, પિતાના ખુલાસાથી બધા ચોંકી ગયા, કારણ કે તે ખૂની હોવાનું બહાર આવ્યું. એફઆઈઆર નોંધાવવાને બદલે, મૃતકના પિતાએ અનિકેતના મૃત્યુને અકસ્માત કહેવાનો આગ્રહ રાખ્યો. પરિણામે, પોલીસનો શંકા વધી ગઈ. અંતે, જ્યારે ખબર પડી કે અનિકેત પાસે 2 કરોડ રૂપિયાથી વધુની વીમા પૉલિસી છે, ત્યારે પોલીસે પિતાને કસ્ટડીમાં લીધા. પોલીસે હત્યારા પિતાની કરી ધરપકડ પોલીસના જણાવ્યા અનુસાર, પિતાએ પોતે જ પોતાના પુત્ર અનિકેત શર્માની હત્યાનો સોદો કર્યો હતો જેથી મોટી રકમનો વીમો પડાવી શકાય.…

અમદાવાદ : સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકી અહમદ સૈયદ પર કેદીઓનો હુમલો, જાણો વિગત

અડાલજમાંથી ઝડપાયેલા ત્રણ આતંકવાદીઓને રિમાન્ડ પૂરા થતા ગઈકાલે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતાં. આજે જેલમાં દિલદહોળી દે તેવી ઘટના બની હતી. ત્રણ પૈકીના આતંકી અહમદ સૈયદ પર કેટલાક કેદીઓ ભેગા થઈને હુમલો કરી દીધો હતો. આ હુમલામાં અહમદ સૈયદને મ્હોં અને શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ ગુજરાત એટીએસ અને રાણીપ પોલીસે તાત્કાલિક સેન્ટ્રલ જેલનો દોટ્યો કર્યો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત આતંકી અહમદ સૈયદને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેનું સારવાર કાર્ય પૂર્ણ કર્યું હતું. સારવાર બાદ તેને ફરી સેન્ટ્રલ જેલમાં પરત મોકલવામાં આવ્યો છે. હુમલો કોણે અને કેમ કર્યો તેની તપાસ શરૂ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન અહમદ સૈયદે પણ હુમલાખોરો અંગે કોઈ માહિતી…

દેશ વિરોધી કામ કરનાર હરિયાણાની મહિલા યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા કોણ છે? જાણો કેમ બની પાકિસ્તાની જાસૂસ

સોશિયલ મીડિયા પર સક્રિય હરિયાણાના લોકપ્રિય યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. જ્યોતિ પર પાકિસ્તાની ગુપ્તચર એજન્ટોને સંવેદનશીલ માહિતી આપવાના ગંભીર આરોપો છે. આમાં યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા અને તેના પાંચ મિત્રોનો સમાવેશ થાય છે. જ્યોતિની હિસારના ન્યૂ અગ્રસેન એક્સટેન્શનથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યોતિ હિસારની રહેવાસી છે. યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાના યુટ્યુબ પર 3.77 લાખ ફોલોઅર્સ છે અને ઇન્સ્ટાગ્રામ પર 1.31 લાખ ફોલોઅર્સ છે. તે યુટ્યુબ પર ટ્રાવેલ વિથ જો નામથી આ ચેનલ છે. આમાં, તે ભારત અને વિદેશના સ્થળોની મુસાફરી સંબંધિત સંસ્મરણો અને ચોક્કસ સ્થળો વિશેની માહિતી શેર કરે છે. જ્યોતિ કોઈપણ દેશની મુલાકાત લે છે, તે તે સ્થળના ખાસ સ્થળો, ખોરાક અને સંસ્કૃતિને લગતા વીડિયો બનાવે છે અને અપલોડ…