“મીડિયાના ખુલાસાએ હચમચાવ્યું તંત્ર, હાઇકોર્ટે લોક અદાલતો મુદ્દે પકડ મજબૂત કરી”

પંકજ મકવાણા, અમદાવાદ/  રાજ્યના ન્યાયતંત્રમાં ‘લોક’ના નામે ચાલતી લોક અદાલતો આજ અંધારઘેર બેઠેલી છે. ન્યાય ન્યાયમંદિરોમાં નહીં પણ પાળીયામાં અટકી પડ્યો હોય એવું દુઃખદ દૃશ્ય રાજસ્થાનમાં સર્જાયું છે. 16 સ્થાયી લોક અદાલતો બંધ પાડવા રાજ્ય સરકારે 9 એપ્રિલ, 2025ના રોજ આપેલો એક તફાવતભર્યો આદેશ હવે હાઇકોર્ટના સ્વપ્રેરિત તપાસણનો વિષય બન્યો છે. ન્યાયમૂર્તિ શ્રી ચંદ્રશેખર અને ન્યાયમૂર્તિ સંદીપ શાહની ખંડપીઠે દૈનિક ભાસ્કરની રિપોર્ટીંગને આધારે સ્વપ્રેરિત નોંધ લીધી. નોંધ લેનાર હાઇકોર્ટ એટલે કાયદાના સંરક્ષક અને ન્યાય માટે કાર્યરત પ્રતિષ્ઠિત સંસ્થા – જ્યારે લોક અદાલતોની પરિસ્થિતિ એ સંસ્થાના વિશ્વાસને ઝાંઝવણી આપતી સમસ્યા બની ગઈ છે. નાગરિકો જુએ છે ન્યાયની રાહ જોધપુરની લોક અદાલતમાં જ લગભગ 972 કેસો પેન્ડિંગ છે, સ્ટેટવાઇઝ ગણતરી કરીએ તો 10,000થી વધુ નાગરિકો ન્યાયની રાહે રાહ…

કલેક્ટર સાહેબ, દેશરક્ષક સામે તમારું મૌન નહીં ચાલે – તમે રાજસેવક છો, રાજા નહિ!”

પંકજ મકવાણા, અમદાવાદ /  ‘દેશ માટે લડનારના પરિવારને માન આપવાનું ચૂક્યા’ હાઇકોર્ટે સરકારનો ઉધડો લેતા એવી ટકોર કરી હતી કે, આર્મી મેન અને તેનો પરિવાર દેશ અને સરકાર તરફે સામાજિક પ્રતિબદ્ધતા ધરાવે છે. પરંતુ સરકારને તેમની સાથે જાણે કોઈ નિસ્બત નથી. આ વર્તન ચલાવી શકાય નહિ. કલેક્ટરો આર્મીમેન અને તેમના પરિવારને માન આપવાનું ચૂકી ગયા છે. સરકાર તરફે એવી દલીલ કરાઈ હતી કે, અરજદારે 18 વર્ષનો વિલંબ કર્યો છે તેથી ટકવાપાત્ર નથી. આર્મીમેનને 18 વર્ષ સુધી પ્લોટ નહિ ફાળવાતા તેમને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. તેનું જવાબદાર કોણ એ મોટો પ્રશ્ન છે. આ મામલે કોર્ટના અભિપ્રાય અને સચોટ વિશ્લેષણ એ મહત્વપૂર્ણ છે કે, જ્યારે એક નિવૃત્ત આર્મી મેન 18 વર્ષ સુધી પ્લોટ માટે રાહ જોઈ રહ્યો…

ગૌહત્યાના કેસમાં આરોપીને સજા, હર્ષ સંઘવીએ પોસ્ટ કરી શેર

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગૌ રક્ષાને લઈને આજે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, અમે ગૌ રક્ષા કરવાના ફક્ત દાવા કરતા નથી. પરંતુ ગૌ રક્ષા કરવાના અમારા સંકલ્પને પૂર્ણપણે ચરિતાર્થ પણ કરીએ છીએ. આજે સોશિયલ મીડિયામાં મૂકેલ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, ‘ગુજરાતમાં અમે ફક્ત ગૌ હત્યારાઓની ધરપકડ નથી કરતા પરંતુ તેમને સજા મળે ત્યાં સુધી લડત આપીએ છીએ. ઇમરાન શરીફ શેખ મોશિન ઉર્ફ બકરા ફરીદ શેખને 7 વર્ષની સજા આપવામાં આવી છે.’ –> હર્ષ સંઘવીએ પોસ્ટ કરી શેર:- ગુજરાત સરકાર દ્વારા ગૌહત્યા માટેનો કાયદો બનાવવામાં આવ્યો છે. અને કાયદાનો અમલ અમારી સરકાર દ્વારા જ કરવામાં આવી રહ્યો છે. ગૌ હત્યારાને સજા અપાવવાનો આ મહિનામાં આ ત્રીજો ચુકાદો છે. અમારી સરકારે…

વધુ એક મસ્જિદ અગાઉ હિન્દુ સ્ટ્રકચર હોવાની અરજી કોર્ટમાં પહોંચી, જાણો શું છે મામલો

એક તરફ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દેશમાં કોઈપણ ધાર્મિક સ્થળ બદલવાની માંગ કરતી અરજીઓની સુનાવણી પર પ્રતિબંધ છે, તો બીજી તરફ સંભલ બાદ હવે અલીગઢની જામા મસ્જિદનો મામલો પણ કોર્ટમાં પહોંચી ગયો છે. અલીગઢના આરટીઆઈ કાર્યકર્તા કેશવદેવ ગૌતમે અલીગઢની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામા મસ્જિદને હિંદુ કિલ્લો ગણાવવાની અરજી દાખલ કરી છે અને અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે જામા મસ્જિદ પાસે ઓમનું પ્રતીક હાજર છે, આ સાથે અરજીમાં દાવો કરવામાં આવ્યો છે. અલીગઢ જામા મસ્જિદ વાસ્તવમાં હિન્દુઓનો કિલ્લો છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં અરજદારે દાવો કર્યો હતો કે RTI હેઠળ તેમને જાણ કરવામાં આવી હતી કે ASI પાસે જામા મસ્જિદના નામે કોઈ મિલકત રજીસ્ટર નથી. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે કિલ્લાને ASI દ્વારા સૂચિત કરવામાં…

પટનાના ગાંધીમેદાનમાંથી પોલીસે પ્રશાંત કિશોરની ધરપકડ કરી , JDU નેતાએ કહ્યું ‘ડ્રામેબાજ’ નેતા

બિહારની રાજનીતિ માટે આજનો દિવસ મહત્વનો છે. પટના પોલીસે સવારે પ્રશાંત કિશોરની ગાંધી મેદાનમાંથી ધરપકડ કરી છે. પોલીસ તેમને લઇને એમ્સ પહોંચી હતી. જ્યાં પ્રશાંત કિશોરે સારવાર લેવાનો ઇન્કાર કરી દીધો હતો..એમ્સની બહાર મોટી સંખ્યામાં પ્રશાંત કિશોરના સમર્થકો ઉમટ્યા હતા, પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો હતો.. થોડા સમય પછી પ્રશાંત કિશોરને કોર્ટમાં રજૂ કરવામાં આવશે બીજી તરફ પીકેની ધરપકડને લઈને નિવેદનબાજી તેજ થઇ ગઇ છે.પ્રશાંત કિશોરની ધરપકડને લઈને JDU MLC નીરજ કુમારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે પીકેને ડ્રામેબાજ નેતા ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે વહીવટીતંત્રની અપીલ ન માનીને હઠ પર ચઢેલા પીકે આંદોલન ચલાવી રહ્યા હતા. -> પીકે પોલિટિકલ ડ્રામા કરી રહ્યા છે :- જેડીયુ એમએલસી નીરજકુમારે જણાવ્યું હતું કે પ્રશાંત કિશોર ગાંધી મેદાનમાં…

મુંબઈ હુમલામાં સંડોવાયેલા તહવ્વુર રાણાને ટુંક સમયમાં ભારત લવાશે, ભારતને ન સોંપવાની અરજી ફગાવાઇ

મુંબઈ હુમલામાં સંડોવાયેલા તહવ્વુર રાણાને ભારતને ન સોંપવાની અરજી અમેરિકાની કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે ભારતે રાણા વિરુદ્ધ પૂરતા પુરાવા રજૂ કર્યા છે. મુંબઈ પોલીસે 26/11 હુમલાના કેસમાં ચાર્જશીટમાં રાણાનું નામ સામેલ કર્યું હતું. તેના પર પાકિસ્તાનની ઈન્ટર-સર્વિસ ઈન્ટેલિજન્સ (ISI) અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સક્રિય સભ્ય હોવાનો આરોપ છે. મુંબઈમાં હુમલા માટેના લોકેશન્સ શોધવામાં મદદ: ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે તહવ્વુર રાણાએ મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ ડેવિડ કોલમેન હેડલીને મદદ કરી હતી, જેણે હુમલા માટે મુંબઈમાં ટાર્ગેટની શોધખોળ હાથ ધરી હતી. શિકાગોમાં ધરપકડ કરાઇ હતી:   26/11ના મુંબઈ આતંકી હુમલાના લગભગ એક વર્ષ બાદ રાણાની શિકાગોમાં FBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આતંકવાદીઓ માટે બ્લુ પ્રિન્ટ તૈયાર:- તહવ્વુર રાણા અને તેના સહયોગી ડેવિડ કોલમેન હેડલીએ…

અલ્લુ અર્જુનના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરનારા તમામને કોર્ટે જામીન પર મુક્ત કર્યા

અભિનેતા અલ્લુ અર્જુનના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરવા બદલ ધરપકડ કરાયેલા આરોપીઓને જામીન મળી ગયા છે. કોર્ટે તમામ આરોપીઓને જામીન આપ્યા છે. મહત્વનું છે કે પોલીસે અલ્લુ અર્જુનના ઘરની બહારથી 6 લોકોની અટકાયત કરી હતી.પોલીસે તેમની સામે BNSની કલમ 331(5), 190, 191(2), 324(2), 292, 126(2), 131 હેઠળ કેસ નોંધ્યો હતો. સોમવારે તમામને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાં કોર્ટે પોલીસ રિમાન્ડ નામંજૂર કરી તમામને 10,000ના બોન્ડ પર જામીન પર મુક્ત કર્યા હતા. -> અલ્લુ અર્જુનના ઘરે જોરદાર હંગામો થયો :- અહેવાલ મુજબ, ઓસ્માનિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રવિવારે હૈદરાબાદના જુબિલી હિલ્સમાં અભિનેતા અલ્લુ અર્જુનના ઘરની બહાર વિરોધ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓએ અલ્લુ અર્જુન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પીડિત પરિવારને વધુ વળતર આપવાની માંગ કરી…

પુતિને આતંકીઓની સૂચિમાં શામેલ સંગઠનો પ્રત્યે કૂણું વલણ અપનાવ્યું, લાવ્યા આ નવો કાયદો

રશિયન સંસદે નવો કાયદો પસાર કર્યો છે. આ કાયદો અમલમાં આવતા રશિયાની અદાલતો તે સંગઠનો પરનો પ્રતિબંધ હટાવી શકશે જેને આતંકવાદી સૂચિમાં મુકવામાં આવ્યા છે. આને અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર સાથે સંબંધો સામાન્ય બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. આ સિવાય રશિયા સીરિયાના નવા નેતૃત્વ સાથે પણ સારા સંબંધો જાળવી રાખવા માંગે છે.તમને જણાવી દઈએ કે કોઈ દેશે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને માન્યતા આપી નથી. જુલાઈમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અફઘાનિસ્તાનને આતંકવાદ સામેની લડાઈમાં નવો ભાગીદાર ગણાવ્યો હતો. રશિયાનો નિર્ણય પશ્ચિમી દેશોથી અલગ છે જે અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનને માન્યતા ન આપવા પર અડગ છે. પશ્ચિમી રાજદ્વારીઓનું કહેવું છે કે મહિલાઓના અધિકારો પર તાલિબાનનું વલણ અસ્વીકાર્ય છે. તાલિબાને છોકરીઓ અને મહિલાઓ માટે ઉચ્ચ શાળાઓ અને યુનિવર્સિટીઓ બંધ કરી…