ચાંદીમાં એક જ દિવસમાં ₹17,000નો ભારે ઉછાળો, સોનાના ભાવમાં પણ જોરદાર વધારો
સોના અને ચાંદીના ભાવ હાલ રોકાણકારોને ચોંકાવી રહ્યા છે. કિંમતી ધાતુઓના ભાવમાં દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે અને બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. રિટેલ રોકાણકારોથી લઈને મોટા રોકાણકારો સુધી સોના-ચાંદીમાં ભારે ખરીદી કરી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે આ તેજી ટૂંકા ગાળાની નહીં પરંતુ લાંબા ગાળાની હોઈ શકે છે. ચાંદીના ભાવમાં એક જ દિવસે ₹17,000થી વધુનો ઉછાળો શુક્રવારે MCX પર ચાંદીના ભાવમાં અચાનક વિસ્ફોટક વધારો નોંધાયો હતો. 5 માર્ચના વાયદા માર્કેટમાં 1 કિલો ચાંદીની કિંમત એક જ દિવસે ₹17,145 વધીને ₹2,40,935 સુધી પહોંચી હતી. ટ્રેડિંગ દરમિયાન ચાંદીનો ભાવ લગભગ ₹19,000 વધીને ₹2,42,000 પ્રતિ કિલો સુધી પહોંચ્યો હતો. સોનામાં પણ તેજી બીજી તરફ સોનાના ભાવમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો. MCX પર 5…
રાજ્યમાં જીરાનો ભાવ ઊંઝામાં સર્વાધિક 4280 રૂપિયા, જાણો અન્ય યાર્ડના ભાવ
ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં આજે જીરાના ભાવોમાં ભારે ફેરફાર નોંધાયો છે. રાજ્યભરના કુલ 12 માર્કેટ યાર્ડમાંથી મળેલી માહિતી મુજબ પ્રતિ 20 કિલો દીઠ જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંઝા માર્કેટમાં 4280 રૂપિયા નોંધાયો હતો. બીજી તરફ, સૌથી નીચો ભાવ અમરેલી યાર્ડમાં 2025 રૂપિયા રહ્યો હતો. નીચા ભાવો પ્રતિ 20 કિલો 2025 થી 3800 રૂપિયા વચ્ચે રહ્યા, જ્યારે ઊંચા ભાવો 3396 થી 4280 રૂપિયા સુધી નોંધાયા. આજે વિવિધ યાર્ડમાં નોંધાયેલા જીરાના ભાવ (પ્રતિ 20 કિલો) માર્કેટ યાર્ડ નીચો ભાવ ઊંચો ભાવ ઊંઝા 3575 4280 રાધનપુર 3307 4041 જામનગર 3500 4035 સાવરકુંડલા 3800 4035 ગોંડલ 2851 4031 રાજકોટ 3575 4000 જસદણ 2500 3990 જેટપુર 3351 3926 જામજોધપુર 3500 3910 અમરેલી 2025 3865 પોરબંદર 3450 3850 વિસાવદર 2964 3396 રાજ્યના…
સપ્તાહના પ્રથમ દિવસે સોના–ચાંદીમાં મિશ્ર હલચલ: અમદાવાદે તેજી, દિલ્હીમાં ચાંદી ગગડ્યું
સપ્તાહની શરૂઆત ભારતીય બુલિયન માર્કેટ માટે મિશ્ર રહી. આંતરરાષ્ટ્રીય બજારમાંથી મળેલા સંકેતો વચ્ચે આજે સોનામાં તેજી જોવા મળી જ્યારે ચાંદીમાં એકદમ વિપરીત દિશામાં ચાલ જોવા મળી. દેશમાં અલગ–અલગ શહેરોમાં સોના–ચાંદીના ભાવોમાં વિભિન્નતા જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સામાન્ય સોદાબાજી વિશ્વબજારમાં આજે સોનાના ભાવમાં ઔંસદીઠ 2 ડોલરનો ઉછાળો આવી ભાવ 4,077.35 ડોલર સુધી પહોંચ્યા. ચાંદીનો ભાવ 0.66% વધીને 50.89 ડોલર પ્રતિ ઔંસ રહ્યો. આ સામાન્ય હલચલનો સીધી અસર ભારતીય બજારમાં પણ જોવા મળી. દિલ્હીમાં સોના ઉપર તેજી, ચાંદી ગગડી દિલ્હીના બુલિયન માર્કેટમાં આજે સોનાના ભાવમાં વધારો નોંધાયો: – શુદ્ધ સોનું (99.9%): ₹300 ઉછળીને ₹1,29,700 / 10 ગ્રામ – સ્ટાન્ડર્ડ સોનું (99.5%): ₹300 વધીને ₹1,29,100 / 10 ગ્રામ – પણ ચાંદીમાં સ્પષ્ટ નબળાઈ: ચાંદી (કીલો): ₹1000 ઘટીને…
વૈશ્વિક બજારમાં એક જ દિવસમાં સોનું 4% અને ચાંદી 7% તૂટી, જાણો શું છે કારણ
ગત ઘણા અઠવાડિયાંથી સોના અને ચાંદીમાં દ્રુત ભાવવૃદ્ધિ બાદ મંગળવારે વૈશ્વિક બજારમાં બંને કિંમતી ધાતુઓમાં ભારે કડાકો નોંધાયો છે. સોનાની કિંમતમાં 4% અને ચાંદીમાં 7%નો તીવ્ર ઘટાડો થયો છે. જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી મોટો એકદિનિય ઘટાડો છે. આ ઘટાડાની પાછળ 5 મહત્વપૂર્ણ કારણો જવાબદાર માનવામાં આવી રહ્યા છે. ઘટાડાના 5 મુખ્ય કારણો: ડૉલરની મજબૂતી અને વેપાર યુદ્ધમાં શાંતિના સંકેતો: અમેરિકી ડૉલર મજબૂત થતા વૈશ્વિક રોકાણકારો માટે સોનું મોંઘું બની ગયું છે. સાથે જ, ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચેની શક્ય મીટિંગને કારણે માર્કેટમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ છે, જેના કારણે સોનાની ‘સેફ હેવન’ ડિમાન્ડ ઘટી. તિવ્ર નફાખોરી અને ટેકનિકલ Correction: સ્પોટ ગોલ્ડ એક રેકોર્ડ હાઈ $4,381/Oz સુધી જતાં ઘણા રોકાણકારોએ નફો વટાવવો શરૂ કર્યો. ટેકનિકલ રૂપે RSI ઇન્ડિકેટર…













