અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું નિધન
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું નિધન થયું છે. હોસ્પિટલે આ અંગે માહિતી આપી હતી. મગજમાં હેમરેજ થયા બાદ, તેમની લખનૌના પીજીઆઈમાં સારવાર ચાલી રહી હતી. હોસ્પિટલ દ્વારા જારી કરાયેલી એક અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી શ્રી સત્યેન્દ્રદાસજીએ આજે અંતિમ શ્વાસ લીધા. 3 ફેબ્રુઆરીના રોજ સ્ટ્રોક આવ્યા બાદ તેમને ગંભીર હાલતમાં ન્યુરોલોજી વોર્ડના HDUમાં દાખલ કરવામાં આવ્યા હતા. આચાર્ય સત્યેન્દ્ર દાસે ૮૫ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. આચાર્ય સત્યેન્દ્ર દાસ ૩ ફેબ્રુઆરીથી હોસ્પિટલમાં દાખલ હતા. સત્યેન્દ્ર દાસ સંત કબીર નગરના એક બ્રાહ્મણ પરિવારમાં જન્મયા હતા. તેઓ ૫૦ ના દાયકાની શરૂઆતમાં અયોધ્યા આવ્યા અને અભિરામદાસના શિષ્ય બન્યા. અભિરામ દાસ એ જ વ્યક્તિ છે જેમણે ૧૯૪૯માં મંદિરમાં રામલલાની…







