બાંગ્લાદેશમાં અશાંતિ બાદ ભારતીય સરહદ પર હાઈએલર્ટ, સ્માર્ટ ફેન્સિંગ લગાવી ઘૂસણખોરી અટકાવવાની તૈયારી
બાંગ્લાદેશમાં વધતી અશાંતિને પગલે ભારતીય સેનાએ સરહદ પર હાઈએલર્ટ જાહેર કર્યો છે. ભારતીય સેનાએ બાંગ્લાદેશી ઘૂસણખોરો ભારતીય સરહદમાં પ્રવેશ ન કરી શકે તે માટે કડક પગલાં ભર્યા છે. સીમા સુરક્ષા દળ (BSF)એ સિલીગુડી કોરિડોર (ચિકન નેક) વિસ્તારમાં સુરક્ષા વધારે મજબૂત બનાવી છે અને 75 ટકા સરહદ વિસ્તારમાં નવી ડિઝાઇનની ફેન્સિંગ લગાવી છે. BSF અધિકારીઓએ જણાવ્યું કે નવી ફેન્સિંગ 12 ફૂટ ઊંચી છે અને તેને કાપવું મુશ્કેલ છે. આ ફેન્સિંગ ઘૂસણખોરી અને પશુઓની તસ્કરી જેવી ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો કરશે. ફેન્સિંગ ઉપરાંત, રિયલ-ટાઈમ લાઈવ ફીડ આપતા પેન-ટિલ્ટ-જૂમ (PTZ) કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, જે ઘૂસણખોરી અંગે તરત જાણકારી આપશે. ડેટા અનુસાર, BSFએ 2025માં 8.5 કરોડ રૂપિયાના મૂલ્યના પશુ, સોનું, ચાંદી, વન્યજીવ ઉત્પાદન, હથિયારો, દારુગોળો અને અન્ય તસ્કરીના સામાન…







