98 વર્ષની ઉમરે બોલીવુડની લેજેન્ડરી અભિનેત્રી કામિની કૌશલનું અવસાન, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર
બોલિવુડ માટે છેલ્લા કેટલાક સમયથી દુઃખદ સમાચાર સતત સાંભળવા મળી રહ્યા છે. હવે હિન્દી સિનેમાની જાણીતી અને વરિષ્ઠ અભિનેત્રી કામિની કૌશલના અવસાનના સમાચાર સામે આવ્યા છે. 98 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. તેમના અવસાનથી સમગ્ર ફિલ્મ જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે અવસાન મળતી માહિતી મુજબ કામિની કૌશલ છેલ્લા ઘણા સમયથી વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહી હતી. સારવાર દરમિયાન જ તેઓએ દુનિયાને અલવિદા કહી દીધી. તેમના જતા તેઓના ચાહકો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો ઊંડા શોકમાં છે. બાળપણથી જ પ્રતિભા સાથે જોડાયેલી સફર 1927ના 24 જાન્યુઆરીએ લાહોરમાં જન્મેલી કામિની કૌશલનું સાચું નામ ઉમા કશ્યપ હતું. બાળપણથી જ તેઓ પ્રતિભાશાળી હતાં. તેમણે પપેટ થિયેટર બનાવીને કામ કર્યું અને ઓલ ઈન્ડિયા રેડિયો માટે…
‘હી-મેન’ ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી અપાઈ રજા, ‘બીગ બી’ અમિતાભ બચ્ચનએ પૂછ્યા સમાચાર
બોલીવુડના ‘હી-મેન’ તરીકે જાણીતા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને 11 દિવસ બાદ આખરે હોસ્પિટલમાંથી રજા મળી છે. 1 નવેમ્બરથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ધર્મેન્દ્ર આજે, બુધવારે સવારે ઘરે પરત ફર્યા છે. હાલ તેમની તબિયત સ્થિર છે અને ડોક્ટરોની સલાહ મુજબ તેઓની સારવાર હવે ઘરે જ ચાલુ રહેશે. હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ ધર્મેન્દ્રને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પરિવારના સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે તેમની તબિયતમાં ઘણો સુધારો થયો છે અને તેઓ આરામની અવસ્થામાં છે. બોલીવુડના દિગ્ગજો પહોંચ્યા ખબર પૂછવા ધર્મેન્દ્રના ડિસ્ચાર્જ બાદ ફિલ્મ જગતના અનેક દિગ્ગજ કલાકારો તેમને મળવા અને તેમની તબિયત અંગે પૂછપરછ કરવા તેમના જુહુ સ્થિત નિવાસસ્થાન પર પહોંચ્યા. – અમિતાભ બચ્ચન: ‘શોલે’ ફિલ્મના સહ-અભિનેતા અને નજીકના મિત્ર…
હેમા માલિનીએ ધર્મેન્દ્રની હેલ્થ અપડેટ આપી: કહ્યું, ‘પ્રાર્થના કરો…’
ફેમસ એક્ટર ધર્મેન્દ્ર હાલમાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં મેડિકલ ઓબ્જર્વેશન હેઠળ છે. તેમના હેલ્થ વિશે એક્ટ્રેસ અને પત્ની હેમા માલિનીએ ફેન્સને અપડેટ આપી છે. 10 નવેમ્બરના રોજ હેમાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ફેન્સના પ્રાર્થના અને ચિંતાઓ બદલ આભાર વ્યક્ત કર્યો અને પુષ્ટિ આપી કે 89 વર્ષના “હી-મેન” હવે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા છે. હેમા માલિનીએ ધર્મેન્દ્રના મૃત્યુની ચર્ચાઓને નકારી કાઢતા જણાવ્યું કે, એક્ટરને ડોકટરોની દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. હેમાની પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ, જેના પર ફેન્સ અને સેલિબ્રિટીઓએ ખુશી વ્યક્ત કરી. ધર્મેન્દ્રની તબિયત હેમા માલિનીએ લખ્યું: “હું ધર્મજી પ્રત્યેની ચિંતાઓ બદલ બધાનો આભાર માનું છું. તેઓ હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ છે, અને તેમની નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે.…
યામી ગૌતમની ફિલ્મ ‘હક’ને રાહત : હાઈકોર્ટએ શાહબાનોની પુત્રીની અરજી ફગાવી, હવે રિલીઝનો રસ્તો સાફ
બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમ અને ઈમરાન હાશ્મી અભિનીત ફિલ્મ ‘હક’ હવે તેની નિર્ધારિત તારીખે 7 નવેમ્બર રિલીઝ થવા માટે તૈયાર છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટે ગુરુવારે શાહબાનો કેસ પરથી પ્રેરિત આ ફિલ્મને રોકવાની અરજીને ફગાવી દીધી છે, જેના કારણે ફિલ્મ પરનો કાનૂની ખતરો ટળી ગયો છે. અરજીકર્તા સિદ્દિકા બેગમ ખાન, જે પ્રખ્યાત શાહબાનો કેસની પુત્રી છે, તેમણે ઈન્દોર હાઈકોર્ટમાં અરજી કરીને દાવો કર્યો હતો કે આ ફિલ્મ તેમની માતાની કથા પરથી પ્રેરિત છે અને નિર્માતાઓએ પરિવારની પરવાનગી લીધા વિના ફિલ્મ બનાવી છે. સાથે જ તેમણે આક્ષેપ કર્યો હતો કે ફિલ્મમાં શરિયા કાયદાનું ખોટું પ્રતિનિધિત્વ કરાયું છે, જે મુસ્લિમ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે. તેમ છતાં, હાઈકોર્ટએ અરજી ફગાવતા નોંધ્યું કે ફિલ્મના ડિસ્ક્લેમર મુજબ ‘હક’ એક કાલ્પનિક કૃતિ…
બોલિવૂડ ગાયિકા સુલક્ષણા પંડિતનું અવસાન: સંગીત જગતમાં દુઃખની લહેર
બોલિવૂડ ફરી એકવાર દુઃખદ સમાચાર લાવી રહ્યું છે. જાણીતી ગાયિકા અને અભિનેત્રી સુલક્ષણા પંડિત હવે આપણામાં નથી. તેમણે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં 71 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધો, અને લાંબા સમયથી આરોગ્યના સમસ્યાઓનો સામનો કરી રહી હતી. તેમના નિધનના સમાચાર મળતાં જ ચાહકો અને સંગીત પ્રેમીઓ સોશિયલ મીડિયાની માધ્યમથી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સુંદર સંગીત યાત્રા સુલક્ષણા પંડિતનો જન્મ 1954માં મુંબઈમાં એક પ્રતિષ્ઠિત સંગીત પરિવારમાં થયો હતો. તેમણે માત્ર 9 વર્ષની ઉંમરે સંગીત યાત્રા શરૂ કરી. 1967માં પ્લેબેક સિંગિંગ શરૂ કરીને, તેમણે 1975ની ફિલ્મ સંકલ્પના લોકપ્રિય ગીત “તુ હી સાગર હૈ તુ હી કિનારા” થી પોતાના અવાજનો વિશ્વમાં પ્રચાર કર્યો. આ માટે તેમને ફિલ્મફેર એવોર્ડ પણ આપવામાં આવ્યો. પરિવાર અને જસરાજ સાથે સંબંધ સુલક્ષણા પંડિત જસરાજ…
“₹5 ના પાઉચમાં કેસર શક્ય નથી”- સલમાન ખાન અને રાજશ્રી પાન મસાલાને કોર્ટની નોટિસ
બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને રાજશ્રી પાન મસાલા કંપની સામે કોટા ગ્રાહક સુરક્ષા અદાલતે ગેરમાર્ગે દોરનારી જાહેરાત અંગે નોટિસ ફટકારી છે. ફરિયાદમાં જણાવાયું છે કે કંપનીએ “અસલી કેસર” ધરાવતા પાન મસાલાના ₹5 ના પાઉચનો દાવો કર્યો હતો, જે શક્ય નથી. અદાલતે બંને પક્ષોને 27 નવેમ્બર 2025 સુધીમાં જવાબ આપવા કહ્યું છે. આ મામલો હવે રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની ગયો છે. ફરિયાદનો મુદ્દો ફરિયાદ કોટાના વરિષ્ઠ ભાજપ નેતા અને રાજસ્થાન હાઈકોર્ટના વકીલ ઇન્દ્રમોહન સિંહ હની દ્વારા દાખલ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે,“અસલી કેસરની કિંમત પ્રતિ કિલોગ્રામ આશરે ₹4 લાખ છે. તેથી ₹5 ના પાઉચમાં અસલી કેસર હોવું શક્ય જ નથી. આ પ્રકારની જાહેરાતો ગ્રાહકોને ગેરમાર્ગે દોરી રહી છે.” ફરિયાદમાં એ પણ દલીલ કરવામાં આવી કે…
બોલિવૂડના દિગ્ગજ કોમેડી અભિનેતા અસરાનીનું ૮૪ વર્ષની વયે નિધન
દિવાળીના પાવન અવસરે મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. બૉલિવૂડના જાણીતા અને લોકપ્રિય કોમેડી કલાકાર અસરાની (Asrani) નો લાંબી બીમારી પછી ૮૪ વર્ષની વયે અવસાન થયું છે. ફેફસાંની સમસ્યાના કારણે હતા હોસ્પિટલમાં અહેવાલ અનુસાર, અસરસાની છેલ્લા કેટલાક દિવસોથી ફેફસાંની ગંભીર સમસ્યાથી પીડાતા મુંબઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેઓ છેલ્લા ૫ દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા અને આજે સોમવારે સાંજે ૪ વાગ્યાની આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધો. અંતિમ વિદાય અને સંસ્કાર અસરાનીનું અંતિમ સંસ્કાર મુંબઈના સાંતાક્રુઝ સ્મશાનગૃહ ખાતે કરવામાં આવ્યો. જ્યાં તેમના પરિવારજનો, મિત્રો અને કલાકાર મિત્રો ઉપસ્થિત રહ્યા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. અસરસાનીની જીવનયાત્રા અને કારકિર્દી અસરાનીનો જન્મ 1 જાન્યુઆરી 1941ના રોજ જયપુરમાં થયો હતો. તેમણે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને રાજસ્થાન કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો.…
‘ઓપરેશન સિંદૂર’ ના નામ પર ફિલ્મની જાહેરાત સાંભળીને યુઝર્સ થયા ગુસ્સે, જાણો શું કહ્યું નિર્માતાએ..
‘ઓપરેશન સિંદૂર’ ના નામ પર ફિલ્મની જાહેરાત સાંભળીને યુઝર્સ ગુસ્સે થયા, નિર્માતાએ માફી માંગી, કહ્યું – આ ફક્ત એક ફિલ્મ નથી… ફિલ્મ નિર્માતા નિક્કી ભગનાનીએ ‘ઓપરેશન સિંદૂર’ પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરતી વખતે ફિલ્મનું પહેલું પોસ્ટર શેર કર્યું હતું. પાકિસ્તાન વિરુદ્ધ ભારતના ‘ઓપરેશન સિંદૂર’ને લઈને સામાન્ય લોકો તેમજ ફિલ્મ ઉદ્યોગના સ્ટાર્સ ખૂબ જ ઉત્સાહિત છે. આ દરમિયાન, ફિલ્મ નિર્માતા નિક્કી ભગનાનીએ ‘ઓપરેશન સિંદૂર’ પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી. જોકે, આ નિર્ણય માટે તેમને સોશિયલ મીડિયા પર ભારે ટીકાનો સામનો કરવો પડ્યો. હવે પોસ્ટ કરીને તેમણે માફી માંગી છે અને કહ્યું છે કે તેમનો હેતુ કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા, નિર્માતા નિક્કી ભગનાની અને દિગ્દર્શક ઉત્તમ મહેશ્વરીએ કહ્યું કે દેશના…















