Gandhinagar : ઠાકોર સમાજની અવગણ્યાને લઈ સાંસદ ગેનીબેનનું નિવેદન, કહ્યું- “વિક્રમભાઈની માંગ વ્યાજબી છે”
ગુજરાત વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારને સ્થાન ન આપવાનો વિવાદ જાણે વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે,બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે અને ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા છે. ગેનીબેન ઠાકોરનું કહેવું છે કે,ઠાકોર સમાજની પ્રતિભાને અવગણવી એ BJPની નીતિ છે. આ પણ વાંચો :- Vadodara : વડોદરામાં ગુમ થયેલી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો, હત્યા કરાઈ હોવાની આશંકા તેઓએ જણાવ્યું હતું કે, સરકારે કલા અને સંસ્કૃતિને જીવંત રાખનાર કલાકારોનું સન્માન કર્યું. ઠાકોર સમાજના એક પણ કલાકારને સ્થાન ન આપ્યું. સમાજના કલાકારો જે પણ નિર્ણય લેશે તેમાં હું સંપૂર્ણ સમર્થન જાહેર કરું છું. તો બીજી તરફ અભિનેતા વિક્રમ ઠાકોરને લોકગાયક કીર્તિદાન ગઢવીનું સમર્થન મળ્યું છે. તેઓએ વિધાનસભામાં વિઝિટ માટે ન બોલાવતા વિક્રમ ઠાકોરની નારાજગીને…
Ahmedabad : અમદાવાદમાં રાહુલ ગાંધીનો કાર્યકરો સાથે સંવાદ, કહ્યું-‘કોંગ્રેસનાં અડધા લોકો ભાજપ સાથે મળેલા છે’
રાહુલ ગાંધીનો ગુજરાતમાં આજે બીજો દિવસ છે. અમદાવાદમાં રાહુલ ગાંધીનો કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. તે પહેલા કોંગ્રેસના મહિલા આગેવાનોએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. કાર્યકર્તાઓના સંમેલનને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ નેતાઓને આડે હાથ લીધા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, ગુજરાતનું નતૃત્વ, કાર્યકર્તાઓમાં બે પ્રકારના લોકો છે. એક છે, જે જનતા સાથે ઊભો છે અને જનતા માટે લડે છે. જેના દિલમાં કોંગ્રેસ પાર્ટીની વિચારધારા છે. બીજો છે, જે જનતાથી દૂર છે, જનતાનું સન્માન કરતા નથી અને તેમાંથી અડધા બીજેપી સાથે મળેલા છે. આ પણ વાંચો :- Ahmedabad : કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતનાં પ્રવાસે, અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે કરશે બેઠક! વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું- જ્યાં સુધી આપણે આ બન્નેને અલગ નહીં કરીએ ત્યાં સુધી…
આણંદનાં વિકાસ માટે નવું પગલું, વંદે ભારત ટ્રેનનાં સ્ટોપેજની લીલીઝંડી મળતા મુસાફરોમાં ખુશીની લહેર
આણંદમાં વંદે ભારત ટ્રેનને સ્ટોપેજની લીલીઝંડી મળતા મુસાફરોમાં ખુશીની લહેર જોવા મળી છે. આણંદને એ ગ્રેડનુ રેલવે સ્ટેશન બનાવવા માટેના પ્રયાસો હાથ ધરાયા છે. ત્યારે શહેરમા ટ્રેન નં. 22962 અમદાવાદ-મુંબઇ વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવા માટે સોજીત્રાના ભાજપના ધારાસભ્ય વિપુલ પટેલે ગત 8મી ફેબ્રુઆરીના રોજ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને લેખિત રજુઆત કરી હતી. જેને ધ્યાને લઇને રેલવેમંત્રીએ વંદેભારત ટ્રેનને આણંદમા સ્ટોપેજ આપવા માટે લીલીઝંડી આપતા મુસાફરોને ટ્રેનમાં મુસાફરી માટે અમદાવાદ- વડોદરા સુધીનુ ચક્કર કાપવામાંથી મુક્તિ મળી છે. આણંદ શહેર તેમજ જિલ્લાના વિકાસ વિસ્તારને ધ્યાને લેતા શહેરના રેલવે સ્ટેશન ઉપર દૈનિક હજારો મુસાફરોની આવનજાવન તેમજ સમયાંતરે વ્યક્તિવિશેષ મહેમાનોની મુલાકાતને લઇને આણંદને તબક્કાવાર મહત્વની ટ્રેનોના સ્ટોપેજ ફાળવાયા છે. ત્યાર અમદાવાદ મુંબઇ વચ્ચે 5 કલાક 25 મિનીટમાં 491 કિમીનુ…
સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રે જયેશ રાદડિયાનો વટ, ભાજપ પ્રેરિત પેનલના 19 ઉમેદવારો બિનહરીફ
સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયાનો દબદબો યથાવત છે.રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘમાં 5 વર્ષની ટર્મ પુરી થતા સામાન્ય ચૂંટણી યોજાઈ, જેમાં ભાજપ પ્રેરિત પેનલના 19 ઉમેદવાર બિનહરીફ થયા છે. વાસ્તવમાં રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘમાં જયેશ રાદડિયાનો દબદબો જોવા મળ્યો છે. રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘમાં 5 વર્ષની ટર્મ પુરી થતા સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જોકે અહીં ભાજપ પ્રેરિત પેનલના 19 ઉમેદવાર બિનહરીફ થયા છે. રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના 12 પ્રતિનિધિ અને મંડળીના 7 પ્રતિનિધિ બિનહરીફ થયા છે. -> ઇફકો ચૂંટણી થયો હતો રાદડિયાનો વિજય :- ભાજપ તરફથી ઇફકો ચૂંટણીમાં અમદાવાદના બિપિન પટેલને મેન્ડેન્ટ અપાયો હતો અને રાજકોટથી જયેશ રાદડિયાએ ફોર્મ ભરતાં રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. ઇફકો ચૂંટણીમાં 180 મતદારોમાંથી જયેશ…
કોંગ્રેસને વધુ એક ઝટકો, આંકલાવ નગરપાલિકાના અપક્ષ ઉમેદવારે કર્યા કેસરિયા
કોંગ્રેસનો ગઢ ગણાતા આંકલાવમાં હવે ભાજપની સત્તા આવી ગઈ છે. જેમાં અપક્ષના 5 કાઉન્સિલરોએ ભાજપને ટેકો જાહેર કરીને કેસરીયા ધારણ કર્યો છે. મળતી માહિતી મુજબ આંકલાવ નગરપાલિકામાં વોર્ડ નંબર 4ના મનુભાઈ રાઠોડ, વોર્ડ નંબર 3ના બે કાઉન્સિલર સિતારબાનું સલીમશા અને નારસંગ રાજ, વોર્ડ નંબર 1થી પણ બે કાઉન્સિવર ગીતાબેન ચાવડા અને પ્રવીણભાઈ સોલંકી આણંદના ભાજપ કાર્યાલયમાં ભાજપમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, આંકલાવ નગરપાલિકામાં 24 માંથી 10 બેઠક ભાજપે જીતી હતી. જ્યારે અન્ય 4 અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી હતી. ત્યારે કોંગ્રેસ પ્રેરિત એક અને અન્ય 4 અપક્ષોએ કેસરિયો ધારણ કરતા અમિત ચાવડાના મતવિસ્તારમાં ભાજપનું કદ વધ્યું છે. સાંસદ મિતેશ પટેલે કહ્યું હતું કે, આંકલાવ હવે કોંગ્રેસનો ગઢ રહ્યો નથી. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ આંકલાવ નગરપાલિકાની…











