કોંગ્રેસને વધુ એક ઝટકો, આંકલાવ નગરપાલિકાના અપક્ષ ઉમેદવારે કર્યા કેસરિયા

કોંગ્રેસનો ગઢ ગણાતા આંકલાવમાં હવે ભાજપની સત્તા આવી ગઈ છે. જેમાં અપક્ષના 5 કાઉન્સિલરોએ ભાજપને ટેકો જાહેર કરીને કેસરીયા ધારણ કર્યો છે. મળતી માહિતી મુજબ આંકલાવ નગરપાલિકામાં વોર્ડ નંબર 4ના મનુભાઈ રાઠોડ, વોર્ડ નંબર 3ના બે કાઉન્સિલર સિતારબાનું સલીમશા અને નારસંગ રાજ, વોર્ડ નંબર 1થી પણ બે કાઉન્સિવર ગીતાબેન ચાવડા અને પ્રવીણભાઈ સોલંકી આણંદના ભાજપ કાર્યાલયમાં ભાજપમાં જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે, આંકલાવ નગરપાલિકામાં 24 માંથી 10 બેઠક ભાજપે જીતી હતી. જ્યારે અન્ય 4 અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી હતી. ત્યારે કોંગ્રેસ પ્રેરિત એક અને અન્ય 4 અપક્ષોએ કેસરિયો ધારણ કરતા અમિત ચાવડાના મતવિસ્તારમાં ભાજપનું કદ વધ્યું છે.

સાંસદ મિતેશ પટેલે કહ્યું હતું કે, આંકલાવ હવે કોંગ્રેસનો ગઢ રહ્યો નથી. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ આંકલાવ નગરપાલિકાની જે બોડી બનશે તે વિકાસના કામો કરશે.

Related Posts

Gujarat : ભાદરવાની આકરી ગરમી, ભુજ-ડીસા 38.6°C સાથે સૌથી ગરમ… Intense

ભાદરવાની આકરી ગરમી, ભુજ-ડીસા 38.6°C સાથે સૌથી ગરમ: Gujaratમાંથી ચોમાસુ 24 કલાકમાં વિદાય લે તેવી શક્યતા; હાલ વરસાદની કોઈ આગાહી નહીં Gujaratમાં ભાદરવા મહિનાના અંતિમ દિવસોમાં ફરી એકવાર ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ચોમાસાની વિદાયની પ્રક્રિયા આગળ વધતાં રાજ્યમાં વરસાદી માહોલ લગભગ સમાપ્ત થવાના આરે છે. ભારતીય હવામાન વિભાગના તાજેતરના આંકડા પ્રમાણે 2 ઓક્ટોબરે ભુજ અને ડીસામાં મહત્તમ તાપમાન 38.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બંને શહેરો રાજ્યના સૌથી ગરમ સ્થળોમાં રહ્યા હતા. ભુજમાં સામાન્ય કરતાં 2.7 ડિગ્રી અને ડીસામાં 2.5 ડિગ્રી તાપમાન વધારે નોંધાયું હતું. બંને સ્થળે 24 કલાક દરમિયાન વરસાદ નોંધાયો નહોતો. -> Gujaratમાંથી ચોમાસાની વિદાય નજીક : હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે Gujaratમાંથી સંપૂર્ણપણે વિદાય લેવાની નજીક છે. 2 ઓક્ટોબરે ચોમાસાની વિદાય…

film : ‘દૃશ્યમ-3’નો ધમાકો: પહેલા જ દિવસે 95 કરોડની કમાણી સાથે તોડ્યા તમામ રેકોર્ડ! Triumph

film : ‘દૃશ્યમ-3’એ પહેલાં જ દિવસે ₹95 કરોડ કમાયા: ‘ધુરંધર’, ‘પઠાણ’ અને ‘એનિમલ’ના રેકોર્ડ તોડ્યા, અજય દેવગનની સૌથી મોટી ઓપનિંગ film : અજય દેવગનની બહુચર્ચિત ફિલ્મ **‘દૃશ્યમ: ધ કન્ક્લૂઝન’**એ સિનેમાઘરોમાં રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી છે. 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસે રિલીઝ થયેલી આ film પહેલા જ દિવસે વિશ્વભરમાં અંદાજે ₹95.10 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું હોવાના ટ્રેડ આંકડા સામે આવ્યા છે. ભારતમાં film ₹66.75 કરોડ નેટ અને ₹80.10 કરોડ ગ્રોસ કલેક્શન કર્યું, જ્યારે વિદેશી બજારમાં આશરે ₹15 કરોડની કમાણી થઈ. આ સાથે ફિલ્મ અજય દેવગનની કારકિર્દીની સૌથી મોટી ઓપનર બની ગઈ છે. -> અજય દેવગનની કારકિર્દીની સૌથી મોટી ઓપનિંગ : ‘દૃશ્યમ-3’ પહેલાં અજય દેવગનની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ ‘સિંઘમ અગેન’ હતી. આ filmભારતમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *