રાજપીપળાની બિરસા મુંડા University બની રહી છે શિક્ષણ અને કારકિર્દીનું મહત્વપૂર્ણ કેન્દ્ર Bright Future 2026

રાજપીપળાની બિરસા મુંડા University બની રહી છે શિક્ષણ અને કારકિર્દીનું મહત્વપૂર્ણ કેન્દ્ર: સાંસદ મુકેશભાઈ રાઠવાએ લીધી મુલાકાત REPORTER : Gautam vyas રાજપીપળા: નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલી બિરસા મુંડા University હવે ઉચ્ચ શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને કારકિર્દી ઘડતરનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહી છે. ખાસ કરીને જનજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને ઘરઆંગણે ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ મળી રહે તે દિશામાં યુનિવર્સિટી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આ દરમિયાન રાજ્યસભાના સાંસદ શ્રી મુકેશભાઈ રાઠવાએ બિરસા મુંડા યુનિવર્સિટીની મુલાકાત લઈને શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને આધુનિક સુવિધાઓની માહિતી મેળવી હતી. સાંસદ શ્રી મુકેશભાઈ રાઠવાએ University કેમ્પસના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. તેમણે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, રજિસ્ટ્રાર, પ્રોફેસરો અને સ્ટાફ સાથે ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને આપવામાં આવતા શિક્ષણ, વિવિધ અભ્યાસક્રમો, આધુનિક શિક્ષણ…