કોણ છે જાઈમા રહેમાન? તારિક રહેમાનની વાપસી સાથે દેશભરમાં ચર્ચાનો વિષય

બાંગ્લાદેશની રાજનીતિમાં 25 ડિસેમ્બર 2025નો દિવસ ઐતિહાસિક બની ગયો છે. બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના કાર્યકારી અધ્યક્ષ તારિક રહેમાન 17 વર્ષ બાદ લંડનથી વતન પરત ફર્યા છે. તેમની વાપસી સાથે દેશભરમાં રાજકીય હલચલ તેજ થઈ છે, પરંતુ આ વખતની ચર્ચા માત્ર તારિક રહેમાન સુધી સીમિત નથી. તેમની દીકરી જાઈમા જરનાજ રહેમાન પણ ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. એરપોર્ટ પર ઉમટ્યો જનસાગર તારિક રહેમાન બાંગ્લાદેશ એરલાઈન્સની ફ્લાઈટ દ્વારા લંડનથી રવાના થયા હતા. ફ્લાઈટ સિલહટમાં સ્ટોપઓવર કર્યા બાદ ગુરુવારે બપોરે ઢાકાના હજરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડ થઈ. એરપોર્ટની બહાર ઠંડી અને ધુમ્મસ હોવા છતાં લાખો BNP સમર્થકો પોતાના નેતાની એક ઝલક મેળવવા કલાકો સુધી રાહ જોતા નજરે પડ્યા. કેમ ચર્ચામાં છે જાઈમા રહેમાન? તારિક રહેમાન પોતાની પત્ની ડૉ.…

તમિલનાડુમાં ભયાનક માર્ગ અકસ્માતમાં નવ લોકોના મોત, સીએમ સ્ટાલિને શોક વ્યક્ત કર્યો

તમિલનાડુના કુડ્ડલોર જિલ્લામાં ગઈકાલે રાત્રે થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને નવ થયો છે. આ દુર્ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે નજીકની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, તિરુચિરાપલ્લીથી ચેન્નાઈ જઈ રહેલી રાજ્ય પરિવહન નિગમની બસ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મુસાફરી કરી રહી હતી ત્યારે અચાનક ટાયર ફાટતાં ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવ્યો. અનિયંત્રિત બસ રોડ ડિવાઇડર પર ચઢી ગઈ અને તેને ઓળંગીને વિરુદ્ધ દિશામાં પહોંચી ગઈ હતી. વિરુદ્ધ દિશામાં પહોંચ્યા બાદ બસ ચેન્નાઈથી તિરુચિરાપલ્લી જઈ રહેલી એક SUV અને એક કાર સાથે સામસામે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બંને ખાનગી વાહનો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માતમાં ઘટનાસ્થળે જ સાત લોકોના…

કર્ણાટકમાં ભયાનક માર્ગ અકસ્માત, ઓછામાં ઓછા 10 લોકોના મોત અનેક ઘાયલ

કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પર હિરિયુર તાલુકાના ગોરલાથુ ક્રોસ નજીક થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, બેંગલુરુથી ગોકર્ણ જઈ રહેલી ખાનગી સ્લીપર કોચ બસ સામેની દિશાથી આવી રહેલી ટ્રક સાથે સામસામે અથડાઈ હતી. અથડામણ બાદ બસમાં આગ લાગી ગઈ હતી, જેના કારણે બસમાં સવાર અનેક મુસાફરો ફસાઈ ગયા હતા. આગ એટલી વિકરાળ હતી કે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી ઊભી થઈ. પોલીસે જણાવ્યું કે હિરિયુરથી બેંગલુરુ જઈ રહેલી ટ્રક અચાનક ડિવાઈડર ઓળંગી ગઈ હતી અને સામે આવી રહેલી બસ સાથે અથડાઈ હતી. પ્રાથમિક તપાસમાં ટ્રક ડ્રાઈવરની બેદરકારી સામે આવી છે. પોલીસને શંકા છે કે ટ્રક…

સિગ્મા યુનિવર્સિટીએ પોતાની પ્રથમ દીક્ષાંત સમારોહ યોજીને એક ગૌરવપૂર્ણ શૈક્ષણિક માઈલસ્ટોન સ્થાપ્યો

સિગ્મા યુનિવર્સિટીએ વડોદરામાં સ્થિત યુનિવર્સિટીના એમ્ફિથિયેટરમાં ડિસેમ્બર 2025ના રોજ પોતાની પ્રથમ દીક્ષાંત સમારોહનું સફળ આયોજન કરીને એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી. આ પ્રસંગ શૈક્ષણિક ઉત્તમતા, અવિરત પ્રયત્નો અને વિદ્યાર્થીઓના સ્નાતક તરીકેના ઔપચારિક પરિવર્તનનું ઉત્સવ હતો, તેમજ મૂલ્યઆધારિત શિક્ષણ અને નેતૃત્વ પ્રત્યે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ પણ હતો. આ ભાવનાને અનુરૂપ, સમારોહને શ્રીવલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય પુજ્ય ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી મહોદયશ્રી, સ્થાપક – પ્રથમ આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય સંસ્થા (વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન – VYO) તથા શ્રી વલ્લભાચાર્યજી પીઠ વ્રજધામ આધ્યાત્મિક સંકુલના ગાદીપતિ,ના આશીર્વાદ અને માર્ગદર્શનથી વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું. તેમની ઉપસ્થિતિએ દીક્ષાંત સમારોહને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઊંડાણ આપ્યું. પરંપરા, શિસ્ત અને નૈતિક જીવન આધારિત તેમના વિચારો દ્વારા તેમણે સ્નાતક વિદ્યાર્થીઓને જીવનના નવા અધ્યાય માટે માર્ગદર્શન પૂરું પાડ્યું. આ દીક્ષાંત સમારોહમાં શ્રી નિલેશ…

રાશિફળ/25 ડિસેમ્બર 2025: આ રાશિના જાતકોએ આજે દલીલોથી રહેવું દૂર, થશે અઢળક લાભ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ માનસિક શાંતિ માટે તમારા ટૅન્શનનો ઉકેલ લાવો. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે. તબિયત સારી ન હોય એવા સંબંધીની મુલાકાત લેજો. તમારી હાજરી તમારા પ્રિયપાત્ર માટે આ વિશ્વ યોગ્ય સ્થળ બનાવશે. કામના સ્થળે તમારી ભૂલોનો એકરાર તમારી તરફેણમાં જશે. પણ એ કઈ રીતે સુધારવી તેનું પૃથ્થકરણ કરવાની તમારે જરૂર છે. તમે જેને હાનિ પહોંચાડી…

અંક જ્યોતિષ/25 ડિસેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

પ્લાન્ટ હેડથી ફિલ્ડ સુપરવાઈઝર સુધી – અમદાવાદની મોટી નોકરીઓ

અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ઉત્તમ ડેરીમાં વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં પ્લાન્ટ હેડથી લઈને ફિલ્ડ સુપરવાઈઝર સુધીની પોસ્ટ્સ માટે અરજી કરવા મળી રહી છે. ભરતી માટેની વિગતો – જાહેરાત તારીખ: 23-12-2025 – ફોર્મ ભરવાની અંતિમ તારીખ: જાહેરાતની તારીખથી 10 દિવસની અંદર – ફોર્મ ભરવાનો પ્રકાર: ઓફલાઈન – જગ્યાઓની સંખ્યા: જાહેર કરવામાં આવી નથી શૈક્ષણિક લાયકાત – વિભિન્ન પોસ્ટ્સ માટે અલગ-અલગ લાયકાત અને અનુભવ જરૂરી. – ઉમેદવારોએ બાયોડેટા અને લેટેસ્ટ પાસપોર્ટ સાઈઝ ફોટો સાથે ફોર્મ મોકલવું પડશે. પગાર ધોરણ – પસંદ પામેલા ઉમેદવારને ડેરીના નિયમ મુજબ પગાર આપવામાં આવશે. વય મર્યાદા પોસ્ટ પ્રમાણે વય મર્યાદા: – પ્લાન્ટ હેડ: મહત્તમ 50 વર્ષ – પ્રોડક્શન મેનેજર: મહત્તમ 40 વર્ષ – મેનેજર (HR/ક્વોલિટી…

સુરેન્દ્રનગરમાં EDની કાર્યવાહી: કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલની તાત્કાલીક બદલી

અહીના કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સામે ED દ્વારા 1500 કરોડના જમીન કૌભાંડની તપાસ હેઠળ મોટું એક્શન લેવામાં આવ્યું છે. આ તપાસ દરમિયાન તાત્કાલીક અસરથી કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલને બદલી કરી સામાન્ય વહીવટ વિભાગમાં મુકાયા છે, અને ડીડીને કલેક્ટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ED દ્વારા દરોડા અને ધરપકડ બુધવારે EDની ટીમે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, NA શાખાના ક્લાર્ક મયુર ગોહિલ, કલેક્ટરના PA જયરાજસિંહ ઝાલા અને અન્ય અધિકારીઓના નિવાસસ્થાનો પર દરોડા પાડ્યા. દરોડા દરમિયાન 67.50 લાખ રોકડ, દસ્તાવેજો અને ડિજિટલ ડેટા કબ્જે લેવામાં આવ્યા. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને EDની સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માટે અરજી કરવામાં આવશે. કૌભાંડના કારણો સૂત્રોના જણાવ્યા મુજબ, કૌભાંડ જમીન સંપાદન અને NA (નન એગ્રિકલ્ચરલ) મંજૂરીઓમાં…

બાંગ્લાદેશમાં ક્રિસમસ પૂર્વે પેટ્રોલ બોમ્બ હુમલો, એક નિર્દોષ નાગરિકનું થયું મૃત્યુ

બાંગ્લાદેશમાં મોઘબાજાર વિસ્તારમાં બુધવારે સાંજે શરારતી તત્વોએ પેટ્રોલ બોમ્બ ફેંકી ભયાનક હુમલો કર્યો, જેમાં એક નિર્દોષ નાગરિક સૈફુલ સિયામનું મોત થયું. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરી પેદા કરી દીધી. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલો વાયરલેસ ગેટ નજીક ફ્રીડમ ફાઈટર્સ કાઉન્સિલના કાર્યાલય સામે થયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે બોમ્બ ફ્લાયઓવર પરથી ફેંકવામાં આવ્યું, જે સીધું સૈફુલના માથા પર પડ્યું. તેનું ઘટના સ્થળે જ મોત થયું. સુરક્ષા અને તપાસ ઢાકા મેટ્રોપોલિટન પોલીસના ડેપ્યુટી કમિશ્નર મસૂદ આલમે જણાવ્યું કે, હાલ હમલાખોરોની ઓળખ માટે આસપાસના CCTV ફૂટેજ અને પુરાવા તપાસી રહ્યા છે. મૃતક સૈફુલ મોઘબાજારમાં એક ઓટોમોબાઈલ એક્સેસરીઝની દુકાનમાં કામ કરતો હતો અને કોઈ સાથે શત્રુતા ન હતી. ક્રિસમસના તહેવાર પૂર્વે આ હુમલો આસપાસના બે મોટા ચર્ચોના નજીક થયો હોવાથી,…

શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીની ચેતવણી: બાંગ્લાદેશમાં હિન્દુઓ માટે ‘ઓપરેશન સિંદૂર જેવી’ કાર્યવાહી જરૂરી

વડોદરા: વડોદરામાં યોજાયેલા હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર વધતા અત્યાચાર અંગે ગંભીર નિવેદન આપ્યું છે. શંકરાચાર્યએ જણાવ્યું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકારને તત્પર રહેવું જોઈએ અને જરૂર પડે તો ઓપરેશન સિંદૂર જેવી કડક કાર્યવાહી કરવી જોઈએ. તેઓએ ચેતવણી આપી કે બાંગ્લાદેશ મુદ્દે સરકાર ચુપ રહેવું યોગ્ય નથી અને હિન્દુ સમુદાયને રક્ષણ આપવા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. સ્વામી સદાનંદ સરસ્વતીના મતે, “બાબરી મસ્જિદનાં નામે દેશમાં ષડયંત્ર ચાલી રહ્યું છે” અને પશ્ચિમ બંગાળમાં બનાવાતી બાબરી મસ્જિદ સામે હિન્દુ સમુદાયને એકતામાં રહેવું જરૂરી છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in